For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અનોખી કાર ટેસ્ટિંગઃ એકે બાંધ્યા આંખે પાટા, બીજાએ લગાવ્યો જમ્પ

|
Google Oneindia Gujarati News

આપણે બધા જ જાણીએ છીએ કે ટ્રાફિકભર્યા માહોલમાં ડ્રાઇવિંગ કરવું કેટલું કંટાળાજનક હોય છે. વારંવાર ગીયર બદલવો, ટ્રાફિક પોઇન્ટ પરની સ્થિતિ અનુરુપ પોતાની ડ્રાઇવિંગ પ્રતિભાને ઢાળવી વિગેરે સમસ્યા આપણને પરેશાન કરતી હોય છે. ત્યારે અચાનક તમને એવા સમાચાર સાંભળવા મળે કે તમે ડ્રાઇવિંગ સીટ પર બેસેલા હોવ પરંતુ કાર પોતાની મેળે ટ્રાફિક અનુરુપ પોતાને ઢાળી દે તો? આ વાંચીને કદાચ તમને આશ્ચર્ય થતું હશે, પરંતુ કાર નિર્માણ કરતી કંપની હુન્ડાઇ દ્વારા એક એવી ટેક્નોલોજીને ડેવલોપ કરવામાં આવી રહી છે, જે ડ્રાઇવરને પોતાની સીટ બેક કરીને રિલેક્સ થવાની તક આપશે. આ સિસ્ટમમાં ઓટોમેટિક ઇમરન્જસી બ્રેકિંગ, લેન કિપિંગ એસિસ્ટ તથા સ્માર્ટ ક્રુઝ કન્ટ્રોલ જેવા ફીચર આપવામાં આવશે.

આ પણ વાંચોઃ- હૃદયના ધબકારા વધારી દેશે BMW M4ની આ રાઇડ
આ પણ વાંચોઃ- પહેલીવાર હોન્ડા લોન્ચ કરશે સેવન સીટર મોબિલિયો, જાણો ખાસિયત
આ પણ વાંચોઃ- ધ પ્રીમિયર પદ્મિનીઃ આ કારની સ્ટાઇલના દિવાના હતા ભારતીયો

તમને જણાવી દઇએ કે આ બધા જ ફીચર ભવિષ્યના સમયમાં કારમાં ઉપયોગમાં લેવામાં આવશે તેવું નથી પરંતુ આ તમામ ફીચરનો ઉપયોગ હુન્ડાઇની નવી જેનેસિસમાં જોવા મળશે. આ કારનું ટેસ્ટિંગ કેલિફોર્નિયામાં કરવામાં આવ્યું. ટેસ્ટિંગ દરમિયાન ચાલું કારે ડ્રાઇવરે કારમાંથી જમ્પ મારી દીધો હતો. કારને તેમાં આપવામાં આવેલી સિસ્ટમ દ્વારા ચલાવવામાં આવી રહી હતી અને આ એક ડેમો હતો કે કેવી રીતે કાર નિયમોનું પાલન કરીને ઇમરજન્સીભરી પરિસ્થિતિમાંથી મૂળભૂત સ્થિતિમાં આવી જાય છે. એક કારમાં ડ્રાઇવર કારમાંથી જમ્પ મારતો નથી અને અંદર જ બેસી રહે છે, તેણે પોતાની આંખે પાટા બાંધ્યા છે અને હાથને વાળી દીધા છે, જે દર્શાવે છેકે કાર પોતાની મેળે ઓપરેટ થઇ રહી છે. તો ચાલો તસવીરો થકી અને વીડિયો થકી તે નિહાળીએ.

કાર ચલાવવા માટે તૈયાર ડ્રાઇવર્સ

કાર ચલાવવા માટે તૈયાર ડ્રાઇવર્સ

કારની સિસ્ટમને ટેસ્ટ કરવા માટે સજ્જ ડ્રાઇવર્સ

ટેસ્ટિંગ પર નિકળી કાર્સ

ટેસ્ટિંગ પર નિકળી કાર્સ

કેલિફોર્નિયામાં કરવામાં આવ્યું આ અનોખી સિસ્ટમ ધરાવતી કારનું ટેસ્ટિંગ

કારમાંથી બહાર નિકળી રહેલી ડ્રાઇવર

કારમાંથી બહાર નિકળી રહેલી ડ્રાઇવર

ચાલું કારે ડ્રાઇવર મહિલાએ લગાવ્યો કૂદકો

કારમાંથી બહાર નિકળી રહેલો ડ્રાઇવર

કારમાંથી બહાર નિકળી રહેલો ડ્રાઇવર

ચાલું કારે ડ્રાઇવરે લગાવ્યો કૂદકો

ડ્રાઇવર રહિત કાર

ડ્રાઇવર રહિત કાર

ડ્રાઇવર વગર ઓપરેટ થઇ રહેલી કાર

ડ્રાઇવરે આંખે બાંધી લીધા પાટા

ડ્રાઇવરે આંખે બાંધી લીધા પાટા

એક કારમાં ડ્રાઇવરે આંખે પાટા બાંધી લીધા હતા અને ત્યારબાદ એ કારની સિસ્ટમનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.

કાર ટેસ્ટિંગનો શાનદાર વીડિયો

કાર ટેસ્ટિંગનો વીડિયો અહીં આપવામાં આવ્યો છે.

English summary
Now we all know how tedious and boring driving in traffic is. However, Hyundai has come up with a technology that allows the driver to sit back and relax. The system has Automatic Emergency Braking, Lane Keeping Assist and Smart Cruise Control.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X