• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ કાર બ્રાન્ડના નામ લેવામાં થઇ જાય છે ભૂલ

By Super
|

વિશ્વભરમાં અનેક કાર બ્રાન્ડ જેનું નામ યોગ્ય રીતે લેવું અથવા તો ઉચ્ચારણ કરવુ ંઘણું જ મુશ્કેલ છે. આવી ઘણી કાર બ્રાન્ડ છે, જેના નામનું સાચું ઉચ્ચારણ લોકો દ્વારા કરવામાં આવતું નથી. અમે એમ નથી કહી રહ્યાં કે આ ભૂલ જાણી જોઇને કરવામાં આવે છે, પરંતુ તેના અનેક કારણ છે, જેનું મુખ્ય કારણ છે એ નામનું ખોટી રીતે પ્રસિદ્ધ થવું.

વિશ્વભરમાં લગભગ મોટા ભાગના લોકો જર્મન કાર નિર્માતા કંપની મર્સિડીઝ બેન્ઝને ‘મર્સિડીઝ'ના નામથી બોલાવે છે. એવું એટલા માટે કે આ ઉચ્ચારણ દરેક સ્થળે ફેમસ છે. એ સાચું છે કે આપણે જે સાંભળીએ છીએ તે બોલીએ પણ છીએ, શું તમને ખબર છે કે આ કાર કંપનીનું સાચું નામ મર્કિડીઝ બેન્ઝ છે. જે એક જર્મન શબ્દ છે, પરંતુ અમેરિકામાં જ્યારે આ કારને રજૂ કરવામાં આવી તો તે સમયે અમેરિકનોએ તેને મર્સિડીઝ બેન્ઝ તરીકે ઉચ્ચારવાનું શરૂ કરી દીધું.

હવે અંગ્રેજીના મામલે વિશ્વભરમાં યુકે અને યુએસના જ અંગ્રેજીને વધુ પડતાં લોકો ફોલો કરે છે, તેથી મર્કિડીઝ બદલાઇને મર્સિડીઝ બની ગયું. આવી ઘણી બધી કાર બ્રાન્ડ છે, જેનું ઉચ્ચારણ મોટાભાગે લોકો ખોટું કરે છે, તો ચાલો તસવીરો થકી આ તમામ કાર બ્રાન્ડના સાચા ઉચ્ચારણ અંગે જાણીએ.

જર્મન કાર કંપની પોર્શે

જર્મન કાર કંપની પોર્શે

જાણીતી જર્મન કાર નિર્માતા કંપની પોર્શેથી મોટાભાગના લોકો માહિતગાર હશે. પોર્શે(Porsche) એક જર્મન શબ્દ છે. સામાન્યતઃ લોકો તેને પોર્શે અથવા પછી કેટલાક લોકો તેને પોર્ચે ઉચ્ચારે છે, પરંતુ ખરા અર્થમાં તે પોર્શ છે, જર્મન તેને આ પ્રકારે જ ઉચ્ચારે છે.

અલ્ફા રોમિયો

અલ્ફા રોમિયો

આ છે અલ્ફા રોમિયો, તમને જણાવી દઇએ કે કોઇ પણ નામને લખવા અને સાચી રીતે ઉચ્ચારવામાં તફાવત હોય છે, કારણ કે, તમે કોઇ નામને તમારી ભાષામાં લખી શકો છો, પરંતુ તેનું ઉચ્ચારણ પણ તમારી ભાષામાં કરવામાં આવે તે જરૂરી નથી. અલ્ફા રોમિયોમાં વાસ્તવિક્તામાં અલ્ફા પછી રો-મી-યો (Alfa ro-ME-yo) જેવું ઉચ્ચારણ સાચું છે.

ઑડી

ઑડી

ઑડી ભારતીય લક્ઝરી કાર બજારમા ઘણા ઝડપથી લોકપ્રીય થનારું નામ છે. મોટા ભાગના લોકો તેને ઓડી તરીકે ઉચ્ચારિત કરે છે, પરંતુ તે (aw-dee) એટલે કે ઑડી છે, ના કે (o-dee) ઓડી.

બીએમડબલ્યુ

બીએમડબલ્યુ

બીએમડબલ્યુથી તો તમામ લોકો પરીચિથ હશે. એટલે કે અંગ્રેજીના ત્રણ અક્ષરોનું મિશ્રણ છે, જેમ કે BMW, પરંતુ શું તમને ખબર છે કે, તેનું સાચું ઉચ્ચારણ બીએમડબલ્યુ ના બદલે બીએમવે (bey-em-vey) છે. આ એક જર્મન શબ્દ છે અને જર્મનમાં તેનું પૂરુ નામ બેરિશ્ચે મોટરન વ્રેક છે, (Bayerische Motoren Werke) જેને બીએમવે ઉચ્ચારિત કરવામાં આવે છે.

