• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હેલમેટના વિકલ્પોના ફાયદા અને નુક્સાન

|

ગુજરાત સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં ટૂ વ્હીલર ચલાવતી વખતે હેલમેટ પહેરવું જરૂરી છે, જે એક સારી બાબત છે. હેલમેટનો સાચો ઉપયોગ કોઇ દુર્ઘટનાની પરિસ્થિતિમાં તમારી જાનને પણ બચાવી શકે છે. આ લેખમાં અમે એ જાણવાનો પ્રયાસ કરીશું કે એક ફુલ ફેસ હેલમેટ કેવી રીતે અન્ય પ્રકારના હેલમેટોની સરખામણીએ સારા છે, પરંતુ આ પહેલા તમારા માટે એ જાણવું જરૂરી છેકે જો હેલમેટને યોગ્ય રીતે બાંધવામાં ન આવે તો તેને પહેરવાનો કોઇ ફાયદો નથી.

જો હેલમેટને સાચી રીતે બાંધવામાં ન આવે તો બાઇક સવાર નીચે પડે તો તે અલગ થઇ જાય છે અને તેવામાં જમીન સાથે અથડાતી વખતે માથાની કોઇપણ પ્રકારની સુરક્ષા રહેતી નથી. ભારતમાં માર્ગ અકસ્માત સંબંધી સાચા આંકડાઓ ઘણા જ ઓછા છે. તો તેવામાં આપણને એ વાતની જાણકારી ક્યારેય મળી શકશે નહીં કે માર્ગ અકસ્માતમાં કેટલા લોકોએ હેલમેટનો સાચી રીતે ઉપયોગ નહીં કરવાના કારણે પોતાનો જીવ ગુમાવે છે. આ મામલે જાપાન ઘણું આગળ છે. ત્યાં અકસ્માતના ઘણા જ સારા આંકડાઓ છે અને ટૂ વ્હીલર વાહન અકસ્માતમાં જાન ગુમાવનારાઓમાં સૌથી મોટી માત્રામાં એ લોકો હોય છે, જેમની હેલમેટ અકસ્માત સમયે નીચે પડી જાય છે. તો તમને અનુરોધ છેકે તમારા હેલમેટને ટાઇટ બાંધો, નહીંતર હેલમેટ પહેરવા અને નહીં પહેરવાની વચ્ચે કોઇ અંતર નહીં રહે.

તો ચાલો તસવીરો થકી જાણીએ બજારમાં વેચતા હેલમેટ અંગે અને તેમના ફાયદા અને નુક્સાન અંગે.

હેલમેટના ફાયદા અને નુક્સાન

હેલમેટના ફાયદા અને નુક્સાન

હેલમેટના ફાયદા અને નુક્સાન જાણવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો.

હેલમેટના પ્રકાર

હેલમેટના પ્રકાર

સામાન્ય પ્રકારે હેલમેટ ત્રણ પ્રકારના હોય છે. ઓપન, ફ્લિપ અપ અથવા તો મોડ્યુલર અને ફુલ ફેસ હેલમેટ. દરેકને પોતાના ફાયદા છે, પરંતુ જેમાંથી એક અન્યનો સારા એવા અંતરથી માત આપતા નજરે ચઢે છે. તો ચાલો જાણીએ એ કોણ છે.

ઓપન ફેસ હેલમેટ

ઓપન ફેસ હેલમેટ

ઓપન ફેસ હેલમેટ ફુલ ફેસ હેલમેટની સરખામણીએ વધુ ઠંડુ હોય છે. આ સાથે જ તેની વિઝેબિલિટી પણ સારી હોય છે અને સ્ટાઇલના મામલે પણ તે અન્યો કરતા અલગ હોય છે, પરંતુ જરા વિચારો બાઇક પરથી પડવાની સ્થિતિમાં જ્યારે ચહેરો જમીનથી અથડાય છે, તો સ્ટાઇલ મહત્વની નથી હોતી, પરંતુ સુરક્ષા મહત્વની છે.

