મારુતિની નવી ઓટોમેટિક કાર અલ્ટો કે10: જાણો શું છે નવું
મારુતિ સુઝુકી દ્વારા ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં આ વર્ષે અનેકવિધ મોડલ્સને લોન્ચ કરવામાં આવ્યા છે. આ વર્ષે મારુતિએ સિલેરિયો, સિયાઝ અને રિફ્રેશ્ડ સ્વિફ્ટ હેચબેકને લોન્ચ કરી હતી. હવે 4 નવેમ્બરના રોજ મારુતિ સુઝુકી નેક્સ્ટ જનરેશન અલ્ટો કે10ને લોન્ચ કરવા જઇ રહી છે. આ હેચબેક સિલેરિયોને લોન્ચ કરવામાં આવી ત્યારથી લોકપ્રિય છે. કંપનીએ આ કારમાં કોઇ વધુ ફેરબદલ કર્યા નથી. માહિતી અનુસાર આ કારને પેટ્રોલ અને સીએનજી એન્જીન સાથે લોન્ચ કરવામાં આવનારી છે. આ કારની કિંમત 3.2થી 4 લાખ રૂપિયાની વચ્ચે રાખવામાં આવી શકે છે.

એન્જીન સ્પેસિફિકેશન
| ફ્યુઅલ ટાઇપ | વેરિએન્ટ્સ | સીસી | એન્જીન | પાવર | ટાર્ક | એવરેજ |
| પેટ્રોલ | LX, LXi, VXi, VXi (AGS) VXi (O) | 998 સીસી | 1.0 લિટર, 3-સિલિન્ડર કે10બી સિરિઝ | 6200 આરપીએમ પર 67 બીએચપી | 3500 આરપીએમ પર 90 એનએમ | 24.07 કેએમપીએલ |
| સીએનજી | LXi (CNG) | 998 સીસી | 1.0 લિટર, 3-સિલિન્ડર કે10બી સિરિઝ | 6200 આરપીએમ પર 67 બીએચપી | 3500 આરપીએમ પર 90 એનએમ | 32.26 કિ.મી પ્રતિ કેજી |
કારના ડિમેન્શન અંગે વાત કરીએ તો કારનું વજન 760 કેજીની આસપાસ રહેશે. તેની લંબાઇ 3620 એમએમ અને પહોળાઇ 1475 એમએમ હશે આ કારનું ગ્રાઉન્ડ ક્લીયરન્સ 160 એમએમ અને બૂટ સ્પેશ 160 લિટર્સ રહેશે તેવું માનવામાં આવી રહ્યું છે. અહીં કારના ડિમેન્શન અંગેનું ટેબલ આપવામાં આવ્યું છે.
કારનું ડિમેન્શન
| લંબાઇ | પહોળાઇ | ઉંચાઇ | વ્હીલબેઝ | ગ્રાઉન્ડ ક્લિયરન્સ |
| 3620 એમએમ | 1475 એમએમ | 1460 એમએમ | 2360 એમએમ | 160 એમએમ |
કારના વેરિએન્ટ્સ અને તેમાં આપવામાં આવેલા ફીચર્સ
કારના ફીચર્સ અંગે વાત કરીએ તો એલએક્સ વેરિએન્ટ્સમાં માત્ર એસી અને હીટર આપવામાં આવશે. જ્યારે એલએક્સઆઇ વિરેએન્ટ્સથી કારમાં પાવર સ્ટીયરિંગ આપવામાં આવનારું છે. તેમજ રીયર ડોર્સ માટે ચાઇલ્ડ લોક્સ, એડ્જસ્ટેબલ વિંગ મિરર્સ પણ આપવામાં આવશે. વીએક્સઆઇ વેરિએન્ટ્સની વાત કરવામાં આવે તો તેમાં 2 ડીન મ્યુઝિક સિસ્ટમ, સીડી, એમપી3, રેડિયો, યુએસબી, એયુએક્સ અને 2 સ્પીકર્સ આપવામાં આવશે. તેમજ પાવર વિન્ડો, સેન્ટ્રલ લોકિંગ, હેડલાઇટ ઓન વોર્નિંગ, ડીજીટલ ક્લોક, રીયર પાર્સલ ટ્રે, ટેકોમીટર અને વ્હીલ કવર્સ પણ આ મોડલમાં આપવામાં આવનારા છે.

-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
