For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં આવી રહી છે ફોર્ડની સૌથી શાનદાર કાર મસ્ટેંગ

By Super
|
Google Oneindia Gujarati News

ભારતીય રસ્તાઓ પર વધુ એક કાર પોતાની ધૂમ મચાવવાની તૈયારીમાં છે. જી હાં, દેશમાં એકથી એક ચઢિયાતી કાર રજૂ કરનારી અમેરિકાની પ્રમુખ કાર નિર્માતા કંપની ફોર્ડે ભારતીય બજારમાં પોતાની શાનદાર કાર ફોર્ડ મસ્ટેંગને લોન્ચ કરવાની યોજના બનાવી છે.

તમને જણાવી દઇએ કે ફોર્ડ તરફથી ભારતીય બજારમાં આ કાર સૌથી મોટી લોન્ચિંગ હશે. ફોર્ડ મસ્ટેંગ એક લાંબા સમયથી વિશ્વ ભરમાં પોતાની લોકપ્રિયતાની ઇમારત ખડી કરી ચૂકી છે. હવે આ તક ભારતીયો માટે પણ હશે, જ્યારે તેઓ ફોર્ડ મસ્ટેંગને લઇને દેશના રસ્તાઓ પર હવા સાથે વાતો કરી શકશે. તો ચાલો તસવીરો થકી જોઇએ ફોર્ડની આ શાનદાર કારને.

ફોર્ડની મસ્ટેંગ વિશ્વ ભરમાં લોકપ્રીય

ફોર્ડની મસ્ટેંગ વિશ્વ ભરમાં લોકપ્રીય

ફોર્ડની મસ્ટેંગ વિશ્વ ભરમાં શરૂઆતથી જ પોતાના ખાસ દમદાર એન્જીન અને શાનદાર સ્પીડ તથા આકર્ષક લુકને લઇને ઘણી જ લોકપ્રીય છે.

એક યૂનિક કાર હશે

એક યૂનિક કાર હશે

ભારતીય બજારમાં ફોર્ડની મસ્ટેંગ એક રીતે એક યૂનિક કાર હશે, જે હજુ સુધી દેશના રસ્તાઓ પર દોડી નહીં હોય.

મસ્ટેંગ જીટીનું એલોય વ્હીલ

મસ્ટેંગ જીટીનું એલોય વ્હીલ

આ છે ફોર્ડ મસ્ટેંગ જીટીનું એલોય વ્હીલ તમે જોઇ શકો છો, તેના શાનદાર ટર્ન અને લુકને. આ કારમાં કંપનીએ 5.0 લીટરની ક્ષમતાના એન્જીનનો પ્રયોગ કર્યો છે.

સ્પોર્ટી ટેલલાઇટ

સ્પોર્ટી ટેલલાઇટ

આ છે ફોર્ડ મસ્ટેંગની શાનદાર સ્પોર્ટી ટેલલાઇટ, જે એક સ્પીડી રીતે તૈયાર કરવામાં આવી છે.

ભારતમાં ક્યારે લોન્ચ કરાશે

ભારતમાં ક્યારે લોન્ચ કરાશે

જો કે, કંપનીએ હજુ સુધી એ જણાવ્યું નથી કે ભારતીય બજારમાં કારને ક્યારે લોન્ચ કરવામાં આવશે, પરંતુ ભારતીય બજારને ફોર્ડ મસ્ટેંગ માટે ઘણી જ જરૂરી માનવામાં આવી રહી છે.

કુલ ત્રણ વેરિએન્ટમાં

કુલ ત્રણ વેરિએન્ટમાં

તમને જણાવી દઇએ કે ફોર્ડ મસ્ટેંગ કુલ ત્રણ વેરિએન્ટમાં છે અને તેના ત્રણેય મોડલમાં કંપનીએ અલગ-અલગ ત્રણ ક્ષમતાના એન્જીનનો પ્રયોગ કરવામાં આવ્યો છે. ફોર્ડ મસ્ટેંગ વી 6, જેમાં કંપનીએ 3.7 લીટરની ક્ષમતાનું એન્જીન, ફોર્ડ મસ્ટેંગ જીટીમાં 5.0 લીટરની ક્ષમતાનું એન્જીન સામેલ કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત મસ્ટેંગ શેલબાઇ જીટી 500માં 5.8 લીટરની ક્ષમતાનું સુપરચાર્જ્ડ વી8 એન્જીનનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

ભારતમાં કયું મોડલ કરવામાં આવશે લોન્ચ

ભારતમાં કયું મોડલ કરવામાં આવશે લોન્ચ

ભારતીય બજારમાં ફોર્ડ મસ્ટેંગના કયા મોડલને લોન્ચ કરવામાં આવશે તે અંગે પણ હજુ સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.

ભારતીય બજારમાં કારની કિંમત

ભારતીય બજારમાં કારની કિંમત

આ ઉપરાંત ભારતીય બજારમાં કારની કિંમત શું રાખવામાં આવશે તે અંગે પણ માહિતી રજૂ કરવામાં આવી નથી.

અંદાજિત કિંમત

અંદાજિત કિંમત

જો કે, કિંમતને લઇને લગભગ એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, ભારતીય બજારમાં કારની કિંમત 50 લાખ રૂપિયાની આજુબાજુ હોઇ શકે છે.

English summary
Ford is looking to launch Mustang muscle car in India. Right hand drive Mustangs are coming to UK, Australia. Ford is planning to bring Mustang to India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X