For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'Ritz'ની લાઇફલાઇન વધારશે '@buzZ'

|
Google Oneindia Gujarati News

હાલના દિવસોમાં ભારતીય ઓટો બજારમાં કોમ્પેક્ટ સડાન અને કોમ્પેક્ટ એસયૂવીનો જ ગણગણાટ સાંભળવા મળે છે. તેમાં પણ ખાસ કરીને મારુતિ સુઝૂકી દ્વારા લોન્ચ કરવામાં આવેલી સ્વિફ્ટ ડિઝાયર ઘણી લાઇમલાઇટમાં રહી છે. હાલના સમય આ કાર નિર્માતા કંપનીની જ કાર રિત્ઝ(Ritz) એવી છે કે જે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચવામાં નિષ્ફળ રહી છે. જો કે Ritzને લઇને એટલું તો ચોક્કસપણે કહીં શકાય કે લોકો સંપૂર્ણપણે તેને ભૂલી શક્યા નહીં હોય, હવે મારૂતિએ તેની આ કારની લિમિટેડ એડિશનને લોન્ચ કરી છે, જેનું નામ Ritz@buzZ રાખ્યું છે.

જો કે, મારુતિ સૂઝૂકી દ્વારા આ લિમિટેડ એડિશનના ફિચર્સની કિંમતને લઇને વધુ પડતી માહિતી બહાર પાડી નથી. Ritzને બે એન્જીનમાં લોન્ચ કરવામાં આવી છે, એક પેટ્રોલ અને બીજું ડીઝલ. પેટ્રોલ એન્જીની વાત કરીએ તો પેટ્રોલ 1.2 લીટર કે સીરીઝ એન્જીન, 87 પીએસ 114 એનએમ અને ડીઝલની વાત કરીએ તો 1.3 લીટર ફિઆટ મલ્ટિજેટ ટર્બો ડીઝલ એન્જીન, 75 પીએ, 190 એનએમ, પાંચ સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન અને 4 સ્પીડ ઓટોમેટિક ઓપ્શનલ અપગ્રેડ આપવામાં આવ્યા છે.

મારુતિ સૂઝૂકીનું કહેવું છે કે, લિમિટેડ એડિશન Ritz@buzZમાં 12 નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. તો ચાલો Ritz@buzZમાં કયા નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે તે અંગે માહિતી મેળવીએ.

બહારનો દેખાવ

બહારનો દેખાવ

સ્ટાઇલિશ બોડી ગ્રાફિક્સ
સ્ટ્રોંગ બમ્પર પ્રોટેક્ટર
સ્માર્ટ ડોર વિઝર
એલિગેન્ટ સ્ટીયરિંગ વ્હીલ કવર
ડુરેબલ મડ ફ્લાપ્સ

ઇન્ટિરિયર

ઇન્ટિરિયર

કોવેનિએન્ટ રીઅર પાર્સલ ટ્રાય
રિત્ઝ બ્રાન્ડેડ લેધર સીટ કવર
સ્ટાઇલિશ ડોર સિલ ગાર્ડ્સ
ડુરેબલ ફ્લોર મેટ્સ

ઇલેક્ટ્રોનિક્સ

ઇલેક્ટ્રોનિક્સ

પાવરફૂલ છ સ્પિકર્સ
2- ડિન સ્ટેરિયો સિસ્ટમ સાથે બ્લૂતૂથ અને યુએસબી ફીચર્સ
એસ્સિસ્ટિવ રીઅર પાર્કિંગ સેન્સર

English summary
Maruti has introduced a limited edition model dubbed Ritz buzZ.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X