For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોર્શેની સ્પોર્ટ કાર, સ્પીડ 344 કિમી, એવરેજ 30 કિમી

|
Google Oneindia Gujarati News

સ્પોર્ટ કારનું નામ સાંભળતા જ દરેકના મનમાં એક શાનદાર ડિઝાઇનવાળી હવા સાથે વાતો કરતી કારની છબી ઉભરી આવે છે. સાથે જ સ્પીડ એવી કે, જૂઓ એ પહેલાં જ કાર તમારી આંખો સમક્ષથી ઓઝલ થઇ જાય, પરંતુ આ દરમિયાન જે બીજી વાત લોકોના મનમાં આવે છે કે તે કેટલી એવરેજ આપે છે.

એક ટ્રિપિકલ ઇન્ડિયન પ્રશ્ન, આજના સમયે ઇંધણની કિંમતને જોઇને આ પ્રશ્ન દિમાગમાં આવે એ વ્યાજબી છે, પરંતુ પોર્શેએ એક એવી હાઇબ્રિડ સ્પોર્ટ કારને ફ્રેંકફર્ટ મોટર શોમાં રજૂ કરી છે, જે જેટલી તમને તેની સ્પીડથી અવાક કરી મૂકે છે, એટલી જ તેની એવરેજથી પણ. જી હાં, આ કાર 1 લીટર પેટ્રોલમાં 30 કિમી સુધી ચાલી શકે છે.

ઘણાં જ આકર્ષક લુક અને દમદાર એન્જીન ક્ષમતાથી સજેલી આ કારની એવરેજ જાણીને દરેક દંગ રહી ગયા. તો ચાલો તસવીરો થકી જાણીએ આ શાનદાર કાર અંગે.

હાઇબ્રિડ સ્પોર્ટ કારની ત્રીજી કાર

હાઇબ્રિડ સ્પોર્ટ કારની ત્રીજી કાર

હાઇબ્રિડ સ્પોર્ટ કાર્સની શ્રેણીમાં આ ત્રીજી કાર છે. આ પહેલા લા ફેરારી અને મેકલેરેન પી 1 છે, પરંતુ પોર્શે 918 સ્પાઇડર આ કાર્સને પણ પોતાના પરફોર્મન્સ થકી પાછળ છોડી ચૂકી છે.

2010માં સૌ પહેલાં કરવામાં આવી હતી રજૂ

2010માં સૌ પહેલાં કરવામાં આવી હતી રજૂ

તમને જણાવી દઇએ કે કંપનીએ પોર્શે 918 સ્પાઇડરને સૌથી પહેલાં વર્ષ 2010માં જીનેવા મોટર શો દરમિયાન રજૂ કરી હતી. આ દરમિયાન આ કારના કોન્સેપ્ટ સંસ્કરણને રજૂ કરવામાં આવ્યું હતું.

હાઇ સ્પીડનો રેકોર્ડ

હાઇ સ્પીડનો રેકોર્ડ

પોર્શે 918 સ્પાઇડરને તાજેતરમાં જ નર્બનિંગ ટ્રેક પર 6.57 સેકન્ડમાં પોતાની હાઇ સ્પીડનો રેકોર્ડ કર્યો હતો. આ કારનુ એન્જીન આ કારને એ બધું આપી શકે છે, જેના માટે આ કાર જાણીતી છે.

600 હોર્સ પાવરની દમદાર શક્તિ

600 હોર્સ પાવરની દમદાર શક્તિ

તમને જણાવી દઇએ કે, પોર્શે 918 સ્પાઇડરમાં કંપની 4.6 લીટરની ક્ષમતાના વી8 એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો કે, લગભગ 600 હોર્સ પાવરની દમદાર શક્તિ ઉત્પન્ન કરવા સક્ષમ છે.

બે ઇલેક્ટ્રિક મોટરનો પ્રયોગ

બે ઇલેક્ટ્રિક મોટરનો પ્રયોગ

આ ઉપરાંત પોર્શે 918 સ્પાઇડરમાં બે ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે અલગ અલગ 115 કિલોવોટ(154 હોર્સ પાવર) અને 95 કિલોવોટ(127 હોર્સ પાવર)ની શક્તિ પ્રદાન કરે છે.

220 કિલોવોટની શક્તિ

220 કિલોવોટની શક્તિ

તમને જણાવી દઇએ કે આ બન્ને મોટર 220 કિલોવોટની શક્તિનું લીથિયમ પાવર લીક્વિડ બેટરી દ્વારા ઉર્જા પ્રાપ્ત કરે છે. આગળ નેકસ્ટ બટન પર ક્લિક કરો અને આ કારની સ્પીડ અંગે જાણો.

કારની દમદાર સ્પીડ

કારની દમદાર સ્પીડ

પોર્શે 918 સ્પાઇડરની દમદાર સ્પીડ...0-100 કિમી પ્રતિ કલાક- 2.8 સેકન્ડ, 200 કિમી પ્રતિ કલાક- 7.7 સેકન્ડ, 300 કિમી પ્રતિ કલાક- 22 સેકન્ડ.

વધુંમાં વધું સ્પીડ 344 કિમી પ્રતિ કલાક

વધુંમાં વધું સ્પીડ 344 કિમી પ્રતિ કલાક

પોર્શે 918 સ્પાઇડરની અધિકતમ સ્પીડ 344 કિમી પ્રતિ કલાક છે. આ સ્પીડમાં જર્મનીની આ કારને એક રેસ સર્કિટમાં ટેસ્ટ કરવામાં આવી છે. એટલું જ નહીં આ કાર એ સર્કિટની ત્રીજી સૌથી ઝડપી કાર છે.

પૂર્ણતઃ ઇલેક્ટ્રિક હાઇબ્રિડ કાર

પૂર્ણતઃ ઇલેક્ટ્રિક હાઇબ્રિડ કાર

પોર્શે 918 સ્પાઇડર એક પૂર્ણતઃ ઇલેક્ટ્રિક હાઇબ્રિડ કાર છે અને હાઇબ્રિડ સ્પોર્ટ કાર માટે આ સ્પીડ ઘણી વધારે છે. આ ઉપરાંત કંપનીએ આ કારને વધું એક બાબતે શાનદાર બનાવી છે. આ કર લગભગ 16થી 32 કિમી સુધી હાઇબ્રિડ પાવરથી ચાલવા માટે સક્ષમ છે. આ મામલે આ કાર લા ફરારી અને મેક્લેરેન બન્નેને પાછળ છોડી દે છે.

પોર્શે કંપનીનો દાવો

પોર્શે કંપનીનો દાવો

પોર્શે કંપનીએ દાવો કર્યો છે કે, પોર્શે 918 સ્પાઇડર 1 લીટર ઇંધણમાં 30 કિમી સુધી ચાલી શકે છે. આ ઉપરાંત કાર્બન ઉત્સર્જન મામલે પણ આ કાર જેવી કોઇ કાર નથી. આ કાર પ્રતિ કિમી માત્ર 70 ગ્રામ કાર્બનનું ઉત્સર્જન કરે છે, જે વિશ્વની સૌથી લોકપ્રિય હાઇબ્રિડ કાર ટોયોટા પ્રોયસ કરતા પણ ઓછી છે. ટોયોટા પ્રોયસ પ્રતિ કિમી 90 ગ્રામ કાર્બનનું ઉત્સર્જન કરે છે.

English summary
Porsche 918 Spyder hybrid supercar has been revealed in Frankfurt. Porsche has set Nurburging lap record with 918 Sypder with lap time of 6 min 57 secs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X