મારુતિએ લોન્ચ કર્યો સ્વિફ્ટનો નવો અવતાર વોલ્ટ

Posted By:
Subscribe to Oneindia News

જો તમે પણ મારુતિની સ્વિફ્ટના નવા વર્ઝનની સવારી કરવાનું વિચારી રહ્યાં છો તો તમારી પ્રતિક્ષા ખત્મ થવાની અણી પર છે એવું સમજો. જી હાં, દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ દિલ્હી ઓટો એક્સપોમાં પોતાની લોકપ્રિય કાર સ્વિફ્ટનો નવો અવતાર રજૂ કર્યો છે. ઘણા જ આકર્ષક લુક અને દમદાર એન્જીન ક્ષમતાથી સજેલી આ નવી કારને જોઇને દંગ રહી જશો.

મારુતિએ ઓટો એક્સપોમાં સ્વિફ્ટના નવા અવતાર વોલ્ટને રજૂ કર્યો છે. તમને જણાવી દઇએ કે હાલની સ્વિફ્ટને મોડીફાઇ કરીને એકદમ નવો લુક પ્રદાન કરવામાં આવ્યો છે. તો ચાલો તસવીરો થકી જોઇએ, મારુતિ સુઝુકી સ્વિફ્ટના નવા અવતાર વોલ્ટને.

વોલ્ટ કંપનીને નવી ઉંચાઇએ લઇ જશે

વોલ્ટ કંપનીને નવી ઉંચાઇએ લઇ જશે

તમને જણાવી દઇએ કે મારુતિ સ્વિફ્ટ નક્કી ઘણી જ શાનદાર કાર છે અને આ કાર દેશમાં ઘણું જ શાનદાર પ્રદર્શન કરી રહી છે, પરંતુ તેનું નવું વોલ્ટ સંસ્કરણ કંપનીને નવી ઉંચાઇ પર લઇ જશે.

એક રેસ કાર જેવી અપીલ

એક રેસ કાર જેવી અપીલ

મારુતિએ પોતાની આ કારને એક રેસ કાર જેવી અપીલ આપી છે. કંપનીએ આ કારમાં શાનદાર સ્ટાઇલશિ સ્પૉયલર, બમ્ફરને સામેલ કર્યા છે, જે આ કારને એક સ્પોર્ટી લુક આપે છે.

રિયર વ્યૂ કેમેરાનો ઉપયોગ

રિયર વ્યૂ કેમેરાનો ઉપયોગ

કંપનીએ નવી વોલ્ટમાં રિયર વ્યૂ મિરરના સ્થાને શાનદાર રિયર વ્યૂ કેમેરાનો ઉપયોગ કર્યો છે. જેના કારણે કારમાં રિયર વ્યૂ મિરરનો પ્રયોગ કરવામાં આવ્યો નથી. તમે તસવીરમાં જોઇ શકો છો કે કારના રિયર વ્યૂને ડીસપ્લેમાં પ્રદર્શિત કરવામાં આવ્યો છે.

કારના રૂફને રેડ કલરનો પેઇન્ટ

કારના રૂફને રેડ કલરનો પેઇન્ટ

કંપનીએ આ કારના રુફને રેડ કલરમાં પેઇન્ટ કર્યો છે અને સી-પીલર્સને બ્લેક રંગમાં પેઇન્ટ કર્યો છે. લાલ ચત, બ્લેક સી પીલર્સ સ્વિફ્ટ વોલ્ટને વધુ શાનદાર બનાવે છે.

હાલ માત્ર ઓટો એક્સપોમાં જ પ્રદર્શિત

હાલ માત્ર ઓટો એક્સપોમાં જ પ્રદર્શિત

જો કે, કંપનીએ પોતાની આ કારને હાલ ઓટો એક્સપોમાં જ પ્રદર્શિત કરી છે અને આ કારને બજારમાં વેચાણ માટે ઉતારી નથી.

English summary
Maruti Swift Volt showcased at 2014 Auto Expo. The Swift Volt has been specially modified for the auto expo.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.