For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાવધાન ઇન્ડિયા: પેટ્રોલ પંપ પર થઇ રહી છે છેતરપિંડી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

શું તમે પોતાની કારની ખરાબ માઇલેજને લઇને ચિંતિત છો? શું તમારી કાર પહેલાં જેટલી માઇલેજ આપતી નથી? તો તમારે સાવધાન થઇ જવાની જરૂરિયાત છે. કારણ કે આ બધી બાબતોનો મતલબ એમ નથી કે તમારી કારણે સારા મેન્ટનસની જરૂર છે અને ના તો ફક્ત ટેક્નિકલ ખામી જ જવાબદાર છે. જી હાં પેટ્રોલ પંપ પર કરવામાં આવતી હેરાફેરી પણ જવાબદાર છે.

તમે ઘણીવાર કોઇ કોઇ એક જ પેટ્રોલ પંપ પરથી પોતાની કારમાં ઇંઘણ પુરાવતા હશો. આ દરમિયાન તમારી સાથે દગો થઇ શકે છે. પરંતુ આના માટે ચિંતા કરવાની કોઇ જરૂરિયાત નથી. કારણ કે વનઇન્ડિયા તમને આ પ્રકારની બધી પરિસ્થિતીઓ સામે પોતાની ટિપ્સના માધ્યમથી સચેત કરતી રહેશે.

જ્યારે તમે પેટ્રોલ પંપ જાવ છો તો પંપ પર હાજર બે લોકો તમને ઓઇલ ખરીદવા માટે આમંત્રિત કરે છે. તેમાંથી એક વ્યક્તિ તમને પોતાની વાતો વ્યસ્ત રાખવાનો પ્રયત્ન કરે છે, જેમ કે કયું પેટ્રોલ જોઇએ છે સ્પીડ કે પછી સાદું? છુટ્ટા પૈસા છે ને? અથવા પોતાની કંપની દ્વારા રજૂ કરવામાં આવેલી યોજના વિશે જણાવે છે. આ એજ સમય હોય છે જ્યારે તમારી સાથે દગો થઇ શકે છે.

આ દરમિયાન બીજો વ્યક્તિ જે તમારા બાઇકમાં ઇંઘણ પૂરવા માટે પેટ્રોલની નળી તમારી બાઇકની ટેંકમાં નાખે છે અને મીટર શરૂ કરી દે છે. આ દરમિયાન તમે મીટર પર જીરો પણ ધ્યાનથી જોઇ શકતા નથી જેના લીધે તમે જેટલા પૈસા આપો છો એટલું બળતણ મળતું નથી. એવા ઘણા અવસરો હોય છે, જ્યારે તમારી સાથે દગો થઇ શકે છે. તો આવો તસવીરોના માધ્યમથી તમણે જણાવીએ કે તમે કેવી સાવધાન રહેશો.

પેટ્રોલમાં છેંતરપિંડી

પેટ્રોલમાં છેંતરપિંડી

પેટ્રોલ આજના સમયમાં દરેક માટે ખૂબ કિંમતી બની ગયું છે. તેને બચાવવા માટે બધા પ્રયત્નો કરે છે, અને એવામાં કેટલાક લોકો છેંતરપિંડી કરવા લાગ્યા છે. તો નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને જાણો કેવી રીતે સાવધાની રાખી શકશો.

ઉતાવળમાં જરૂરિયાત પુરતું ઇંઘણ પુરાવો

ઉતાવળમાં જરૂરિયાત પુરતું ઇંઘણ પુરાવો

જ્યારેપણ તમે ઉતાવળમાં હોવ ત્યારે ક્યારેય ટેંક ફૂલ ન કરાવો. કારણ કે બની શકે છે કે તમે આ દરમિયાન પંપના મીટર અથવા અન્ય વાતો પર ધ્યાન ન આપી શકો. જરૂરિયાત પુરતું બળતણ પુરાવો. પછી તે ભલે પેટ્રોલ હોય કે પછી ડીઝલ.

