For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તસવીરોમાં જૂઓ, ધોનીની પહેલી બાઇક

By Super
|
Google Oneindia Gujarati News

ક્રિકેટમાં ભારતીય ટીમને વનડે, ટી-20 અને ચેમ્પિયન્સ લીગમાં કપ અપાવનારા ક્રિકેટ જગતમાં કેપ્ટન કૂલ તરીકે જાણીતા ભારતીય ક્રિકેટ ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોની બોલ અને બેટની સાથો સાથે બાઇકિંગનો પણ ક્રેઝ ધરાવે છે.

મહેન્દ્ર સિંહ ધોનીએ જાતેજ અનેકવાર પોતાના પ્રશંસકોને જણાવ્યું છે કે, તેને બાઇક્સ ઘણી પસંદ છે. તેમના આ શોખનું તાજું ઉદાહરણ તેમણે જાતે જ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટરના માધ્યમથી રજૂ કર્યું છે. જીહાં, મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોતાની પહેલી બાઇકની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે.

આમ તો ધોનીના ગેરેજમાં બાઇકની લાંબી લાઇન છે, જેમાં એકથી એક શાનદાર બાઇક સામેલ છે, પરંતુ શું તમે જાણો છો, મહેન્દ્ર સિંહ ધોનીની પહેલી બાઇક કઇ હતી. ધોની આજે પણ પોતાની પહેલી બાઇકને એટલો જ પ્રેમ કરે છે, જેટલો તેઓ પહેલાં કરતાં હતાં. તો ચાલો તસવીરો થકી જોઇએ ધોનીની પહેલી બાઇકને.

ધોનીની પહેલી બાઇક

ધોનીની પહેલી બાઇક

આગળ નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને જૂઓ ધોનીની પહેલી બાઇકને.

ટ્વિટર પોસ્ટ કરી તસવીરો

ટ્વિટર પોસ્ટ કરી તસવીરો

ધોનીએ ટ્વિટર પર પોતાની આ બાઇકની તસવીરો પોસ્ટ કરી છે, શું તમે જાણો છો કે એ કઇ બાઇક હતી? આ બાઇકની સ્થિતિ જોઇને તમે કદાચ અંદાજો ના લગાવી શકો, પરંતુ ટૂંક સમયમાં આ બાઇક ચમચમાતી જોવા મળશે. કારણ કે ધોની પોતાની આ બાઇકને સારી કરવામાં લાગેલો છે.

80ના દશકાની લોકપ્રિય બાઇક

80ના દશકાની લોકપ્રિય બાઇક

આ બાઇક 80ના દશકામાં ઘણી જ લોકપ્રિય હતી. આ છે યામાહાની આરડી 350 બાઇક. આ બાઇકમાં 350 સીસીની ક્ષમતાના એન્જીનનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

રાજૂદતના નામથી ઓળખાતી હતી આ બાઇક

રાજૂદતના નામથી ઓળખાતી હતી આ બાઇક

80ના દશકામાં જ્યારે જાપાની ટૂવ્હીલકર કંપની યામાહાનો એસ્કોર્ટ સાથે કરાર હતો, ત્યારે આ બાઇકનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેને રાજદૂતના નામથી પણ ઓળખવામાં આવે છે.

બાઇકને ઠીક કરવાની યોજના

બાઇકને ઠીક કરવાની યોજના

ધોનીએ પોતાની આ બાઇકને ઠીક કરવાની યોજના બનાવી છે. કારણ કે, આ બાઇક ઘણી જૂની થઇ ગઇ છે અને આ બાઇકનો લાંબા સમયથી ઉપયોગ કરવામાં આવ્યો નથી. તેથી આ બાઇકના એન્જીન અને અન્ય પાર્ટ્સને રીપેર કરવા માટે ખોલવામાં આવ્યા છે.

ધોનીએ જાતે જ ખોલ્યું એન્જીન

ધોનીએ જાતે જ ખોલ્યું એન્જીન

ધોનીએ બાઇકનું એન્જીન જાતે જ ખોલ્યું છે. તેણે ટ્વિટર પર લખ્યું છે કે, એન્જીન ખોલવાનું કામ ઘણું રસપ્રદ હતુ, પરંતુ મને ખબર નથી કે આ બધા અલગ પડેલા પાર્ટ્સને કોણ એસેમ્બલ કરશે.

એન્જીનને ખોલ્યા બાદની તસવીર

એન્જીનને ખોલ્યા બાદની તસવીર

આ બાઇકના એન્જીનને બે અલગ ભાગમાં ખોલવામાં આવ્યું, જેને સાફ કરવામાં આવ્યા બાદની તસવીરો ધોનીએ ટ્વિટર પર પોસ્ટ કરી છે.

માઇ ફર્સ્ટ બાઇક

માઇ ફર્સ્ટ બાઇક

ધોનીએ આ તસવીર પોસ્ટ કરી અને લખ્યું છે કે, માઇ ફર્સ્ટ બાઇક.

English summary
Did you know Mahendra Singh Dhoni owns a Yamaha RD 350? We take a look at his RD 350 up close.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X