મારુતિ સુઝુકીની નવી કાર સિઆઝ આપી શકશે આ કાર્સને ટક્કર?
મારુતિ સુઝુકીએ ભારતીય ઓટોમોબાઇલ જગતમાં પોતાની નવી સેડાન સિઆઝની બુકિંગ આજથી એટલે કે બુધવારથી શરૂ કરી દીધી છે. જો તમે આ કાર ખરીદવા માગો છો તો તમે માત્ર 21 હજારમાં તેનું બુકિંગ કરાવી શકો છો. ટૂંક સમયમાં લોન્ચ થનારી આ કાર મારુતિની એસએક્સ4નું સ્થાન લેશે કારણ કે, એસએક્સ 4 ભારતમાં જોઇએ તેટલી સફળ થઇ નહોતી.
કંપની આ કારને બે વિરએન્ટમાં ઉતારનારી છે, એક ડીઝલ અને બીજુ પેટ્રોલ એન્જીન હશે. એવો પણ દાવો કરવામાં આવ્યો છેકે પેટ્રોલમા આ કાર 20 અને ડીઝલમાં આ કાર 26 કિ.મી પ્રતિ લિટરની એવરેજ આપી શકશે. આ કાર સ્પષ્ટપણે હોન્ડા સિટી, હુન્ડાઇ વેર્ના, ફોક્સવેગન વેન્ટો અને નિસાન સન્નીને ટક્કર આપશે, જેને ધ્યાનમાં રાખીને આજે અમે અહીં, કારની કિંમત, એન્જીન, ડિમેન્શન, એવરેજ અંગે તુલનાત્મક માહિતી આપી રહ્યા છીએ, તો ચાલો તસવીરો થકી એ નિહાળીએ.
આ પણ વાંચોઃ- ભારતના 10 અમેઝિંગ એક્સપ્રેસ વેમાં આવે છે ગુજરાતનો આ હાઇવે
આ પણ વાંચોઃ- ભારતીય રસ્તાઓ માટે આ કાર્સ છે શ્રેષ્ઠ
આ પણ વાંચોઃ કેવી રીતે બેસવું કારમાં, જાણો આ ખાસ ટિપ્સ

કિંમત અંગે સરખામણી
મારુતિ સુઝુકી સિઆઝની કિંમતઃ- 8થી 12 લાખ રૂપિયા
નિસાન સન્નીની કિંમતઃ- 6.3થી 9.5 લાખ રૂપિયા
ફોક્સવેગન વેન્ટોની કિંમતઃ- 7.4થી 10 લાખ રૂપિયા
હોન્ડા સિટીની કિંમતઃ- 7.56થી 11.6 લાખ રૂપિયા
હુન્ડાઇ વેર્નાની કિંમતઃ- 7.51થી 12.06 લાખ રૂપિયા

મારુતિ સુઝુકી સિઆઝ
પેટ્રોલ એન્જીનઃ- 1.4-લિટર કે-સીરિઝ, 91 બીએચપી, 130 એનએમ
ડીઝલ એન્જીનઃ- 1.3-લિટર મલ્ટી જેટ મોટર, 89બીએચપી ,200 એનએમ

નિસાન સન્ની
પેટ્રોલ એન્જીનઃ- 1.5-લિટર, 98 બીએચપી, 134 એનએમ
ડીઝલ એન્જીનઃ- 1.5-લિટર ડીસીઆઇ, 84 બીએચપી, 200 એનએમ

ફોક્સવેગન વેન્ટો
પેટ્રોલ એન્જીનઃ- 1.6-લિટર ઇનલાઇન, 103 બીએચપી, 153 એનએમ
ડીઝલ એન્જીનઃ- 1.6-લિટર સીઆરડીઆઇ, 103 બીએચપી, 250 એનએમ

હોન્ડા સિટી
પેટ્રોલ એન્જીનઃ- 1.5L આઇ-વીટીઇસી, 119 બીએચપી, 145 એનએમ
ડીઝલ એન્જીનઃ- 1.5L આઇ-વીટીઇસી, 100 બીએચપી, 200 એનએમ

વેર્ના
પેટ્રોલ એન્જીનઃ- 1.6 વીટીવીટી, 121 બીએચપી, 158 એનએમ
ડીઝલ એન્જીનઃ- 1.6 સીઆરડીઆઇ 126 બીએચપી, 260 એનએમ

એવરેજ અંગે સરખામણી
મારુતિ સુઝુકી સિઆઝની એવરેજઃ-20.73 કિ.મી પ્રતિ લિટર પેટ્રોલ અને 26.21 કિ.મી પ્રતિ લિટર ડીઝલ
નિસાન સન્નીની એવરેજઃ-16.9 કિ.મી પ્રતિ લિટર પેટ્રોલ અને 22.7 કિ.મી પ્રતિ લિટર ડીઝલ
ફોક્સવેગન વેન્ટોની એવરેજઃ-15 કિ.મી પ્રતિ લિટર પેટ્રોલ અને 20 કિ.મી પ્રતિ લિટર ડીઝલ
હોન્ડા સિટીની એવરેજઃ-16 કિ.મી પ્રતિ લિટર પેટ્રોલ અને ડીઝલ
હુન્ડાઇ વેર્નાની એવરેજઃ-14 કિ.મી પ્રતિ લિટર પેટ્રોલ અને 18 કિ.મી પ્રતિ લિટર ડીઝલ

મારુતિ સુઝુકી સિઆઝ
લંબાઇઃ- 4490 એમએમ પહોળાઇઃ- 1730 એમએમ ઉંચાઇઃ- 1485 એમએમ વ્હીલબેઝઃ- 2685 એમએમ

નિસાન સન્નીની
લંબાઇઃ- 4425 એમએમ પહોળાઇઃ- 1695 એમએમ ઉંચાઇઃ- 1505 એમએમ વ્હીલબેઝઃ- 2600 એમએમ

ફોક્સવેગન વેન્ટોની
લંબાઇઃ- 4384 એમએમ પહોળાઇઃ- 1699 એમએમ ઉંચાઇઃ- 1466 એમએમ વ્હીલબેઝઃ- 2552 એમએમ

હોન્ડા સિટી
લંબાઇઃ- 4440 એમએમ પહોળાઇઃ- 1695 એમએમ ઉંચાઇઃ- 1495 એમએમ વ્હીલબેઝઃ- 2600 એમએમ

હુન્ડાઇ વેર્ના
લંબાઇઃ- 4370 એમએમ પહોળાઇઃ- 1700 એમએમ ઉંચાઇઃ- 1475 એમએમ વ્હીલબેઝઃ- 2570 એમએમ
ફીચર
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
