કાવાસાકીની વર્સિસ 1000 અંગે જાણવા જેવી બાબતો
જાપાનની ટૂ વ્હીલર નિર્માતા કંપની કાવાસાકીએ ભારતમાં અનેક બાઇક લોન્ચ કરી છે. તાજેતરમાં જ તેણે ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં પોતાની ઇઆર-6એન અને ઝેડ 250 મોટરસાઇકલ લોન્ચ કરી હતી. કાવાસાકીએ હવે પોતાની નવી બાઇક વર્સિસ 1000ને લોન્ચ કરી છે.
ગયા મહિના આખા ભારતમાં કાવાસાકીના ડીલર્સે વર્સિસ 100દની બુકિંગ શરી કરી દીધી હતી. આ બાઇક એડવેન્ચર શ્રેણીની બાઇક્સમાં આવે છે, જેનું ચલણ ભારતમાં ધીરે ધીરે વધી રહ્યું છે. વર્સિસ 1000 ભારતમાં અપેક્ષાકૃત જલદી લોન્ચ થઇ છે, કારણ કે તેને તાજેતરમાં જ વૈશ્વિક સ્તર પર લોન્ચ કરવામાં આવી છે.

કાવાસાકી ઇન્ડિયાએ પોતાની વર્સિસ 1000ની કિંમત 12,90,000 રૂપિયા રાખી છે. આ કિંમત પુણે એક્સ શોરૂમની કિંમત અનુસાર છે.
કાવાસાકી વર્સિસ 1000નું વિવરણ
કાવાસાકી વર્સિસ 1000માં ઇનલાઇન 4 સિલિન્ડર 1043 સીસી લિક્વિડ કૂલ્ડ એન્જીન છે. જે 102 એનએમ ટાર્ક અને 120 બીએચપીનો પાવર જનરેટ કરે છે. આ એન્જીનમાં 6 સ્પીડ ગિયરબોક્સ છે તથા પાછળના વ્હીલને પારંપરિક ચેન પદ્ધતિથી મજબૂત બનાવવામાં આવ્યું છે.

કાવાસાકી વર્સિસ 1000ની ડિઝાઇન
આ એક સેમી ફેયર્ડ મોટરસાઇકલ છે, જેની સામેની વિંડસ્ક્રીન મોટી છે. જે ઝડપી હવામાં અથવા લાંબી યાત્રામાં સહાયક સાબિત થાય છે. બાઇક ચલાવનારા અને પાછળ બેસનારાને આરામ માટે સીટને ઓપ્ટિમાઇઝ કરવામાં આવી છે. તેમાં ડ્યુઅલ હેડલાઇટ લાગેલી છે, જે કાવાસાકી પરિવારની ડિઝાઇન છે.
કાવાસાકીની આ મોટરસાઇકલને ટૂંક સમયમાં લોન્ચ થનારી ટ્રાયમ્ફની ટાઇગર એક્સપ્લોરર અને ડીએસકે બેનેલીની એડવેન્ચેર ટૂરર સાથે સીધી સ્પર્ધા થશે. ઉચ્ચ શીખરે પહોંચવા માટે કાવાસાકીની વર્સિસ 1000ને ઘણી સારી બનાવવામાં આવી છે.

એડ્જેસ્ટેબલ હેન્ડલબાર
એડ્જેસ્ટેબલ વિંડસ્ક્રીન
એબીએસ એક સ્ટાન્ડર્ડ ઉપકરણની જેમ
ટ્રેક્શન કન્ટ્રોલ ઓપ્શન












Click it and Unblock the Notifications
