For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં તહેલકો મચાવવા આવી રહી છે આ અમેરિકન જીપ

By Super
|
Google Oneindia Gujarati News

ભારતમાં વધી રહેલા લક્ઝરી ઓટો કાર બજારમાં અમેરિકન કંપની જીપ ટૂંક સમયમાં પોતાની કાર ગ્રાન્ડ શરોકીના એડવાન્સ મોડલને લોન્ચ કરશે. આ એક પરફેક્ટ એસયુવી કાર છે. ભારતમાં રોલ્સ રોયસ, બીએમડબલ્યુ, ફોક્સવેગન, ટોયોટા, ફોર્ડ, જીએમ કંનપીઓની કાર્સના વધતા વેચાણને ધ્યાનમાં રાખીના વિશ્વની દરેક મોટી કાર નિર્માતા કંપની અહીંના બજારમાં પોતાની પકડ જમાવવા માગે છે. જીપે પોતાની આ કારને તૈયાર કરવા માટે અન્ય બીજી લક્ઝરી કાર્સમાંથી પ્રેરણા જ નથી લીધી પરંતુ તેમની જેમ ગુણવત્તામાં પણ સુધારો કરવાનો પ્રયત્ન કર્યો છે. જીપ પોતાના એડવાન્સ મોડલ થકી ભારતીય બજારમાં પોતાની ચમક વિખેરવાની તૈયારીમાં છે.

જીપમાં આગળ ક્રોમ હેડલાઇટ લાગેલી છે. જેનાથી કારને મોર્ડન લૂક મળી રહ્યો છે. કારના એડવાન્સ મોડલમાં એલઇડી લાઇટનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જીપના સ્ક્વેયર શેપ વ્હીલઆર્ચ સુંદર છે. કારના ઇન્ટિરિયરમાં અનેક હાર્ડવેયર છે. કારની ચેસિસ મર્સિડીઝ એમ ક્લાસ જેવી છે. રસ્તા પર અવાજનું સ્તર ઓછું કરવા અને પરફોર્મન્સના શાનદાર બનાવવા માટે કાસ મહેનત કરવામાં આવી છે. તો ચાલો તસવીરો થકી જાણીએ અમેરિકન જીપ અંગે.

એન્જીન

એન્જીન

કાર બે વેરીએન્ટમાં છે એક પેટ્રોલ અને બીજું ડીઝલ, પેટ્રોલમાં વી8, 6417 સીસી પેટ્રોલ એન્જીનનો અને ડીઝલમાં વી6, 2988 સીસી ટર્બો ડીઝલ એન્જીનનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

 સ્પીડ

સ્પીડ

કારના ડીઝલ એન્જીનમાં ફિએટ મલ્ટીજેટ 2 સિસ્ટમ છે. જેના કારણે કાર ચલાવનારાને અલગ જ અનુભવ થાય છે. પેટ્રોલ ઓપ્શનની હેમી વી 8 મોટર ઘણી ઝડપી છે. અમેરિકન બ્રાન્ડનો દાવો છે કે, પાંચ સેકન્ડમાં આ જીપ 100 કેપીએચ પર દોડશે. આ પોર્શેની કાયની ટર્બો કરતા પણ વધારે છે.

ફીચર્સ

ફીચર્સ

આગળની સીટનો આકાર અન્ય કરતા મોટો છે. અન્ય ફીચર્સમાં પેડલ શિટર, ટચસ્ક્રીન, ફુલ કનેક્ટિવિટી, નેવિગેશન જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. તેમજ ઇકો મોડ પર ઇંધણની ઓછી ખપત થશે.

સિલેક્ટટૈરેન બટન

સિલેક્ટટૈરેન બટન

કારમાં સિલેક્ટટૈરેન બટન છે. જે બ્રેક્સ, ટ્રાન્સમિશન, ફોર વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ જેવા 12 પેરામીટર પર અલગથી કામ કરે છે.

ઓટોમેટિક મોડ

ઓટોમેટિક મોડ

આ કારમાં ઓટોમેટિક મોડ પણ છે. માટી, બરફ અને પર્વતો અનુસાર તેને સહેલાયથી સેટ કરી શકો છો.

કિંમત

કિંમત

જીપ ગ્રાન્ડ શેરોકી 3.0 સીઆરડીની કિંમત 40.45 લાખ રૂપિયા અને એસઆરટી 8 કીમ 65 લાખ રૂપિયા

English summary
Usa Car Company Jeep Will Launch Soon It's New Model Grand Cherokee in india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X