For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આશ્ચર્ય પમાડશે ટાઇટેનિક સાથે જાડોયેલી આ વાતો

|
Google Oneindia Gujarati News

આજે અમે તમારી સમક્ષ ઇતિહાસના પેજને ખોલવા જઇ રહ્યાં છે, જેને તેમે સિનેમાના પરદા પર જોયા હશે. અંદાજે 100 વર્ષ પહેલા ઉત્તરીય એટ્લાન્ટિક તટ પર થયેલી એ ઘટનાને તમે ક્યારેય ભુલી શકશો નહીં. 13 એપ્રિલની રાત્રે વિશ્વનું સૌથી મોટું જહાજ ટાઇટેનિક એટ્લાન્ટિક મહાસાગરની ગોદમાં હંમેશા માટે લીન થઇ ગયું અને રહી ગઇ તો માત્ર તેની કેટલીક યાદો, જે આપણને સમયાંતરે એ ભયાવહ રાતની યાદ અપાવે છે.

તમને બધાને જેમ્સ કેમરોનની હોલિવુડની જાણીતી ફિલ્મ ટાઇટેનિક તો યાદ જ હશે. આ ફિલ્મના કોઇએક દ્રશ્યને શાનદાર કહેવું એ પોતાની જ સમીક્ષાની અવહેલના કરવા સમાન હશે. કેમરોને આ ફિલ્મમાં એ સમયની ઘટનાના સમયની બારીકીઓને લીધી હતી, જેનાથી આ ફિલ્મ આજે પણ લોકોના મનમાં એક તાજી યાદ બનીને રહી ગઇ છે. ફિલ્મમાં જેમ્સે લગભગ તમામ નાની બાબતોનું વિશેષ ધ્યાન રાખ્યું હતું, જે એક ઇતિહાસની મોટા પુસ્તકથી કમ નથી.

પરંતુ ટાઇટેનિક માત્ર પોતાના સમયનું એક સૌથી મોટું જહાજ નહોતું, પરંતુ આ જહાજ સાથે જોડાયેલી કેટલીક રોચક વાતો છે, જે કદાચ તમે નહીં જાણતા હોવ. જે પ્રકારે આ જહાજનો દેખાવ શાનદાર હતો. તેવી જ રીતે તેનું અતિત પણ લાજવાબ હતું. એ વાત નક્કી છે કે ટાઇટેનિક જે માટે ઇતિહાસે જ્યારે પણ કલમ ઉઠાવી તો તેને ભવ્યતા સાથે જ રજૂ કર્યું હશે. તો ચાલો તસવીરોના માધ્યમથી જઇ ટાઇટેનિકની રોમાંચકારી યાત્રા પર.

કેટલાક રોચક તથ્યો

કેટલાક રોચક તથ્યો

વર્ષ 1912માં એ સમયે વિશ્વનું સૌથી મોટું અને ભવ્ય જહાજ એટ્લાન્ટિકની છાતી પર વિહરી રહ્યું હતું. કોઇને પણ આશા નહોતી કે આ જહાજ ક્યારેયપણ પોતાની યાત્રા પૂર્ણ નહીં કરી શકે. એટ્લાન્ટિકમાં એક બરફની ચટ્ટાણ સાથે અથડાવવાના કારણે ટાઇટેનિક સમુદ્રની ગોદમાં હંમેશા માટે સમાઇ ગયું, પરંતુ આજે પણ વિશ્વના માનસપટ પર તેની સોનેરી યાદો જીવીત છે. નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને વાંચે અન્ય રોચક વાતો.

ફૂટબોલના ત્રણ મોટા ફિલ્ડ કરતા પણ મોટું

ફૂટબોલના ત્રણ મોટા ફિલ્ડ કરતા પણ મોટું

અમે જણાવ્યું તેમ, ટાઇટેનિક એ સમયનું સૌથી મોટું જહાજ હતું. શું તમે જાણો છો કે, ટાઇટેનિકનો આકાર આજના ફૂટબોલના ત્રણ મોટા ફિલ્ડ કરતા પણ મોટો હતો.

