For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મારુતિએ લોન્ચ કરી એર્ટિગા લિમિટેડ એડિશન

By Super
|
Google Oneindia Gujarati News

ઓટોમોબાઇલ ક્ષેત્રમાં ભારત હવે એક મોટું હબ બની રહ્યું છે, હેચબેક, સેડાન કાર હોય કે પછી એસયુવી અને એમપીવી કાર્સ. ભારતીય ગ્રાહકો પર આ કાર્સનો જાદૂ છવાયેલો જોવા મળી રહ્યો છે અને તેના કારણે કાર નિર્માણ કરતી કંપનીઓ હવે પોતાની કાર્સને ભારતીય ગ્રાહકોને ધ્યાનમાં રાખીને લોન્ચ કરી રહી છે. ભારતની સૌથી મોટી ફોર વ્લીહલર વાહન નિર્માણ કરતી કંપની મારુતિ સુઝુકીએ રાષ્ટ્રમાં 1.5 લાખ એમપીવી વેચીને એક માઇલસ્ટોન હાંસલ કર્યો છે અને પોતાની આ સિદ્ધિની ઉજવણીના ભાગરૂપે જાપાનીઝ વાહન નિર્માણ કરતી કંપનીએ પોતાની આ એમપીવી એર્ટીગાની લિમિટેડ એડિશનને ભારતમાં લોન્ચ કરી છે.

મારુતિ સુઝુકીએ એર્ટિગાના લિમિટેડ એડિશન મોડલમાં કેટલાક કોસ્મેટિક ફેરફાર કર્યા છે. જાપાનીઝ કાર નિર્માતાએ પોતાની આ લિમિટેડ એડિશનમાં એક્સ્ટેરિઅર અને ઇન્ટેરિયર સ્ટાઇલમાં બદલાવ કર્યો છે. તેમજ આ લિમિટેડ એડિશન વ્હીકલ વ્હાઇટ, સિલ્વર અને પર્લ બ્લેઝ બ્લુ જેવા નવા કલર ઓપ્શનમાં મળી રહેશે. વધુ વાંચવા તસવીરો પર ક્લિક કરો.

લિમિટેડ એડિશનમાં કરવામા આવેલા ફેરફાર

લિમિટેડ એડિશનમાં કરવામા આવેલા ફેરફાર

લિમિટેડ એડિશન એર્ટિગામાં કરવામાં આવેલા ફેરફાર અંગે વાત કરવામાં આવે તો તેમાં ફ્રન્ટ ગ્રીલ અને ડોર હેન્ડલ્સમાં ક્રોમની સજાવટ કરવામાં આવી છે. તેમજ તેમાં નવી ડિઝાઇન અને ગ્રાફિક્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ આ કારમાં કંપની દ્વારા રીયર સ્પોઇલર અને 10 સ્પોક એલોય વ્હીલ પણ આપવામાં આવ્યા છે.

લિમિટેડ એડિશનમાં આપવામાં આવેલા ફીચર

લિમિટેડ એડિશનમાં આપવામાં આવેલા ફીચર

લિમિટેડ એડિશનમાં આપવામાં આવેલા ફીચર અંગે વાત કરવામાં આવે તો બ્લેક અને ઉની કપડાંનું ડેશબોર્ડ આપવામાં આવ્યું છે. મારુતિ સુઝુકી દ્વારા લિમિટેડ એડિશન ફ્લોર મેટ્સ પણ આપવામાં આવી રહ્યું છે. ઇન્સ્ટ્રુમેન્ટ કોન્સલ અને ડોર પેનલમાં લાકડાંનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સ્પીકર્સ અને એન્ટરટેઇનમેન્ટ સિસ્ટમને વધુ સારી બનાવવામાં આવી છે. તેમજ રીયર પાર્કિંગ સેન્સરનો ઉમેરો આ લિમિટેડ એડિશનમાં કરવામાં આવ્યો છે.

લિમિટેડ એડિશનનું પેટ્રોલ વર્ઝન

લિમિટેડ એડિશનનું પેટ્રોલ વર્ઝન

એર્ટિગા લિમિટેડ એડિશન પેટ્રોલ, ડીઝલ અને સીએનજી વર્ઝનમાં ઉપલબ્ધ હશે. મારુતિ સુઝુકીએ પેટ્રોલ વર્ઝનમાં 1.4 લિટર પેટ્રોલ એન્જીનનો ઉપયોગ કર્યો છે, જે 93 હોર્સપાવર પ્રોડ્યુસ કરે છે. જેની એક્સ શોરૂમ દિલ્હીમાં કિંમત 6,76,000 રૂપિયા છે.

ડીઝલ અને સીએનજી વર્ઝન

ડીઝલ અને સીએનજી વર્ઝન

ડીઝલ વર્ઝનમાં 1.3 લિટર ડીઝલ એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 71 હોર્સપાવર પ્રોડ્યુસ કરે છે. જેની એક્સ શોરૂમ દિલ્હીમાં કિંમત 7,34,000 રૂપિયા છે. જ્યારે સીએનજી વર્ઝનની કિંમત એક્સ શોરૂમ દિલ્હીમાં કિંમત 8,05,000 રૂપિયા છે.

English summary
India's largest four wheeler manufacturer Maruti Suzuki has achieved a milestone by selling 1.5 lakh MPV in the nation. To celebrate their achievement, the Japanese manufacturer has launched a limited edition of their Ertiga.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X