For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એવી હેડલાઇટ જેનાથી નહીં દેખાય વરસાદની ટીપા

|
Google Oneindia Gujarati News

બધાને વરસાદમાં કારમાં મુસાફરી કરવી ઘણી પસંદ હોય છે, મનમોહક વાતાવરમમાં વરસાદની ઠંડા ટીપા અને ઠંડી હવાની મજા આપણે બધા લેવા ઇચ્છીશુ, પરંતુ ક્યારેક-ક્યારેક વરસાદના ટીપા આપણી મજા બગાડી નાંખે છે. જી હાં, જો આ મુસાફરી રાત્રીના સમયે કરવામાં આવે અને બહાર વરસાદ થઇ રહ્યો હોય તો એ દરમિયાન કાર ચલાવવી ઘણી મુશ્કેલ હોય છે. જી હાં, રાત્રીના સમયે ઝડપી વરસાદના કારણે ચાલકે રસ્તા પર કંઇ જ દેખાતું નથી.

પરંતુ હવે આ સમસ્યા ટૂંક સમયમાં ખત્મ થવાની છે. જી હાં, વિશ્વની સૌથી મોટી ચીપ નિર્માતા કંપની ઇન્ટેલ આ સમસ્યામાંથી તમને છૂટકારો આપવાની યોજના બનાવી રહી છે. ઇન્ટેલ આ સમયે એક એવી હેડલાઇટનું નિર્માણ કરી રહી છે કે જે ઝડપી વરસાદ દરમિયાન વરસાદના ટીપાને અદૃશ્ય કરી નાંખશે જેના કારણે ચાલકને ડ્રાઇવ કરતી વખતે બધુ સ્પષ્ટ દેખાય.

car
કારનેઝિ મેલૉન યુનિવર્સિટીમાં ઇન્ટેલે એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે, અમે એક એવી હેડલાઇટનું નિર્માણ કરી રહ્યાં છીએ જે રાત્રીના સમયે વરસાદના ટીપા પર પડતાં જ ટીપા અદૃશ્ય થઇ જશે. તેના માટે તેણે એક તથ્ય આપ્યું કે, આપણે બધા જાણીએ છીએ કે જ્યારે આપણે કોઇ ઓબ્જેક્ટને જોઇએ તો પ્રકાશના કિરણો રિફ્લેક્ટ થાય છે, જેના કરાણે તે ઓબ્જેક્ટ આપણને દેખાય છે.

જો ઓબ્જેક્ટમાંથી કોઇપણ પ્રકાશ ના નીકળે તો વસ્તુ જાતે જ અદૃશ્ય તઇ જશે. તેમણે જણાવ્યું કે આ તર્કના આધારે અમે આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં છીએ. તેના માટે આ ડિવાઇસમાં પ્રોજેક્ટર અને કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે કેમેરો પડતા વરસાદના ટીપાની જાણકારી પ્રોસેસરને આપશે ને પ્રોસેસર તેની વાસ્તવિક સ્થિતિ અનુસાર પ્રોજેક્ટરને નિર્દેશ કરશે.

જેના આધારે પ્રોજેક્ટર હેડલેમ્પથી પ્રકાસ બિમ્બ કાઢશે જે બિલકુલ જ સાફ અને પારદર્શી હશે. જેના કરાણે ચાલકને કાર ચલાવવામાં કોઇ પરેશાની નહીં થાય. ઇન્ટેલ હાલ આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે, આ પ્રોજેક્ટ સંપૂર્ણ તૈયાર થતા સમય લાગશે. પ્રાપ્ત માહિતી અનુસાર આ ટેન્કોનોલોજીનો પ્રયોગ આગામી 10 વર્ષમાં કાર્સમાં કરવામાં આવશે.

English summary
Intel headlamps tune rain invisible. Intel has developed projector headlamps and cameras that block light from falling on rain drops & turns them invisible.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X