• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

25મીએ લોન્ચ થશે નવી સ્કોર્પિયો, એસયુવીની જાણવા જેવી 10 વાતો

|

નવી મહિન્દ્રા સ્કોર્પિયોને જોઇને તમને લાગશે કે આ એક વૈભવી એસયુવી કાર છે. મહિન્દ્રા પોતાની આ મિડ રેન્જ એસયુવી કારનું નવું વર્ઝન લઇને આવી રહી છે, જેમાં વૈભવી ફીચર્સ આપવામાં આવ્યા છે. મહિન્દ્રાએ સ્કોર્પિયોને પહેલીવાર 2002માં લોન્ચ કરી હતી. ત્યારબાદ આ પહેલીવાર બની રહ્યું છેકે, કંપની તેના નવા વર્ઝનને લોન્ચ કરી રહી છે. તેને ડબલ્યુ 105 કૌડનેમ આપવામાં આવ્યું છે અને તેને 25 સપ્ટેમ્બરના રોજ લોન્ચ કરવામાં આવનારી છે. જોકે નવી સ્કોર્પિયો અંગે કંપનીએ વધુ કોઇ જાહેરાત કરી નથી, પરંતુ તેની તસવીરને જોઇને લાગી રહ્યું છેકે તેને વધારે વૈભવી બનાવવામાં આવી છે.

સ્કોર્પિયોને 2002માં લોન્ચ કરવામાં આવી ત્યારથી અત્યારસુધી આ એસયુવીએ બજારમાં પોતાની શાખને જાળવી રાખી છે અને રોડ પર તેની સંખ્યા જ દર્શાવી દે છેકે ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં આ કાર કેટલી હદે સફળ નિવડી છે. નવી સ્કોર્પિયો બજારમાં આવી રહી છે, ત્યારે તેમાં શુ ખાસિયતો હશે અને તે જાણવાની ઉત્સુકતા જાગે એ સ્વાભાવિક છે. જેને ધ્યાનમાં રાખીને આજે અમે અહીં નવી સ્કોર્પિયો સાથે જોડાયેલી 10 ખાસ વાતો તમારી સમક્ષ રજૂ કરી રહ્યાં છીએ. તો ચાલો તસવીરો થકી એ જાણીએ.

આ પણ વાંચોઃ- કાર કમ્પૅરિઝન: વોલ્વો વી40, ઑડી ક્યૂ3 કે BMW એક્સ 1
આ પણ વાંચોઃ- અમદાવાદમાં ધૂમ મચાવતી બીએમડબલ્યુની 10 કાર
આ પણ વાંચોઃ- બેસ્ટ એવરેજ આપતી ટોપ 10 ડીઝલ કાર, કિંમત 10 લાખ સુધી

ન્યૂલી ડિઝાઇન્ડ એક્સ્ટેરિયર

ન્યૂલી ડિઝાઇન્ડ એક્સ્ટેરિયર

મહિન્દ્રાના ડિઝાઇનર્સ દ્વારા નવી સ્કોર્પિયોમા કેટલાક ફેરબદલ કર્યાં છે. જેમાં હેડલાઇટ ક્લસ્ટર, ગ્રીલ, બમ્પર્સ, એલઇડી ટેલલાઇટ્સ, એલોય વ્હીલ્સ, શીટ મેટલ વિગેરેની ડિઝાઇનમાં બદલાવ કરવામાં આવ્યો છે.

અપમાર્કેટ ઇન્ટિરિયર

અપમાર્કેટ ઇન્ટિરિયર

ગ્રાહકો દ્વારા આપવામાં આવતા ફીડબેકને ધ્યાનમાં રાખીને મહિન્દ્રાએ નવી સ્કોર્પિયોના ઇન્ટિરિયરને નવો લૂક આપ્યો છે. ડેશબોર્ડ નવું છે અન આજની જનરેશનને પસંદ આવે તેવું છે. સ્ટિયરીંગ વ્હીલ એક્સયુવી 500ને મળતું આવે છે. તેમજ પાવર વિન્ડો સહિતની સુવિધા આપવામાં આવી છે.

