For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હોન્ડાએ રજૂ કરી એક્ટિવા 1, કિંમત 44,200

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 12 જૂનઃ હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા(એમએચએસઆઇ)એ પોતાનું નવું સ્કૂટર એક્ટિવા 1 રજૂ કર્યું છે. દિલ્હીમાં તેની કિંમત 44,200 રૂપિયા છે. આ ખંડમાં કંપનીનું આ સૌથી ઇકોનોમિકલી મોડલ છે. ગેર વગરના આ સ્કૂટરમાં 110 સીસીનું એન્જીન છે. આ મહિનાના અંત સુધી આ મોડલને બજારમાં વેંચાણ અર્થે મુકી દેવામાં આવશે.

નવું સ્કૂટર રજૂ કરવાના અવસરે કંપનીના અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી કૈતે મુરામત્સુએ કહ્યું કે ઓટોમેટિક સ્કૂટર બનાવનારી અગ્રણી કંપની એક્ટિવા 1 નામનું નાનું સ્કૂટર રજૂ કર્યું છે. બજારમાં અગ્રણી સ્થિતિ જાળવી રાખવા માટે કંપનીએ રણનીતિ હેઠળ આ સ્કૂટરને રજૂ કર્યું છે.

એમએચએસઆઇ ત્રણ પ્રકારના ગેર વગરના સ્કૂટર બનાવે છે. જેમાં ડિયો, એક્ટિવા અને એવિએટર સામેલ છે. તમામની એન્જીન ક્ષમતા 110 સીસી છે અને તેમની કિંમત 44,718 રૂપિયાથી 53,547 રૂપિયાની વચ્ચે છે.

 એક્ટિવાની કિંમત

એક્ટિવાની કિંમત

તમામને પરવળે તે રીતે આ એક્ટિવાની કિંમત 44,200 રૂપિયા રાખવામાં આવી છે.

એવીએટર સાથે મળતો દેખાવ

એવીએટર સાથે મળતો દેખાવ

ફરી એક વખતા સાઇડનો ભાગ એક્ટિવામાં એવીએટરને મળતો આવે છે. જો કે સરખી ડિઝાઇનમાં આ મોડલને ઘણુ સુવ્યવસ્થિત કરવામાં આવ્યું છે.

અન્ય કેટલાક બદલાવ

અન્ય કેટલાક બદલાવ

નવા એક્ટિવા 1માં અનેક અન્ય બદલાવ કરવામાં આવ્યા છે. જેમાં ડ્યુએલ કરલ ઇન્સ્ટ્રુમેન્ટ કલ્સ્ટર, રીઅર લેમ્પ ક્લસ્ટરને રીડિઝાઇન કરવામાં આવ્યું છે.

સીટમાં બદલાવ

સીટમાં બદલાવ

એક્ટિવા 1માં સીટમાં થોડોક ફેરફાર કરવામાં આવ્યો છે.

અન્ય ફીચર

અન્ય ફીચર

એક્ટિવા કરતા એક્ટિવા 1માં અન્ય કેટલાક ફીચર્સનો ઉમેરો કરવામાં આવ્યો છે. કોમ્બી બ્રેક સિસ્ટમ, સીટ્સ, 18 લીટર અન્ડર સીટ સ્ટોરેજ, ટ્યૂબલેસ ટાયર વિગેરે એક્ટિવા 1માં ઉમેરવામાં આવ્યા છે.

એક્ટિવા 1નું એન્જીન

એક્ટિવા 1નું એન્જીન

એક્ટિવા 1માં 110 સીસી એન્જીન, હોન્ડાની એચઇડી ટેક્નોલોજી આપવામાં આવી છે જેના કારણે એક્ટિવા 1, 60 કિમીની એવરેજ આપે છે.

વિવિધ કલર

વિવિધ કલર

આ એક્ટિવા વિવિધ કલરમાં મળી આવે છે. જેમાં પર્પલ મેટાલિક, આલ્ફા રેડ મેટાલિક વિગેરે છે.

English summary
Honda Motorcycle and Scooter India on Wednesday launched a new scooter, ACTIVA I, priced at Rs 44,200, its most affordable model in the segment.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X