For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શાનદાર બાઈક જાવા પેરક 15મી નવેમ્બરે થશે લૉન્ચ, જાણો ફીચર્સ અને કિંમત

શાનદાર બાઈક જાવા પેરક 15મી નવેમ્બરે થશે લૉન્ચ, જાણો ફીચર્સ અને કિંમત

|
Google Oneindia Gujarati News

જાવા પેરકને સૌ પ્રથમ ભારતીય બજારમાં રજૂ કરવામાં આવી હતી અને તેનું લોન્ચ ઘણી વખત ટાળવામાં આવ્યું છે. પરંતુ હવે કંપની નવેમ્બરમાં જાવા પેરકને લોન્ચ કરવા જઈ રહી છે. 15 નવેમ્બરના રોજ જાવા પેરક ભારતીય બજારમાં લોન્ચ થવાનું છે અને તે વાતની પુષ્ટિ થઈ ગઈ છે. જાવા મોટરસાયકલ પેરક તરીકે, તેની ત્રીજી મોટરસાયકલ ભારતીય બજારમાં લોન્ચ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

કંપનીની પ્રથમ વર્ષગાંઠ પર લૉન્ચ થશે

કંપનીની પ્રથમ વર્ષગાંઠ પર લૉન્ચ થશે

આપને જણાવી દઈએ કે જાવા પેરકને કંપનીની પ્રથમ વર્ષગાંઠ પર લોન્ચ કરવામાં આવી રહી છે, ગયા વર્ષે આ જ સમયે, કંપનીએ જાવા અને જાવા 42 લોન્ચ કરી હતી અને તે સમયે આને પણ રજૂ કરવામાં આવી હતી.

કિંમત

કિંમત

ગયા વર્ષે જાવા પેરક બોબરની રજૂઆત સાથે, તેની કિંમતનો પણ ખુલાસો કરવામાં આવ્યો હતો, તેની કિંમત 1.89 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) રાખવામાં આવી હતી. જોકે આ વખતે કિંમત આ જ રહેશે કે નહીં, તેની પુષ્ટિ થઈ નથી.

રેટ્રો સ્ટાઇલ

રેટ્રો સ્ટાઇલ

જાવા પેરક એક રેટ્રો સ્ટાઇલવાળી બાઇક છે જે બ્લેક અને ગોલ્ડન કલરની સાથે લાવવામાં આવશે. આ ઉપરાંત તેમાં એક જ સીટ આપવામાં આવશે અને હેડલેમ્પની ડિઝાઇનને ગોળાકાર રાખવામાં આવશે.

ડિસ્ક બ્રેક

ડિસ્ક બ્રેક

તેની બાઇકને બંને બાઇકના પ્લેટફોર્મ પર બનાવવામાં આવશે પરંતુ તે આ બંને બાઇક કરતા લાંબી રહેશે. બ્રેકિંગ માટે, આગળ અને પાછળ બંને પર ડિસ્ક બ્રેક લગાવવમાં આવશે અને તેને વધુ સુધારવા માટે ડ્યુઅલ ચેનલ એબીએસ આપવામાં આવશે.

ફીચર્સ

ફીચર્સ

જાવા પેરકમાં આગળના વ્હીલ્સમાં 18 ઇંચ અને પાછળના ભાગમાં 17 ઇંચના વ્હીલ્સ લગાવવામાં આવશે અને પિરેલી ટાયરનો ઉપયોગ કરવામાં આવશે. સસ્પેન્સન માટે આગળ ઈન્વર્ટેડ ફોર્ક અને પાછળ મોનોશોક આપવામાં આવશે.

એન્જિન

એન્જિન

એન્જિન વિશે વાત કરવામાં આવે તો જાવા પેરકમાં 334 સીસી, લિક્વિડ-કૂલ્ડ એન્જિન લગાવામાં આવશે, આ એન્જિન 30 બીએચપીનો પાવર અને 31 એનએમનો ટોર્ક પૂરો પાડે છે. તેમાં 6 સ્પીડ ગિયરબોક્સ લગાવવામાં આવ્યા છે.

BS-6 એન્જિન

BS-6 એન્જિન

માનવામાં આવી રહ્યું છે કે તે BS-6 એન્જિન સાથે લાવી શકાય છે. જાવા પેરક કંપનીનું પહેલું બીએસ -6 મોડેલ હોઈ શકે છે. જો કે, જો આ કરવામાં આવે તો, કિંમતમાં થોડો તફાવત હોઈ શકે છે.

અમારા વિચારો

અમારા વિચારો

જાવા પેરકની ઘણા લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે પરંતુ કંપનીએ તેનું લોન્ચિંગ ઘણી વખત મુલતવી રાખ્યું છે. જાવા પેરક ભારતીય બજારમાં રોયલ એનફિલ્ડ ક્લાસિક 350, બજાજા ડોમિનાર, બેનેલી ઇમ્પિરિયલ 400 જેવા વાહનો સાથે સ્પર્ધા કરશે.

મહિન્દ્રા XUV300માં છે આ ફોલ્ટ, કંપનીએ માર્કેટમાંથી કાર પાછી મંગાવીમહિન્દ્રા XUV300માં છે આ ફોલ્ટ, કંપનીએ માર્કેટમાંથી કાર પાછી મંગાવી

English summary
java perak will launch on 15th november, know features and price
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X