For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2014માં અત્યાર સુધીમાં આ કાર્સ થઇ લોન્ચ

By Super
|
Google Oneindia Gujarati News

2014ની શરૂઆત ઓટો એક્સપોની 12મી એડિશનથી શરૂ થઇ હતી, જેમાં અનેક નવા મોડલ્સને પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. સાચું કહીંએ તો છેલ્લા બે વર્ષની અંદર ભારતીય ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રિઝે ઘણા જ સારા દિવસો જોયા છે. આ ઇન્ડસ્ટ્રિઝ ધીરે ધીરે ફરી પાછી પોતાની રીધમ પકડી રહી છે અને સતત નવા મોડલ્સ વિવિધ કંપનીઓ દ્વારા લોન્ચ કરવામાં આવી રહ્યાં છે, જે વિકાસની દિશામાં એક સારા સંકેત સમાન છે.

આ પણ વાંચોઃ- અનોખી કાર ટેસ્ટિંગઃ એકે બાંધ્યા આંખે પાટા, બીજાએ લગાવ્યો જમ્પ
આ પણ વાંચોઃ- હૃદયના ધબકારા વધારી દેશે BMW M4ની આ રાઇડ

2014ની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં વિવિધ કંપનીઓએ અનેક મોડલ્સ લોન્ચ કર્યા છે, જેના વેચાણે ઇકોનોમીમાં પણ ઘણુ યોગદાન આપ્યું છે. આજે અમે અહી એવા જ કેટલાક મોડલ્સ લઇને આવ્યા છે, જે 2014માં લોન્ચ કરવામાં આવ્યા છે, અને જેનું વેચાણ સારું થયું છે, જો તમે પણ કોઇ સારી અને વધુ વેચાતી કાર ખરીદવા માગો છો, તો આમાંથી કોઇ એક પર પસંદગીનો કળશ ઢોળી શકો છો. તો ચાલો તસવીરો થકી એ કાર્સ અંગે જાણીએ.

આ પણ વાંચોઃ- પહેલીવાર હોન્ડા લોન્ચ કરશે સેવન સીટર મોબિલિયો, જાણો ખાસિયત

લોન્ચ થયેલી કાર

લોન્ચ થયેલી કાર

કાર અંગે જાણવા તસવીરો પર ક્લિક કરો.

હોન્ડા સિટી

હોન્ડા સિટી

જાપાનીઝ કાર નિર્માણ કરતી કંપની દ્વારા શરૂઆતથી જ આ કારનું વેચાણ કરવામાં આવે છે. તેના નવા મોડલને 2013માં લોન્ચ કરવામાં આવ્યું હતું. ફોર્થ જનરેશન હોન્ડાને મેકેનિકલ અપગ્રેડ કરવામાં આવી છે અને તેમાં ડીઝલ એન્જનને પણ ઉમેરવામાં આવ્યું છે. તેની પેટ્રોલ કારની કિંમત 7.42 લાખથી શરૂ થાય છે.

મારુતિ સુઝુકી સેલેરિયો

મારુતિ સુઝુકી સેલેરિયો

મારુતિ સુઝુકીએ ઘણી જ એફોર્ડેબલ કિંમત 3.90 લાખમાં પોતાની સેલેરિયો કારને લોન્ચ કરી છે. લોન્ચ થયાને બે મહિનામાં જ આ કારના 32 હજાર યુનિટ બુક થઇ ગયા છે. કંપનીએ માંગને પહોંચી વળવા માટે દર મહિને 10 હજાર યુનિટ બનાવવાની યોજના બનાવી છે.

હુન્ડાઇ એક્સેન્ટ

હુન્ડાઇ એક્સેન્ટ

કોરિયાની કાર નિર્માણ કરતી કંપની હુન્ડાઇએ 4.66 લાખ રૂપિયામાં એક્સેન્ટ લોન્ચ કરી છે. ત્રણ મહિનાની અંદર આ કારે એમેઝ પછી બીજી પોઝીશન હાસલ કરી છે. કારમાં 1 જીબી મ્યુઝિક સ્ટોરેજ, રીયર પેસેન્જર એસી વેન્ટ્સ જેવા ફીચર છે. પ્રથમ મહિનામાં આ કારના 7 હજાર યુનિટ વેચાયા હતા.

ડટ્સન ગો

ડટ્સન ગો

ડટ્સને 3.12 લાખ રૂપિયાની કિંમત સાથે માર્કેટ પર પોતાની પકડ જમાવવાની યોજના બનાવી છે. ત્રણ મહિનાની અંદર તેના 6800 યુનિટ વેચાયા છે. આ કારને હુન્ડાઇ અને મારુતિની એન્ટ્રી લેવલની કાર સાથે જોરદાર સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે.

English summary
The year 2014 jump started with the 12th edition of Auto Expo showcasing several new models. The truth is, the Indian automobile industry has seen better days over the last two years. The industry is slowly reviving again though - launches of new models are a very good sign of growth.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X