For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અનોખી જાહેરાત જેમાં અપાઇ 100 ટકા મોતની ગેરન્ટી!

|
Google Oneindia Gujarati News

હેડલાઇન વાંચીને નક્કી તમારા મનમાં એક પ્રશ્ન ઉઠ્યો હશે કે આખરે 100 ટકા મોતની ગેરન્ટી એવું શા માટે? આવા જ પ્રશ્ન એ લાખો લોકોના પ્રશ્નમાં પણ ઉઠ્યો હશે જેમણે મોતના હેલ્મેટને જીવંત જોયું હશે. તમે બધાએ પોતાની વાતોને એકબીજા સુધી પહોંચાડવા માટે પ્રયોગ કરેલા એકથી એક અનોખા પ્રચાર કે પછી જાહેરાતની રીત જોઇ હશે.

પરંતુ તમે ક્યારેય એવી જાહેરાત જોઇ છે, જેમાં તમને 100 ટકા મોતની ગેરન્ટી સાથે તમને સચેત પણ કરે. ઓસ્ટ્રેલિયાની ટીએસી હંમેશાથી પોતાની એકથી એક ચઢિયાતી શાનદાર જાહેરાત માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. ખાસ કરીને ઓસ્ટ્રેલિયન ટીએસી દુર્ઘટનાઓ સાથે જોડાયેલી જાહેરાતો માટે જાણીતી છે, આ વખતે પણ ટીએસીએ કંઇક આવું જ કર્યું છે. આ સંગઠને એક અનોખી જાહેરાત તૈયાર કરી છે.

dead-helmet
આ અનોખી જાહેરાતમાં બે હેલ્મેટ છે, જે તમે ઉપરની તસવીરમાં જોઇ શકો છો, તેમ બન્ને હેલ્મેટ કોઇ વ્યક્તિના માથી જેવા દેખાઇ રહ્યાં છે. સાથે જ હેલ્મેટની અંદર લોહીનો લાલ રંગ પણ છે, જે કોઇના પણ રુવાંડા ઉભા કરી શકે છે. એટલું જ નહીં આ પોસ્ટર પર એવું પણ દર્શાવવામાં આવ્યું છે કે, તમારી મોત 100 ટકા નક્કી છે. તમને જણાવી દઇએ કે આ જાહેરાત લોકોને હેલ્મેટ પ્રત્યે જાગરુક કરવા માટે તૈયાર કરવામાં આવી છે.

દેખાવે હેલ્મેટ ભલે નાનું અમથુ હોય પરંતુ તેનું મહત્વ ક્યારેય ઘટના પછી અથવા તો ક્યારેક કોઇને ગુમાવી દીધા પછી થાય છે. આ હેલ્થ પ્રમોશન ફાઉન્ડેશનનું માનવું છે કે આવી જાહેરાત જોઇને નક્કી દરેક વ્યક્તિ હેલ્મેટ વગર બાઇક ચલાવતા પહેલા 100 ટકા વિચારશે. તેમનું માનવું છે કે, તેનાથી લોકોની અંદર ભય અને સાથો-સાથ હેલ્મેટ પ્રત્યેની જાગરુકતા બન્ને વધશે.

English summary
Australian TAC has launche a horror themed advertisment to promote motorcycle safety. This advertisment will force you to wear helmet when you are going on ride.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X