For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય ઓટો બજાર સાથે જોડાયેલા કેટલાક રોચક તથ્યો

By Super
|
Google Oneindia Gujarati News

ભારતીય ઓટોમોબાઇલ બજાર ખૂબજ ઝડપથી આગળ વધતું બજાર છે. વિશ્વ ભરમાં વાહન નિર્માતા કંપનીઓની નજર ભારતીય રસ્તાઓ પર લાગેલી છે. તો જાણકારો આગામી 2020 સુધી ભારત વિશ્વના સૌથી મોટા ઓટોમોબાઇલ બજાર તરીકે ઉભરશે તેવી ભવિષ્યવાણી પણ કરી ચૂક્યા છે. જે પ્રકારે દેશમાં નીતનવી બ્રાન્ડ્સનું આગમન થઇ રહ્યું છે, તેને ધ્યાનમાં રાખીને ટૂંક સમયમાં ભારતીય ઓટોમોબાઇલ બજાર વિશ્વ પટલ પર એક અમિટ છાપ છોડશે.

ભારતીય ઓટોમોબાઇલ બજાર શરૂઆતનો ઇતિહાસ ઘણો લાંબો નથી, પરંતુ જે પ્રકારે ઓછા સમયમાં આ બજારે વિશ્વના દિગ્ગજ વાહન નિર્માતાઓની નજર ખેંચી છે, તે ઘણી રોચક વાત છે. આ સાથે જ હાલના સમયે ભારતીય ઓટો બજાર વિશ્વનું સાતમું સૌથી મોટું ઓટોમોબાઇલ બજાર બની ગયું છે. ભારતે આ રેસમાં બ્રિટન, ફ્રાન્સ અને ઇટલી જેવા દેશોને પાછળ છોડી દીધા છે, તો ચાલો તસવીરો થકી જોઇએ, ભારતીય ઓટોમોબાઇલ બજાર સાથે જોડાયેલા કેટલાક રોચક તથ્યો અંગે, જેનાથી કદાચ તમે અજાણ હશો.

ભારતીય ઓટોમોબાઇલ બજાર

ભારતીય ઓટોમોબાઇલ બજાર

આગળ નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને જાણો ભારતીય ઓટોમોબાઇલ બજાર અંગેના કેટલાક રોચક તથ્યો. નક્કી તમને એ જરૂરથી પસંદ પડશે.

ભારતે આપી વિશ્વની સૌથી સસ્તી કાર

ભારતે આપી વિશ્વની સૌથી સસ્તી કાર

ભારતે વિશ્વને સૌથી સસ્તી કાર ટાટા નેનો આપી છે. દેશની સૌથી મોટી વાહન નિર્માતા કંપની ટાટા મોટર્સની આ કાર વિશ્વ ભરમાં પોતાની આકર્ષક કિંમત અને શાનદાર લુકના કારણે ઘણી લોકપ્રિયતા હાંસલ કરી છે. અમેરિકાના જાણીતે એક્ટર જે લેનો જેમને કાર કલેક્શનનો ઘણો શોખ છે, તેમણે પણ પોતાના કાર કલેક્શનમાં ટાટા નેનોને રાખી છે. આ કારની કિંમત ભારતીય બજારમાં 1.4 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

ભારતમાં સૌથી વધુ હૈચબેક(નાની) કાર્સનું વેચાણ

ભારતમાં સૌથી વધુ હૈચબેક(નાની) કાર્સનું વેચાણ

ભારતમાં સૌથી વધારે હૈચબેક(નાની) કાર્સનું વેચાણ થાય છે. હૈચબેક સેગ્મેંટમાં આટલું મોટું કલેક્શન હોવા છતાં પણ ભારતીય બજારમાં સૌથી સસ્તી ડીઝલ કારની કિંમત 4 લાખ રૂપિયાથી શરૂ થાય છે. ટાટા મોટર્સની શાનદાર હૈચબેક કાર ટાટા ઇન્ડિકા ડીઝલની કિંમત પ્રારંભિક 3.99 લાખ રૂપિયા છે.

વિશ્વમાં વેચાતી યાત્રી કાર્સમાં ભારતનો હિસ્સો 4 ટકા

વિશ્વમાં વેચાતી યાત્રી કાર્સમાં ભારતનો હિસ્સો 4 ટકા

વિશ્વ ભરમાં દરેક મહિને અંદાજે 50 લાખ યાત્રી કાર્સનું વેચાણ થાય છે. વિશ્વ બજારમાં વેચાતી આ કાર્સમાં લગભગ 4 ટકા કાર ભારતમાં વેચાય છે. એટલે કે પ્રતિ મહિને વિશ્વ ભરમાં વેચાતી કાર્સના આંકડામાં 4 ટકા શેર ભારત એકલાના છે.

