જીએસટીના કારણે મારુતી સુઝુકીએ, ભાવ ઘટાડ્યા

Posted By:
Subscribe to Oneindia News

ભારતની સૌથી મોટી કાર નિર્માણ કંપની મારુતી સુઝુકી ઈન્ડિયા લિમિટેડે જીએસટીના નવા કર મુજબ તેની કિંમતોમાં 3 ટકા સુધી ઘટાડો કર્યો છે જેનો સીધો લાભ કંપની ગ્રાહકોને આપવા માગે છે. એક રિપોર્ટ મુજબ જીએસટીના નવા દર અતંર્ગત મારુતી સુઝુકીના જૂના શોરુમની કિંમતોમાં 3 ટકાની ઘટ જોવા મળી છે. કંપનીએ કહ્યું છે કે જીએસટી પહેલા વેટમાં કાપના દર અલગ હતા.

car

કંપનીના સીઈઓ અને એમ.ડી કેનીચી અયાકાવાએ જણાવ્યુ કે ભારત સરકાર અને તમામ નિતી નિર્માતાઓ, જીએસટીને લાગુ કરવા બદલ અભિનંદના હકદાર છે. આ યુગ ખરેખરમાં સુઘારનો યુગ છે. જીએસટી વેપારમાં બહુમોટો ફાળો ધરાવે છે. જે વેપારને સરળ બનાવે છે. વધુમાં તેઓએ જણાવ્યુ કે આ સુધારએ ભારતની પ્રતિબદ્ધતાનું મોટું ઉદાહરણ પુરું પાડે છે. દેશના વિકાસ માટેના તમામ જટિલ મુદાઓ પર એક સાથે સુધાર કરી શકાય છે.

car

હાઈબ્રિડ વહાનો પરના ટેક્સની વાપસીના કારણે સ્માર્ટ હાઈબ્રિડ સીએચ ડિઝલ અને હાઈબ્રિડ એટિગા ડિઝલની કિંમતમાં વુદ્ધી થઈ છે. 1 જુલાઈ 2017થી કારની નવી કિંમતોથી પ્રભાવિત છે. મારુતી સુઝુકી જીએસટીનો લાભ ગ્રાહકોને આપે છે જે ભારતની એક મોટી કાર કંપનીની પહેલ તરીકે ખરેખરમાં આવકારવા લાયક છે. આશા છે કે મારુતીની જેમ બીજી કાર કંપનીઓ પણ આવી પહેલ કરે જેથી ગ્રાહક અને કંપની બંન્નેને લાભ થાય.

English summary
GST effect Maruti prices decreased 3 percent. Read here more on this news.
Please Wait while comments are loading...