વધુ ભીડવાળા પેટ્રોલ પંપ ન જાવ

વધુ ભીડવાળા પેટ્રોલ પંપ ન જાવ

દેશમાં જે પ્રમાણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઇ રહ્યો છે, તે જ પ્રમાણે દેશના માર્ગો પર વાહનોની સંખ્યા ઝડપથી વધી રહી છે. જેના કારણે પેટ્રોલ પંપ પર ભીડ જામવી વ્યાજબી છે. એવા પેટ્રોલ પંપ પર જવાથી બચો જ્યાં પહેલાંથી જ વધુ ભીડ હોય.

સવારે અથવા સાંજે પેટ્રોલ ખરીદો

સવારે અથવા સાંજે પેટ્રોલ ખરીદો

આકરા તાપમાં પેટ્રોલ ખરીદવાનું ટાળવું જોઇએ, શક્ય હોય તો સવારે અથવા સાંજે જ પેટ્રોલ ખરીદો જ્યારે પેટ્રોલની ડેંસિટી વધુ હોય છે.

પેટ્રોલ પુરાવતા પહેલાં જીરો ચેક કરો

પેટ્રોલ પુરાવતા પહેલાં જીરો ચેક કરો

પેટ્રોલ પંપ પહોંચતી વખતે પંપના મીટર પર ધ્યાન આપો, જો પંપનું મીટર જીરોના દર્શાવતું હોય તો કર્મચારીને પહેલાં આ વિશે જાણ કરો.

પેટ્રોલ પંપ પર કર્મચારી સાથે ફાલતું વાતચીત કરવાથી બચો

પેટ્રોલ પંપ પર કર્મચારી સાથે ફાલતું વાતચીત કરવાથી બચો

પેટ્રોલ પંપ પર કર્મચારી સાથે ફાલતું વાતચીત ન કરો. કારણ કે આમ કરવાથી તમારું ધ્યાન ભંગ થઇ શકે છે. આવું ઘણીવાર ઘણા લોકોની સાથે થયું છે, અને જ્યારે તમારું ધ્યાન મીટર અથવા પેટ્રોલ પરથી હટીને બીજી તરફ જશે તો આ જ અવસર હશે જ્યારે તમારી સાથે છેંતરપિડી થઇ શકે છે. જો કોઇ વાતચીત કરવી હોય તો ઇંઘણ લીધા પછી કરો.

લાંબી યાત્રા પર જતાં પહેલાં પેટ્રોલ પુરાવી લો

લાંબી યાત્રા પર જતાં પહેલાં પેટ્રોલ પુરાવી લો

જો તમારે આવતીકાલે લાંબી યાત્રા પર જવાનું હોય તો કોશિશ કરો કે આજે રાત્રે અથવ સાંજે ઇંઘણ પુરાવી લો. જેથી આવતીકાલે ઉતાવળમાં કોઇ લાપરવાહી ન થાય.

પેટ્રોલ ચેક કરો

પેટ્રોલ ચેક કરો

જો તમારે કોઇ પેટ્રોલ પંપ પર ભેળસેળની શંકા છે તો દરેક પેટ્રોલ પંપ પર પેટ્રોલ ચેક કરવાનું યંત્ર હોય છે. મેનેજરને મળો અને આ વિશે વાત કરો અને પેટ્રોલ ચેક કરાવો.

કિંમતી સમય અને પૈસા બચાવો

કિંમતી સમય અને પૈસા બચાવો

આ પ્રકારની સાવધાનીઓથી તમે તમારા કિમતી સમયની સાથે-સાથે પોતાની મહેનતની કમાણીને પણ વ્યર્થ જતાં અટકાવી શકો છો. આ સમાચાર તમને કેવા લાગ્યા તમારા વિચારો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપો અને તમારી મિત્રોને પણ શેર કરો.

English summary
You might be familiar with fuel pumps that try to cheat the customer with various tactics. Few techniques are obvious, other subtle. How do you determine whether you are being cheated at a fuel pump? Here are some tips.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X