બે એન્જીન ઓપ્શન

બે એન્જીન ઓપ્શન

નવી સ્કોર્પિયોમાં બે એન્જીન ઓપ્શન આપવામાં આવ્યા છે. જેમાં એક 2.5 લિટર ફોર સિલિન્ડર ડીઝલ એન્જીન છે, કોમર્સિયલ અને રૂરલ સેગ્મેન્ટ માટે છે, જ્યારે 2.2 લિટર એમહૉક ફોર સિલિન્ડર એન્જીન જે 120 બીએચપી જનરેટ કરે છે.

હાઇડ્રોફોર્મ્ડ લેડ્ડર ફ્રેમ ચેસિસ

હાઇડ્રોફોર્મ્ડ લેડ્ડર ફ્રેમ ચેસિસ

સ્કોર્પિયો રોડ પર સારી રીતે હોલ્ડિંગ કરી શકે એ માટે તેની ચેસિસમાં ફેરબદલ કરવામાં આવ્યો છે. લેડ્ડર ફ્રેમ ચેસિસ નવા મોડલને થોડુક લાઇટ બનાવી દેશે.

વેરિએન્ટ્સ

વેરિએન્ટ્સ

નવી સ્કોર્પિયોના છ વેરિએન્ટ્સ હશે, જેમાં S2, S4, S6, S8 અને S10 છે. એસ2માં 2.5 લિટર એન્જીન જોવા મળશે. જ્યારે અન્ય વેરિએન્ટ્સમાં 2.2 લિટર એમહૉક એન્જીન જોવા મળશે.

સીટિંગ

સીટિંગ

નવી સ્કોર્પિયો 7, 8 અને 9 સીટિંગ કોન્ફિગરેશન્સમાં મળી આવશે. જે વેરિએન્ટ્સ આધારિત હશે. તેમજ ટોપ એન્ડ S8 અને S10 વેરિએન્ટ્સમાં કેપ્ટન ચેર્સનું ઓપ્શન હશે.

કલર્સ

કલર્સ

નવી સ્કોર્પિયો પાંચ કલર્સમાં લોન્ચ કરવામાં આવશે, જેમાં ડાઇમન્ડ વ્હાઇટ, ફેઇરી બ્લેક, મિસ્ટ સિલ્વર, મોલ્ટેન રેડ અને રેગલ બ્લૂ હશે. મોલ્ટેન રેડ અને રેગલ બ્લૂ પહેલીવાર આ એસયુવીમાં જોવા મળશે.

સ્કોર્પિયોનું બુકિંગ

સ્કોર્પિયોનું બુકિંગ

મહિન્દ્રા ડિલર્સ દ્વારા નવી સ્કોર્પિયોનું બુકિંગ 15 સપ્ટેમ્બરથી શરૂ કરી દેવામાં આવ્યું છે. આ બુકિંગ એ લોકો માટે શરૂ કરવામાં આવ્યું છે જેઓ પોતાની જૂની સ્કોર્પિયોને અપગ્રેડ કરવા માગે છે. જ્યારે રેગ્યુલર ગ્રાહકો માટે 18 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે.

ફીચર

ફીચર

નવી સ્કોર્પિયોમાં ડ્યુઅલ એરબેગ્સ, એબીએસ, એલોય વ્હીલ, ટચસ્ક્રીન ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ, રેઇન અને લાઇટ સેન્સર્સ, સ્ટીયરિંગ માઉન્ટેડ ઓડિયો અને ક્રૂઝ કન્ટ્રોલ, રિસર્વ પાર્કિંગ એસિસ્ટ, માઇક્રો હાઇબ્રિડ ટેક્નોલોજી, પ્રોજેક્ટર હેડલાઇટ્સ, એલઇડી ડેટાઇમ રનિંગ લાઇટ અને એઇડી ટેલલાઇટ્સ.

લોન્ચિંગ સમય અને કિંમત

લોન્ચિંગ સમય અને કિંમત

નવી સ્કોર્પિયોને વેચાણ અર્થે 25 સપ્ટેમ્બરના રોજ મુકવામાં આવશે, તેની પાછળનું કારણ ફેસ્ટિવ સિઝન હોવાના કારણે કારના વેચાણમાં ઘણો ફેર પડે છે. કારની કિંમત અંગે વાત કરવામા આવે તો તેની કિંમત જૂની સ્કોર્પિયો કરતા 30થી 50 હજાર મોંઘી હોઇ શકે છે.

lok-sabha-home

English summary
India's largest seller of Utility Vehicles Mahindra will be launching their next generation Scorpio on 25th of September, 2014. They have given the vehicle a complete makeover from the previous generation.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more