ઉંચાઇ પણ આશ્ચર્યજનક

ઉંચાઇ પણ આશ્ચર્યજનક

ટાઇટેનિકનો માત્ર આકાર જ મોટો નહોતો, પરંતુ તેની ઉંચાઇ પણ આશ્ચર્યજનક હતી. જી હાં, ટાઇટેનિકની ચાર ચીમનીઓને સામેલ કરવામાં આવે તો, તેની ઉંચાઇ આજની 17 માળની બિલ્ડિંગ સમાન હતી.

800 ટન કોલસાની ખપત

800 ટન કોલસાની ખપત

ટાઇટેનિકને ચલાવવા માટે પ્રતિદિવસ 800 ટન કોલસાની ખપત થતી હતી. એટલું જ નહીં, આ વિશાળ જહાજની ગતિ 27 માઇલ પ્રતિ કલાક હતી.

ટાઇટેનિકની ભવ્યતા

ટાઇટેનિકની ભવ્યતા

ટાઇટેનિક જહાજની ભવ્યતાની તોલે કોઇ આવી શકે તેમ નથી. એ સમયે આ એકમાત્ર જહાજ હતું, જેના પર ટેનિફોન અને લાઇટિંગની વ્યવસ્થા હતી. સ્ટાર લાઇન કંપનીએ આ જહાજના દરેક રૂમમાં શાનદાર પ્રકાશ અને ઇલેક્ટ્રિસિટીની વ્યવસ્થા કરી હતી. કેટલાક લોકો તેને સમુદ્રમાં દોડતું શહેર પણ કહેતા હતા.

ટાઇટેનિકની અન્ય ખાસિયતો

ટાઇટેનિકની અન્ય ખાસિયતો

ટાઇટેનિકમાં 4 ઇલેવેટર, 2 બાર્બર શોપ, 1 હિટેડ સ્વીમિંગ પૂલ, 1 જીમ અને 2 મોટી લાઇબ્રેરી હતી.

2200થી વધુ યાત્રીઓ

2200થી વધુ યાત્રીઓ

ટાઇટેનિક એક ભવ્ય અને મોટું જહાજ હતું. તે સમયે આ જહાજ પર 2200 યાત્રીઓ સવાર હતા. આ જાહજ પર પ્રતિદિન યાત્રીઓ અને સ્ટાફને મેળવીને 14 હજાર ગેલન પાણી માત્ર પીવા માટે ઉપયોગમાં લેવામાં આવતું હતું.

4માંથી ત્રણ ચીમની જ કામ કરતી

4માંથી ત્રણ ચીમની જ કામ કરતી

ટાઇટેનિકમાં ધુમાડો કાઢવા માટે કુલ 4 ચીમનીઓ હતી, પરંતુ શું તમે જાણો છો કે માત્ર 3 ચીમનીમાંથી જ ધુમાડો નીકળતો હતો, ચોથી ચીમની એટલા માટે બનાવવામાં આવી હતી કે, જહાજ સારું દેખાય.

3547 યાત્રીઓના વહનની ક્ષમતા

3547 યાત્રીઓના વહનની ક્ષમતા

ટાઇટેનિકની નિર્માતા કંપની સ્ટાર લાઇનનો દાવો હતો કે, આ જહાજ પર 3547 લોકો સહેલાયથી સફર કરી શકે છે, પરંતુ એ સમયે જહાજમાં માત્ર 2200 લોકો જ હતા.

ટાઇટનિકની ફ્રસ્ટ ક્લાસ ટીકીટ

ટાઇટનિકની ફ્રસ્ટ ક્લાસ ટીકીટ

આ તસવીર ટાઇટેનિકની ફ્રસ્ટ ક્લાસ ટીકીટની છે. તે સમયે ટાઇટેનિકની સૌથી મોંઘી ટીકીટ આજના સમયે લગભગ 99 હજાર ડોલર જેટલી હતી.

ટાઇટેનિકમાં ખાવાની વ્યવસ્થા

ટાઇટેનિકમાં ખાવાની વ્યવસ્થા

એ સમયે ટાઇટેનિક પર યાત્રીઓ અને સ્ટાફના ભોજન માટે 86 હજાર પોન્ડ મીટ, 40 હજાર ઇન્ડા, 40 ટન બટેકા, 3500 પોન્ડ ડૂંગળી, 36 હજાર સફળજન હતા.

English summary
Ever wondered about Titanic, The Titanic which sunk in the year 1912 is having lots of interesting facts. Step in for some interesting facts about the Titanic in gujarati.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X