આ છે ભારતનું પહેલું ડ્રાઇવર-લેસ ટ્રેક્ટર!

Written By:
Subscribe to Oneindia News

મહેન્દ્રા એન્ડ મહેન્દ્રાએ ચેન્નઇના સંશોધન કેન્દ્રમાં બનેલા તેમના પહેલા ડ્રાઇવર-લેસ ટ્રેક્ટરને પ્રદર્શિત કરવામાં આવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે, આ ટ્રેક્ટરનું વેચાણ 2018માં શરૂ કરવામાં આવશે. આ ટ્રેક્ટરને હાલ બજારમાં લોન્ચ કરવામાં નથી આવ્યુ. પરંતુ આ પગલું ખેતી ક્ષેત્રે ઘણું ક્રાંતિકારી સાબિત થશે. આ અંગે મહેન્દ્રા એન્ડ મહેન્દ્રા લિમિટેડના નિર્દેશક પવન ગોયનકાએ કહ્યુ કે, અમારા ટ્રેક્ટરો આર એન્ડ ડી હંમેશા આધુનિક્તાથી સજ્જ હોય છે. એમને આ ટ્રેક્ટરોને લોન્ચ કરતા ઘણો આનંદ થઈ રહ્યો છે.

આ ટ્રેક્ટરની ખાસિયતો

આ ટ્રેક્ટરની ખાસિયતો

મહેન્દ્રા એન્ડ મહેન્દ્રાના નિર્દેશક પવન ગોયનકાએ આ ટ્રેક્ટરની ખાસિયતો વિશે જણાવ્યુ હતુ કે, ટ્રેક્ટરમાં ઓટો સ્ટીયર જીપીએસ ટેક્નોલોજીથી જોડાયેલુ છે. જેના કારણે ખેડૂતો સ્ટીયરિંગ વગર પણ તેને ઓપરેટ કરી શકે છે. આ ઉપરાંત ટ્રેક્ટરનો ઓટો લિફ્ટ જમીન પર કામ કરતા મશીનને જમીન પુરી થતા ઓટોમેટિક નીચેથી ઉપાડી લે છે.

આ ટ્રેક્ટરથી કામ થશે સરળ

આ ટ્રેક્ટરથી કામ થશે સરળ

આધુનિકતાથી સજ્જ આ ટ્રેક્ટરનો ઉપયોગ કરતા વ્યક્તિને ઇન્ટરફેસ જેવી સેવાઓ પણ આપવામાં આવી છે. ઇન્ટરફેસના માધ્યમથી ખેતરની સીમાની અંદર જ ખેડૂત આ ટ્રેક્ટરથી કામ કરી શકશે. તે ખેતરની સીમાની બહાર ટ્રેક્ટર જતુ નથી. આથી તેના ઉપયોગ કરનાર ખેડૂતને તેને સતત જોવુ પડતુ નથી કે ટ્રેક્ટર ક્યાં કામ કરે છે? આથી તેનુ કામ પણ સરળ બની જશે.

સુરક્ષાની સગવડોથી સજ્જ

સુરક્ષાની સગવડોથી સજ્જ

આ ટ્રેક્ટરથી કોઈને નુકશાન ન થાય તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ટેબલેટથી ખેડૂત દુરથી પણ ટ્રેક્ટરને નિયંત્રણ કરી શકે છે. તે ઉપરાંત આપાતકાલીન સંકટ સમયે ટ્રેક્ટર તેના એન્જિંનમાં આવેલા રીમોટ દ્વારા સ્વનિયંત્રણે ઊભું રહી જાય છે. આથી સુરક્ષાની રીતે આ ટ્રેક્ટર એકદમ યોગ્ય છે.

ટ્રેક્ટરથી થશે ઉત્પાદનમાં વધારો

ટ્રેક્ટરથી થશે ઉત્પાદનમાં વધારો

મહેન્દ્રા એન્ડ મહેન્દ્રા લિમિટેડના ફાર્મ ઇક્વિપમેંટ સેક્ટરના અધ્યક્ષ રાજેશ ઝેઝુર્યકરે જણાવ્યુ હતુ કે, ડ્રાઇવરલેસ ટ્રેક્ટરથી મહેનતમાં ઘણો ઘટાડો થશે અને ખેતીની ઉત્પાદક ક્ષમતામાં વધારો થશે. આ ઉપરાંત તેમાં ઉપયોગ કરવામાં આવેલી ટેક્નોલોજીથી ખેડૂતોને ઘણા લોભો પણ થશે.

ખેડૂતો માટે ડ્રાઇવરલેસ ટ્રેક્ટર કેવુ રહેશે?

ખેડૂતો માટે ડ્રાઇવરલેસ ટ્રેક્ટર કેવુ રહેશે?

મહેન્દ્રા એન્ડ મહેન્દ્રા ઓટો ટેક્નોલોજીનાં ઘણા નવા સંશોધન કરી રહ્યુ છે અને તેમણે બનાવેલ આ ડ્રાઇવર લેસ ટ્રેક્ટરથી તેમણે ટ્રેક્ટરની ટેક્નોલોજીમાં નવી ક્રાંતિ લાવી છે. ખેડૂતો માટે ચોક્કસ આ ટેક્નોલોજી મહેનતમાં ઘટાડો કરશે. પરંતુ તે ઉત્પાદન વધારવા માટે કેટલી સફળ રહેશે એ તો આવનારો સમય જ બતાવશે.

English summary
First ever Driverless tractor : Mahindra & Mahindra showcased its first-ever driverless tractor, developed at the company's Mahindra Research Valley in Chennai.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.