ફ્લિપ-અપ અથવા મોડ્યુલર હેલમેટ

ફ્લિપ-અપ અથવા મોડ્યુલર હેલમેટ

ફ્લિપ અપ અથવા મોડ્યુલર હેલમેટ આજકાલ ઘણા ચલનમાં છે. તે અમુક અંશે ફુલ ફેસ હેલમેટ જેવી જ સુરક્ષા પ્રધાન કરે છે, પરંતુ તેની સાથે જ સિગનલ વિગેરે બાઇક સવાર તેને ઉપર કરીને ઠંડકની અનુભૂતિ લઇ શકે છે. જોકે, આ હેલમેટ અંગે અનેક પ્રકારના અભિપ્રાય છે. કેટલાક લોકોનું માનવું છેકે અકસ્માત સમયે આ હેલમેટ ઉપર ખસકી જાય છે, જેનાથી સંપૂર્ણ સુરક્ષા મળતી નથી. કેટલાક લોકોનો અભિપ્રાય તેનાથી અલગ છે, તે માને છેકે આ હેલમેટ સંપૂર્ણ પ્રકારે ફુલ ફેસ હેલમેટ જેવી જ સુરક્ષા પૂરી પાડે છે અને ફ્લિપ કરીને ઓપન ફેસ હેલમેટ જેવી ઠંડકનો અનુભવ કરાવે છે. જોકે, અમારી નજરમાં સુરક્ષાનો કોઇ વિકલ્પ નહીં.

ફુલ ફેસ હેલમેટ

ફુલ ફેસ હેલમેટ

પરંતુ રસ્તા પર સંપૂર્ણ સુરક્ષા માટે તપાસેલા વિકલ્પ ફુલ ફેસ હેલમેટ જ છે. આ હેલમેટના બાકીના વિકલ્પો પર ભારે પડે છે. તે માથુ અને ગરદનને સુરક્ષા પ્રદાન કરે છે. તેની સાથે જ ધૂળ, ઉડતા પથ્થર અને ગંદકી સામે પણ રક્ષા કરે છે. ઠંડીના મોસમમાં તમને ગરમ રાખવામાં મદદ કરે છે અને સૌથી જરૂરી વાત તેને સાચી રીતે બાંધવા પર તે હેલમેટના ખુલવાનો ભય ઘણો જ ઓછો થઇ જાય છે.

 જરૂરી વાતો

જરૂરી વાતો

અમેરિકામાં સ્ટેટ સ્ટિક છે, તેમાં કહેવામાં આવ્યું છેકે અકસ્માતની સ્થિતિમાં 60 ટકા કરતા વધારે હેલમેટ ઠોઢીથી લઇને વાઇઝરના ક્ષેત્રની વચ્ચે અથડાઇ છે. આ આંકડા ફુલ ફેસ હેલમેટની સુરક્ષાને દર્શાવે છે અને આંકડાઓની નજરે ભારતમાં પણ સ્થિતિ તેનાથી અલગ નથી અને આ આંકડાઓના આધારે એવું કહીં શકાય છેકે ટૂ વ્હીલર ચાલકોની સુરક્ષા માટે ફુલ ફેસ હેલમેટ વધુ અસરકારક હોય છે, જે આપમા સંપૂર્ણ ચહેરાની રક્ષા કરે છે.

ટિપ્સ

ટિપ્સ

ફુલ ફેસ હેલમેટના પણ પોતાના નુક્સાન છે. ગરમીઓમાં આ ઘણા ગરમ થાય છે અને તેનાથી બચવા માટે અમે બિન જરૂરી રૂમાલ અંદર લાગેલો રહે છે. તેની સાથે જ ઠંડી અથવા વરસાદોમાં મોસમમાં ધૂમ્મસ છવાઇ જાય છે, પરંતુ તેનાથી બચવાના રસ્તા પણ છે. મોસમમાં હેલમેટના કાંચ પર ધૂમ્મસને રોકવા માટે તેને શેમ્પૂ અથવા શેવિંગ ફાર્મ થકી સાફ કરો. તેનાથી એક પરત જામી જાય છે, તો ધૂમ્મસ અને પાણીને ટકવા દેતા નથી. આ વાતનો પણ ધ્યાન રાખો કે તમે જે હેલમેટ ખરીદો તેમાં હવા આવવા-જવાની જગ્યા હોય.

અને અંતમાં

અને અંતમાં

કઇ પણ કહેવામા આવે, પરંતુ વિજેતા હમેશા એ જ બનશે, જે અધિક સુરક્ષિત હોય અને આ મામલામાં ફુલ ફેસ હેલમેટ સંપૂર્ણ સુરક્ષાનો દાવો કરે છે અને અસંખ્ય સ્ટાઇલ અને રંગોમાં હાજર આ હેલમેટ હવે સ્ટાઇલ સ્ટેટમેન્ટ પણ બની શકે છે. સાચી રીતે બાંધવામાં આવેલો સ્ટાઇલ સ્ટેટમેન્ટ હંમેશા માટે.

English summary
Find out the advantages of full-face helmets in our story. We cover full-face helmets vs open-face helmets & why a full-face helmet is the best option.
Get Instant News Updates
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more