For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતના 10 અમેઝિંગ એક્સપ્રેસ વેમાં આવે છે ગુજરાતનો આ હાઇવે

|
Google Oneindia Gujarati News

એક સમયે ભારતના હાઇવે અને રસ્તાઓને વિશ્વના સૌથી ખરાબ રસ્તાઓ કહેવામાં આવતા હતા, પરંતુ સમય જતાં ભારતે પોતાના રસ્તાઓની સ્થિતિમાં સુધારો કર્યો અને આજે દેશમાં રોડ ટ્રાન્સપોર્ટ વધી ગયું છે. રસ્તાઓ એટલા સુંદર બની ગયા છે કે તેના પર વિહરવાની એક સમયે ઇચ્છા જન્મી જાય છે. સારા રસ્તાઓ વિકાસની પગદંડી સમાન હોય છે અને ગુજરાત સહિત ભારતના અનેક રાજ્યોમાં રસ્તાઓ જે તે રાજ્યના વિકાસમાં મહત્વનો ફાળો પણ આપી રહ્યાં છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ જ વાતનો તાગ મેળવીને દેશના હાઇવેની સ્થિતિ સુધારવાની તથા પ્રાથમિક સુવિધાઓ સારી બનાવવાની કવાયદ હાથ ધરી છે. જે એક સરાહનિય બાબત છે. એ જ વાતને ધ્યાનમાં રાખીને આજે અમે અહીં ભારતના 10 અમેઝિંગ એક્સપ્રેસ વે અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ. જેમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પણ આવી જાય છે. જેમાં મહારાષ્ટ્રના મુંબઇ-પૂણે એક્સપ્રેસ વેનો પણ સમાવેશ થાય છે. તો ચાલો તસવીરો થકી જાણીએ આ 10 અમેઝિંગ એક્સપ્રેસ વે અંગે.
આ પણ વાંચોઃ- બીએમડબલ્યુની ભારતમાં ટોપ 11 કાર્સ
આ પણ વાંચોઃ- ભારતમાં રોડ ટ્રિપ દરમિયાન યાદ રાખવા જેવી 11 બાબતો
આ પણ વાંચોઃ- ગિક્સર, એફઝેડ, સીબી ટ્રિગર કે એક્સ્ટ્રીમઃ કોના પર ઠરશે નજર

મુંબઇ-પૂણે એક્સપ્રેસ વે

મુંબઇ-પૂણે એક્સપ્રેસ વે

આ એક્સપ્રેસ વે ભારતને પહેલો સિક્સ લેન કોંક્રેટ,હાઇ સ્પીડ હાઇવે છે, જેની લંબાઇ 93 કિ.મીની છે. જો તમે એવરેજ 80ની સ્પીડ પર કાર હાંકો તો તમે 2 કલાક કરતા પણ ઓછા સમયમાં આ અંતર કાપી શકો છો.

જયપુર- કિશનગઢ એક્સપ્રેસ વે

જયપુર- કિશનગઢ એક્સપ્રેસ વે

આ ભારતના શ્રેષ્ઠ હાઇવેમાનો એક હાઇવે છે, જે રાજસ્થાનમાં આવેલો છે. આ સિક્સ લેન હાઇવે છે અને તેની લંબાઇ 90 કિ.મીની છે.

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે

આ હાઇવેને નેશનવ એક્સપ્રેસ વે 1 પણ કહેવામાં આવે છે. તેની લંબાઇ 95 કિ.મીની છે અને આ ભારતના સૌથી વધુ વ્યસ્ત નેશનલ હાઇવેઝમાનો એક છે.

દિલ્હી-ગોરેગાંવ એક્સપ્રેસ વે

દિલ્હી-ગોરેગાંવ એક્સપ્રેસ વે

આ સુંદર હાઇવે દિલ્હી અને ગોરેગાંવને જોડે છે. તેની લંબાઇ 28 કિ.મીની છે અને તે ભારતના સૌથી મહત્વના એક્સપ્રેસ હાઇવેમાનો એક હાઇવે છે.

વેસ્ટર્ન એક્સપ્રેસ વે

વેસ્ટર્ન એક્સપ્રેસ વે

આ મુંબઇ વેસ્ટર્ન એક્સપ્રેસ વે 8-10 લેન આર્ટેરિયલ રોડ છે. જેની લંબાઇ 25.33 કિ.મી છે. આ હાઇવે પર અંધેરી ફ્લાયઓવર બનાવવામાં આવ્યો છે, જેથી મુંબઇમાં ટ્રાફિકને ઓછો કરી શકાય.

ઇસ્ટર્ન એક્સપ્રેસ વે

ઇસ્ટર્ન એક્સપ્રેસ વે

આ હાઇવે 6 લેન છે અને તે છત્રપતિ શિવાજી ટર્મિનસથી થાને સુધી છે. તેની લંબાઇ 23 કિ.મીની છે. આ મુંબઇનો એક વ્યસ્ત અને મહત્વનો હાઇવે છે.

યમુના એક્સપ્રેસ વે

યમુના એક્સપ્રેસ વે

આ હાઇવેને તાજ એક્સપ્રેસ વે પણ કહેવામાં આવે છે. તેની લંબાઇ 165 કિ.મી છે અને તે સિક્સ લેન છે. આ હાઇવેની સુવિધા એ છેકે દર 25 કિ.મીએ એક હાઇવે પેટ્રોલ પમ્પ આવે છે.

દાંકુની-પાલ્સિત એક્સપ્રેસ વે

દાંકુની-પાલ્સિત એક્સપ્રેસ વે

આ હાઇવેને દુર્ગાપુર એક્સપ્રેસ વે પણ કહેવામાં આવે છે. આ હાઇવેની લંબાઇ 65 કિ.મી છે.

અલ્હાબાદ-બાયપાસ એક્સપ્રેસ વે

અલ્હાબાદ-બાયપાસ એક્સપ્રેસ વે

આ 82 કિ.મી લાંબો એક્સપ્રેસ વે છે, જે 4 લેન હાઇવે છે. આવે જ એક અન્ય બાયપાસ હાઇવે બની રહ્યો છે, જે ચેન્નાઇ બાયપાસ એક્સપ્રેસ વે કહેવાશે.

નોએડા-ગ્રેટર નોએડા એક્સપ્રેસ વે

નોએડા-ગ્રેટર નોએડા એક્સપ્રેસ વે

આ હાઇવે ઉત્તર પ્રદેશને દિલ્હી સાથે જોડે છે. જે સિક્સ લેન હાઇવે છે. તેની લંબાઇ 24 કિ.મી લાંબી છે.

English summary
The 10 Amazing Expressways in India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X