For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં દસ્તક આપશે હાર્લે ડેવિડસનની ‘મોસ્ટ હાઇટેક બાઇક’

|
Google Oneindia Gujarati News

હાર્લે ડેવિડસન પોતાની શાનદાર શક્તિશાળી બાઇક્સ માટે ભારતીય ઓટો બજાર સહિત વિશ્વભરમાં લોકપ્રીય છે, ખાસ કરીને યુવાનોમાં હાર્લે ડેવિડસનની બાઇકનો ઘણો જ ક્રેઝ જોવા મળે છે. હાર્લે ડેવિડસને પોતાના 2014ના પ્રોજેક્ટ રશમોર સ્ટ્રીટ ગ્લાઇડને લોન્ચ કરી છે, જે ભારતમાં સૌથી એડવાન્સ્ડ ક્રૂઝર બાઇક છે. આ બાઇકનો ક્રૂઝર ભાગ તેની શક્તિ છે, કંપનીએ આ બાઇકમાં હાઇ આઉટપુટ ટ્વિન કેમ 103 એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભારતમાં હાર્લે ડેવિડસનની આ બાઇક ઇન્પોર્ટ કરીને લાવી શકાય છે અને તેની કિંમત અંદાજે 29 લાખ રૂપિયાની આસપાસ હોઇ શકે છે.

હાર્લે ડેવિડસનના પ્રોજેક્ટ રશમોરને ગ્લોબલ રાઇડર કસ્ટમરને ધ્યાનમાં રાખી હાથ ધરવામાં આવ્યો છે, આ બાઇક પ્રોજેક્ટ રશમોર આધારિત છે, જેમાં કેટલાક એવા ફીચર્સ આપવામાં આવ્યા છે, જે મોસ્ટ હાઇટેક છે અને એન્જીન ટેક્નોલોજી લેટેસ્ટ છે, આ બાઇકની રાઇડિંગના અનુભવની તોલે કોઇપણ બાઇક આવી શકે તેમ નહીં હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે અહીં તસવીરો થકી હાર્લે ડેવિડસનની આ બાઇકની અન્ય ખાસિયતો જણાવવામાં આવી છે.

કન્ટ્રોલ

કન્ટ્રોલ

બાઇકના કન્ટ્રોલ ફીચરની વાત કરવામાં આવે તો બાઇકમાં ડ્યુએલ હેલોજન લાઇટિંગ, રિફ્લેક્સ લિંક્ડ બ્રેક્સ, એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ, 49 એમએમ સ્ટિફર સાથે ફ્રન્ટ સસ્પેન્શનમાં સુધારો, હાઇ આઉટપુટ ટ્વિન કેમ 103 પાવરટ્રેઇન, આ તમામ ફીચર 2014 સ્ટ્રીટ ગ્લાઇડમાં છે.

ઇન્ફોટેન્મેન્ટ

ઇન્ફોટેન્મેન્ટ

ઇન્ફોટેન્મેન્ટ અંગે વાત કરવામાં આવે તો બાઇકમાં નવા કલર સ્ક્રીન બૂમ, બોક્સ ઇન્ફોટેન્મેન્ટ સિસ્ટમ સાથે 5.25 ઇંચ સ્પિકર્સ, બ્લુટૂથ અને યુએસબી કનેક્ટિવિટી, વોઇસ રેકોગ્નાઇઝેશન, ટેક્સ્ટ ટૂ સ્પીચ ટેક્નોલોજી, જીપીએસ નેવિગેશન સહિતના ફીચર્સ આપવામાં આવ્યા છે.

ફીલ

ફીલ

બાઇકના અન્ય પહેલુઓ પર ધ્યાન આપવામાં આવે તો કવર ન્યુ બાટવિંગ ફેઇરિંગ, રિફાઇનિંગ પેસેન્જર સીટિંગ એરિયા, એરોડાઇનેમિક અને એર્ગોનોમિક્સ. જે આરામદાયક લાગે છે.

સ્ટાઇલ

સ્ટાઇલ

સ્ટાઇલની વાત કરવામાં આવે તો સ્ટાઇલમાં પણ હાર્લે ડેવિડસનની બાઇક ઘણી જ આકર્ષક હોય છે. આ બાઇકને પણ અન્ય હાર્લે ડેવિડસન કરતા વિશેષ આકર્ષક બનાવાઇ છે. આ બાઇકમાં ટૂર પેક, સેડ્ડલબેગ્સ, વન ટચ ડિઝાઇન એલીમેન્ટ્સ, સ્લીકર ફેન્ડર્સ, લાઇટર કાસ્ટ એલ્યુમિનિયમ વ્હીલ્સ હેન્ડ કન્ટ્રોલ સ્વીચ, જેવા નવા ફીચર્સનો ઉપયોગ બાઇકને વધુ સ્ટાઇલિશ બનાવે છે.

English summary
Harley Davidson has launched 2014 Project Rushmore Street Glide, one of its most advanced cruiser bike in India. The cruiser, part of the Rushmore Project comes powered by a ‘High Output Twin Cam 103' engine. The bike will com to India via the import route and hence will be priced at INR 29 lakhs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X