For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વની સૌથી સસ્તી હાર્લે ડેવિડસન આવી રહી છે ભારત

|
Google Oneindia Gujarati News

હાર્લે ડેવિડસનના શૌખીનો માટે એક સારા સમાચાર છે. દરેકનું સ્વપ્ન હોય છે કે, તે હાર્લે ડેવિડસનની બાઇકને લઇને શહેરના રસ્તાઓ પર ટહેલવા માટે નીકળે, પરંતુ હાર્લેની ઉંચી કિંમતના કારમે આ સ્વપ્ન મોટાભાગના બાઇક લવર્સ માટે એક સ્વપ્ન માત્ર બનીને રહી ગયું હતું. જો કે, હવે એવું નહીં થાય, જી હાં, હવે બાઇક લવર્સ હાર્લેની સવારીના પોતાના સ્વપ્નને અમુક હદ સુધી સહેલાયથી પૂરુ કરી શકશે.

કારણ કે, ભારતમાં વિશ્વની સૌથી સસ્તી હાર્લે ડેવિડસનની શાનદાર બાઇકને લોન્ચ કરવામાં આવી રહી છે. હાર્લે ડેવિડસન, ભારતમાં પોતાની નવી બાઇક 500 સીસીની ક્ષમતાની બાઇકને ઉતારવાની પૂરી તૈયારી કરી ચૂકી છે. તાજેતરમાં જ દેશના રસ્તાઓ પર આ નવી હાર્લે ડેવિડસનનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું. તો ચાલો તસવીરો થકી જોઇએ, હાર્લે ડેવિડસનની આ નવી 500 સીસીની બાઇકને.

ભારતીય રસ્તાઓ પર દોડવા માટે તૈયાર

ભારતીય રસ્તાઓ પર દોડવા માટે તૈયાર

આગળ નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને જૂઓ, વિશ્વની સૌથી સસ્તી હાર્લે ડેવિડસન ભારતીય રસ્તાઓ પર દોડવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

નવી બાઇક છે 500 સીસીની

નવી બાઇક છે 500 સીસીની

અત્યારસુધી દેશમાં જે હાર્લે ડેવિડસન છે, તે 883 સીસીની ક્ષમતાની બાઇક છે, પરંતુ આ જે નવી બાઇક છે, એ 500 સીસીની ક્ષમતા ધરાવે છે. જેના કારણે આ બાઇકની કિંમત અન્યની તુલનામાં ઘણી જ ઓછી હશે. આ ઉપરાંત તેની પાછળનું એક કારણ એ પણ છે કે, આ બાઇકનું પૂર્ણતઃ નિર્માણ ભારતમાં જ કરવામાં આવશે.

ઓછી કિંમતની બાઇકને રજૂ કરવાની શરૂઆત

ઓછી કિંમતની બાઇકને રજૂ કરવાની શરૂઆત

હાર્લે ડેવિડસન ભારતીય યુવાઓને આકર્ષવા માટે સતત ઓછી કિંમતની બાઇકને રજૂ કરવામાં લાગી છે. શરૂઆતમાં હાર્લેની બાઇકને ભારતમાં ઇમ્પોર્ટ કરીને લાવવામાં આવતી હતી, પરંતુ ગત વર્ષે કંપનીએ ભારતમાં જ પોતાની બાઇકને એસેમ્બલ કરવાનું શરુ કર્યું, જેથી ઓછી કિંમતમાં બાઇક ગ્રાહકો સુધી પહોંચાડી શકાય.

500 સીસીની બાઇકનું ભારતીય રસ્તા પર પરિક્ષણ

500 સીસીની બાઇકનું ભારતીય રસ્તા પર પરિક્ષણ

તમે તસવીરમાં જોઇ શકો છો કો, નવી 500 સીસીની બાઇકનું ભારતીય રસ્તા પર પરિક્ષણ કરવામાં આવી રહ્યું છે. ઘણા જ આકર્ષક લુક અને દમદાર એન્જીન ક્ષમતાથી સજેલી આ બાઇક ભારતીય યુવાઓને નક્કી પસંદ પડશે.

34-35 હોર્સ પાવરની શક્તિ આપશે

34-35 હોર્સ પાવરની શક્તિ આપશે

આ બાઇકમાં 500 સીસીની ક્ષમતાના જે એન્જીનનો પ્રયોગ કરવામાં આવ્યો છે, તે બાઇકને લગભગ 34-35 હોર્સ પાવરની શક્તિ પ્રદાન કરશે. ભારતીય બજારમાં રોયલ એન્ફિલ્ડની થંડરબર્ડની એક એવી બાઇક છે, જે 500 સીસીની ક્ષમતાના સેગ્મેન્ટમાં હાજર છે.

 500 સીસીની બાઇકની કિંમત

500 સીસીની બાઇકની કિંમત

જો કે, કંપનીએ હજુ 500 સીસીની હાર્લે ડેવિડસનની કિંમત અંગે કોઇ જાણકારી આપી નથી, પરંતુ આશા રાખવામાં આવી રહી છે કે, આ બાઇકની કિંમત અંદાજે 4થી 5 લાખ રૂપિયા હોઇ શકે છે. હવે આ અત્યારસુધીની વિશ્વની સૌથી સસ્તી હાર્લે ડેવિડસન બાઇક હશે.

English summary
Test mules of 500cc Harley Davidson were spotted recently. 500cc Harley Davidson will be built in India and are expected to arrive in India sometime next year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X