ટોચની કાર નિર્માતા કંપનીનો ભારતીય બજાર પર કબજો

ટોચની કાર નિર્માતા કંપનીનો ભારતીય બજાર પર કબજો

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સૂઝુકી, કોરિયન કાર નિર્મતા કંપની હુન્ડાઇ, ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ મળીને ભારતીય બજારમાં સૌથી વધારે યાત્રા કાર્સનું વેચાણ કરે છે. આ ચારેય વાહન નિર્માતા કંપનીનો લગભગ ભારતીય બજાર પર 75 ટકાનો કબજો છે. આ ઉપરાંત 25 ટકા બજારમાં અન્ય તમા વાહન નિર્માતાઓ પોતાની કાર વેચે છે.

અત્યંત ઝડપથી આગળ વધતું બજાર

અત્યંત ઝડપથી આગળ વધતું બજાર

ભારતીય ઓટોમોબાઇલ ઉદ્યોગ ઘણી જ ઝડપથી આગળ વધતું બજાર છે. ઉદ્યોગ દેશમાં પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે લગભગ 1 કરોડ લોકોને રોજગારી પૂરી પાડે છે.

વિશ્વનું સાતમું સૌથી મોટું ઓટોમોબાઇલ બજાર

વિશ્વનું સાતમું સૌથી મોટું ઓટોમોબાઇલ બજાર

ભારત વિશ્વનું સાતમું સૌથી મોટું ઓટોમોબાઇલ બજાર છે. ગત વર્ષે ભારતીય બજારમાં ઇટલીની પ્રમુખ સ્પોર્ટ કાર નિર્માતા કંપની ફેરારી અને લેમ્બોર્ગિનીએ પોતાની બ્રાન્ડને રજૂ કરી હતી. આ ઉપરાંત આ વર્ષે નિસાન પોતાની લો કોસ્ટ કાર ડેટ્સનને ભારતમાંથી ગ્લોબલ લોન્ચ કરી, તો અન્ય વાહન નિર્માતા કંપનીઓ જેમકે, લેક્સસ, જીપ અને ક્રાઇસ્લર પણ ટૂંક સમયમાં ભારતમાં પોતાના વાહનને લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે.

હજારે 11 લોકો પાસે કાર

હજારે 11 લોકો પાસે કાર

એક સર્વેક્ષણ અનુસાર આખા ભારતમાં અંદાજે 1 હજાર લોકોમાંથી 11 લોકો પાસે પોતાની કાર છે. તો દેશની રાજધાનીમાં આ આંકડા ઘણા ચોંકાવનારા છે. જ્યાં દિલ્હીમાં દર 1 હજાર લોકોમાં અંદાજે 90 લોકો પાસે પોતાની કાર છે, જે રાષ્ટ્રીય ટકાવારીની સરખામણીએ લગભગ 8 ગણી વધારે છે.

ટ્રાફિક સમસ્યા વધી

ટ્રાફિક સમસ્યા વધી

ભારતમાં જે પ્રકારે વાહનોની ખરીદી અને રસ્તા પર તેની સંખ્યા વધી રહી છે, તેની સરખામણીએ રસ્તાઓનું સારું નિર્માણ નગણ્ય છે. આ કારણ છે કે, ભારતમાં અનેક સારી કંપનીઓ પોતાની કાર રજૂ કરી રહી છે, પરંતુ યાતાયાત વ્યવસ્થા બગડી રહી છે, ભારતની રાજધાની દિલ્હીમાં ટ્રાફિક સ્પીડ 15 કિમી પ્રતિ કલાક છે.

ઇન્ટરનેટ માર્કેટમાં પણ તેજી

ઇન્ટરનેટ માર્કેટમાં પણ તેજી

ભારતમાં ઓટોમોબાઇલ બજારની સાથોસાથ ઇન્ટરનેટ માર્કેટ પણ તેજીથી વધી રહી છે. એક સર્વેક્ષણ અનુસાર, દર મહિને 4.5 લાખ લોકો ગુગલ પર પોતાની જૂની કારને ખરીદવા અને વેચવા અંગે સર્ચ કરતા રહે છે અને શોધ કરે છે.

એક સામાન્ય ભારતીયની પહેલી કાર

એક સામાન્ય ભારતીયની પહેલી કાર

એક સામાન્ય ભારતીયની સૌથી પહેલી કાર અંગે વાત કરવામાં આવે તો મારુતિ 800નું જ નામ આવે છે. આ કાર દેશમાં સૌથી વધું વેચાતી કાર છે, કંપનીએ આ કારને વર્ષ 1984માં લોન્ચ કરી હતી, ત્યારથી લઇને અત્યારસુદી કંપનીની આ કારના 25 લાખ યુનિટો વેચાયા છે. આ ઉપરાંત આ કારની સૌથી પહેલી ચાવી દેશના તત્કાલિક પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ હરપાલ સિંહને સૌથી પહેલી વાર સોંપી હતી. આ કારને સૂઝુકી કંપની પાકિસ્તાનમાં સૂઝુકી મેહરાનના નામથી વેચે છે.

English summary
Indian automobile industry is an interesting one the fastest growing. Here are interesting & fascinating facts about Indian auto industry. Facts about Indian automobiles that you may not know.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X