For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે રેલવે સ્ટેશન પર ચાર્જ કરો તમારું ઇલેક્ટ્રિક વાહન

પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે આ યોજના ખાલી બે સ્ટેશન નવી દિલ્હી અને નિઝામુદ્દીન રેલવે સ્ટેશન પર ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવશે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કાર્બન ઉત્સર્જન ને કારણે પર્યાવરણ પર પડતી ખોટી અસર અને તેલના વધતા ભાવને કારણે સરકાર ઇલેક્ટ્રિક વાહન ઉપયોગને પ્રોત્સહન આપી રહી છે. ભારત સરકારના મિશનને હવે ભારતીય રેલવેનો સહારો મળ્યો છે. જલ્દી રેલવે મંત્રાલય ઇલેક્ટ્રિક વાહનનો ઉપયોગ વધારવા માટે રેલવે સ્ટેશન પાર્કિંગમાં ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સુવિધા યોજના લઈને આવી રહ્યા છે.

electric vehicle

પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે આ યોજના ખાલી બે સ્ટેશન નવી દિલ્હી અને નિઝામુદ્દીન રેલવે સ્ટેશન પર ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવશે. રેલવે મંત્રાલયના વરિષ્ટ અધિકારી અનુસાર ચાર્જિંગ સ્ટેશન બનાવવાનું કામ શરૂ થઇ ચૂક્યું છે. યોજના અનુસાર દરેક ચાર્જિંગ સ્ટેશન પર 5 ફાસ્ટ ચાર્જિંગ ડીસી પોઇન્ટ લગાવવામાં આવે જે લગભગ 10 ઇલેક્ટ્રિક વાહન ચાર્જ કરશે.

આમ જોવા જઇયે કે એસી ચાર્જર એક ઇલેક્ટ્રિક વાહન ચાર્જ કરવામાં લગભગ 6 કલાક લે છે. જયારે ડીસી ચાર્જર થોડા જ કલાકમાં ઇલેક્ટ્રિક વાહન પુરી રીતે ચાર્જ કરી દે છે. રેલવે સ્ટેશન પર રહેલા ચાર્જિંગ પોઇન્ટ રેલવેની ઈન્ક્મ વધારે તેની સાથે ઇલેક્ટ્રિક વાહન માટે લોકોને પ્રોત્સાહન પણ આપશે.

electric vehicle

આ પદ્ધતિથી દેશમાં ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રકચ વિકસિત થશે અને પર્યાવરણ પર ખરાબ અસર પણ નહીં કરે.

ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન લગાવવાની જવાબદારી BSES - રાજધાની પાવર લિમિટેડ (BRPL) ને આપવામાં આવી છે. રેલવે મંત્રાલય અનુસાર આ ચાર્જિંગ સ્ટેશન બનાવવાનો કુલ ખર્ચ 15 લાખ રૂપિયા અને પ્રતિ ચાર્જિંગ પોઇન્ટ 3 લાખ રૂપિયા આવશે. આ ચાર્જિંગ સ્ટેશન ચલાવવાની જવાબદારી BRPL ની હશે અને તેની કિંમત દિલ્હી ઈલેક્ટીસીટી રેગ્યુલેટરી કમિશન (DERC) ઘ્વારા નક્કી કરવામાં આવશે.

English summary
Indian Railways has come up with a plan to set up electric vehicle charging stations. The charging points will be installed in the parking lots of the train stations. Initially, the charging stations will be set up at New Delhi and Nizamuddin railway stations.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X