વરસાદમાં કેવી રીતે હંકારવી કાર, આ બાબતોનું રાખો ધ્યાન
કાર ડ્રાઇવિંગ કરવી એ દરેક માટે એક ખાસ અનુભવ સમાન હોય છે. દરેકને સ્નેહીજનોને લઇને હવા સાથે વાતો કરતા હાઇવે પર પોતાની મનપંસદ કારમાં ફરવું પસંદ હોય છે. તેમાં વાદળોની ઘેરાયેલા આકાશ નીચે ખુલા રસ્તાઓ પર વરસાદની ટીપાંઓ વચ્ચે કારમાં સફર તમને વધુ રોમાંચક બનાવી દે છે, પરંતુ ક્યારેક-ક્યારેક આ વાતો કોઇ કવિની કલ્પના જેવી લાગવા માંડે છે. તેનું કારણ આજની ઝડપી લાઇફ છે.
એ વાતનો અંદાજો દરેકને હોય છે, જો કે આ તો વાત થઇ અનુભવની, જે દરેક ચાલકના મનમાં હંમેશા જીવીત રહે છે. જેમ કે આપણે બધા એ વાતથી અવગત થઇ ચૂક્યા છીએ કે દેશભરમાં ચોમાસાએ પોતાની દસ્તક આપી દીધી છે, ચારેકોર ચોમાસાનો માહોલ છે. ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ પડી રહ્યો છે, તો ક્યાંક વરસાદે રોદ્ર સ્વરૂપ ધારણ કરીને કહેર વરસાવ્યો છે.
ઉત્તરાખંડમાં થયેલા જળ વિનાશ પર અમે અમારી સંવેદના વ્યક્ત કરીએ છે અનેઆ વિપરિત પરિસ્થિતિમાં ફસાયેલા લોકો સકુશળ ઘરે પરત ફરે તેવી કામના કરીએ છીએ. તેમ છતાં, આ જીવન છે, જેમાં ઉતાર-ચઢાવ આવતા રહે છે, તો ચાલો થોડીક ઉપયોગી વાતો કરી લઇએ. ડ્રાઇવિંગ માત્ર એક સુંદર અનુભવ જ નથી પરંતુ તેના માટે એક શ્રેષ્ઠ કૌશલ્ય હોવું પણ જરૂરી છે. આજે અમે તેમને આ લેખમાં તમારી ડ્રાઇવિંગ સ્કિલને સ્પાર્ક આપવા અંગે જણાવીશું, એટલે કે વરસાદમાં કાર કેવી રીતે ડ્રાઇવ કરવી તે અંગે ટીપ્સ આપીશું.

જરા અમથી બેજવાબદારી આમંત્રિત કરી શકે છે દુર્ઘટના
વરસાદ દરમિયાન તમારી નાની અમથી બેજવાબદારી તમારા ડ્રાઇવિંગ મજાને દુર્ઘટનામાં બદલી શકે છે. નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને જાણો એ સાત શ્રેષ્ઠ ઉપાયોને જેનાથી તમે વરસાદમાં પણ શાનદાર કાર ડ્રાઇવ કરી શકો છો.

રસ્તાની વચ્ચે રહેવાનું કરો પસંદ
વરસાદમા કાર ડ્રાઇવ કરતી વખતે હંમેશા એ વાતનું ધ્યાન રાખો કે તમે રસ્તાની લગભગ વચ્ચે રહેવાનો પ્રયત્ન કરો. ભારે ટ્રાફિક દરમિયાન એ સંભવ નથી પરંતુ પ્રયત્ન કરો કે તમે રસ્તાના કિનારાની વધુ નજીક ના રહો.

તમારી આગળ હોય એક ગાડી
વરસાદમાં ડ્રાઇવ કરતી વખતે તમારી કાર કોઇ એક ગાડીની પાછળ રહે અને એ ગાડી અને તમારી કાર વચ્ચે એક સુનિશ્ચિત અંતર જાળવી રાખો. જેથી જરૂર પડ્યે તમે તમારી કારને રોકી શકો. તેનાથી તમને આગળના રસ્તાનો સંપૂર્ણ અંદાજો આવી જશે.

ક્રૂજ કન્ટ્રોલનો ઉપયોગ ના કરો
આજના સમયમાં લગભગ દરેક કારમાં ક્રુજ કન્ટ્રોલ એક જરૂરી ફીચર બનીને ઉભરી રહ્યું છે. દરેક વ્યક્તિ આ ફીચરનો ભરપૂર ઉપયોગ કરે છે, પરંતુ તમને જણાવી દઇએ કે વરસાદ દરમિયાન આ ક્રૂજ કન્ટ્રોલ તમારી કારનુ નિયંત્રણ ગુમાવી શકે છે. વરસાદ દરમિયાન ક્રૂજ કન્ટ્રોલને ઓફ રાખો, જેનાથી તમારી કાર તમારા દ્વારા લગાવવામાં આવેલી સામાન્ય બ્રેક પર જ કામ કરશે અને ગાડી લપસવાની સંભાવનાઓ ઘટી જશે. સામાન્ય રોડ એટલે કે સુકા રોડ પર તમે ઓન ક્રૂજ કન્ટ્રોલનો ઉપયોગ કરી શકો છો.

બ્રેકનું ટેસ્ટિંગ કરતા રહો
જો તમે લોંગ ડ્રાઇવ પર છો, એટલે કે કોઇ હાઇવે પર છો તો તમે ઓછામાં ઓછી બ્રેકનો ઉપયોગ કરતા હશો, પરંતુ તમે વચ્ચે-વચ્ચે હળવી બ્રેક મારતા રહો, જેથી બ્રેકિંગ પેડ સુકાતા રહે અને અચાનક જરૂર પડ્યે તેના પર ગ્રીપ સારી રીતે બની શકે.

વરસાદ પર ખાસ ધ્યાન રાખો
એવું સામાન્યતઃ જોવામાં આવે છે કે, લોકો વરસાદમાં યાત્રાનો ભરપૂર આનંદ લેવા માટે કારની અંતર સંગીત સાંભળવાનું પસંદ કરે છે. ખરેખર તે આનંદદાયક છે, પરંતુ વોલ્યુમ ધીમું રાખો અને કાર પર પડતા વરસાદના ટીપાથી તમે બહાર વરસાદની ગતિનો અંદાજો જાળવી રાખો. આ તમને સંતુલિત ડ્રાઇવિંગમાં ખાસી મદદ કરશે.

મોટા વાહનોથી યોગ્ય અંતર
આ એક ઘણી જ આવશ્યક ટીપ્સ છે, વરસાદ દરમિયાન રસ્તા પર મોટા વાહન જેમ કે, બસ, ટ્રક વગેરેથી ઉચિત અંતર બનાવી રાખો. ઉતાવળ સાથે ઓવરટેક કરવાની ભૂલ ના કરો. જો તેમનું સંતુલન બગડ્યુ તો તે તમારા માટે એક હાદસો સાબિત થઇ શકે છે.

માટીવાળા રસ્તાથી પણ રહો દૂર
અમે તમને સૌથી પહેલા સ્લાઇડમાં જણાવ્યું કે, તમે રસ્તાની વચ્ચોવચ ચાલો. તેને અર્થ એ પણ છે કે, તમે રસ્તાના કિનારે માટીવાળા રસ્તાથી પણ બચો. વરસાદ બાદ માટ પર લપસવાની શક્યતાઓ વધી જાય છે, જે તમારી ગતિ અને બ્રેકિંગ સિસ્ટમ બન્નેને પ્રભાવિત કરી શકે છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે






Click it and Unblock the Notifications