શેવરોલે

શેવરોલે

શેવરોલે ભારતીય બજારમાં ઘણા ઝડપથી પ્રચલિત થયેલી બ્રાન્ડ છે. અમેરિકન વાહન નિર્માતા કંપની જનરલ મોટર્સની શાનદાર કાર બ્રાન્ડ શેવરોલે દેશના રસ્તા પર અનેક શાનદાર કાર રજૂ કરે છે, પરંતુ મોટા ભાગના લોકો ેતને ચેવરોલે, ચેવૂ, શૈવરોલે વેગેર નામથી ઉચ્ચારે છે, જે સંપૂર્ણપણે ખોટું છે. ખરા અર્થમા તે શેવ-રો-લે (shev-ro-ley) તરીકે ઉચ્ચારિત કરવું ઉચિત છે.

સિટ્રોન

સિટ્રોન

સિટ્રોન એક ફ્રેન્ચ શબ્દ છે, તેથી તેનો દરેક વ્યક્તિ યોગ્ય ઉચ્ચારણ નથી કરી શકતી, પરંતુ પ્રયાસ કરી શકાય છે ને ધ્યાન આપવામાં આવે તો તેમાં મુશ્કેલી પણ નહીં થાય. તેથી તેને આ પ્રકારે ઉચ્ચારિત કરો, (SEET-tro-en) સિટ-ટ્રો-એન.

હુન્ડાઇ

હુન્ડાઇ

દેશના રસ્તા પર બીજી સૌથી મોટી કોરિયન કાર નિર્માતા કંપની હુન્ડાઇના નામનું ઉચ્ચારણ કરવામાં પણ લોકો ક્યારેય થાપ ખઇ જાય છે, જી હાં, કેટલાક તેને હુન્ડઇ, હુંડે જેના નામોથી ઉચ્ચારિત કરે છે, પરંતુ સાચા અર્થમાં તેને (Hyoon-dey) અથવા તો (hh-yonn-de) ઉચ્ચારિત કરો. ધ્યાન રાખો કે અહીં એચ પર થોડા સમય માટે રોકવામાં આવ્યા છે. જ્યારે એમેરિકન તેને (Hon-dey) હૂંડે ઉચ્ચારિત કરવાનું વધારે પસંદ કરે છે. એ તમારી પર નિર્ભર કરે છે કે, તમે તેને કેવી રીતે ઉચ્ચારિત કરો છો.

કોઇનેગ્સેગ

કોઇનેગ્સેગ

કોઇનેગ્સેગ, લખવામાં તેને સેગ લખાય છે, પરંતુ ઉચ્ચારણ થોડુ અલગ છે. આ એક એવી કાર બ્રાન્ડ છે, જેનું નામ કદાચ તમને પહેલીવાર સાંભળવા અને વાંચવા મળ્યું હશે, તેથી તેનું ઉચ્ચારણ તમે યોગ્ય રીતા કદાચ ના પણ કરી શકો. ખરા અર્થમાં આ નામ ત્રણ શબ્દોમાં વહેચાયેલું છે, જેને કોઉ-નિગ-જેગ(kou-nig-zegg). ધ્યાન રાખો કે એસ લખવામાં આવવાના કારણે તેને સેગ તરીકે ના વાંચો.

મર્સિડીઝ

મર્સિડીઝ

ખરા અર્થમાં આ મર્સિડીઝ નહીં પરંતુ મર્કિડીઝ છે, જેનો પ્રયોગ જર્મનમાં કરવામાં આવે છે, એ વાત સાચી છે કે તમારા દેશની કોઇ ઉત્પાદનું કોઇ અન્ય વ્યક્તિ ખોટી રીતે ઉચ્ચારણ કરે તો આપણું મન તેને સાચું કરવાનું જરૂરથી કહેશે, પરંતુ અમેરિકનોના કારણે આ નામ બદલાઇ ગયું, જો કે, જેવો પરિવેશ છે હવે આ બન્ને કહેવું ખોટું નથી.

પ્યૂઝો

પ્યૂઝો

જેવું અમે શરૂઆતમાં કહ્યું છે કે, ફ્રેન્ચ શબ્દનું સાચુ ઉચ્ચારણ કરવું ઘણું જ મુશ્કેલ છે. તેવું અહી પણ થયું છે, પ્યૂઝો માત્ર લખવા માટે છે, પરંતુ તેનુ ઉચ્ચારણ અલગ છે. કેટલાક લોકો તેને પ્યૂઝિયોટ, પ્યૂઝો જેવા ઉચ્ચારિત કરે છે, પરંતુ સાચો અર્થ છે પો-જ્સો (poo-jsho).

 રેનો

રેનો

ફ્રેન્ચ કાર નિર્માતા કંનપી રેનોલ્ટ(માત્ર લખવા માટે) ખરા અર્થમાં તે રેનો છે.

 ફોક્સવેગન

ફોક્સવેગન

ફોક્સવેગન, આ વધુ એક જર્મન શબ્દ છે. કેટલાક લોકો તેને વોક્સવેગન તરીકે ઉચ્ચારિત કરે છે, પરંતુ સ્પેલિંગથી થાપ ના ખાશો. ખરા અર્થમાં તે (folks-va-gun) ફોક્સવાગન છે.

English summary
Any auto addict should know how to properly say automotive brand names. However there are certain car company names, which are frequently mispronounced. Here is a list of automotive brands put together from our end, which are frequently mispronounced.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more