મર્સીડિઝ બેંજે લોન્ચ કરી સી-ક્લાસની સેલિબ્રેશન એડિશન
જર્મનીની પ્રમુખ કાર નિર્માતા કંપની મર્સીડિઝ બેંજે ભારતીય બજારમાં પોતાની લોકપ્રીય સિડાન કાર સી-ક્લાસની નવી સેલિબ્રેશન એડિશનને લોન્ચ કરી છે. ઘણા જ આકર્ષક લુક, એએમજી સ્ટાઇલિંગ બોડી અને દમદાર એન્જીન ક્ષમતાથી સજેલી નવી સી-ક્લાસ એડિશન સીની ભારતીય બજારમાં કિંમત 39.16 લાખ રૂપિયા(એક્સ શો રૂમ મુંબઇ) નક્કી કરવામાં આવી છે.
મર્સીડિઝ બેંજે પોતાની આ નવી એડિશન સીને દેશની વાણિજ્યીક નગરી, મુંબઇમાં લોન્ચ કરી છે. તમને જણાવી દઇએ કે વિશ્વ ભરમાં 10 મીલિયન સી-ક્લાસ કાર્સના વેચાણની ખુશીમાં કંપનીએ આ તકે સી-ક્લાસની સેલિબ્રેશન એડિશન લોન્ચ કરી છે. કંપનીએ આ કારમાં પોતાની પૂર્વના મોડલની તુલનામાં કેટલાક ફેરબદલ કરી બજારમાં ઉતારી છે, જે તેને અલગ બનાવે છે, તો ચાલો તસવીરો થકી જાણીએ અને જોઇએ મર્સીડિઝની આ સેલિબ્રેશન એડિશનને.

સેલિબ્રેશન એડિશન
આગળ નેક્સ્ટ સ્લાઇડ પર ક્લિક કરો અને તસવીરોમા જુઓ, મર્સીડિઝ બેંજની સી-ક્લાસની આ નવી સેલિબ્રેશન એડિશન.

એએમજી બોડીનો પ્રયોગ
મર્સીડિઝ બેંજ, સેલિબ્રેશન એડિશન સી 220 સીડીઆઇ વેરિએન્ટ પર આધારિત છે. આ ઉપરાંત આ કારમાં એએમજી બોડીનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

એલોય વ્હીલ
આ ઉપરાંત કંપનીએ તેમાં 2 ટોન 17 ઇંચ પાંચ સ્પોક એલોય વ્હીલનો પ્રયોગ કર્યો છે, જે કારને વધુ સારો લુક પ્રદાન કરે છે.

શાનદાર હેડલાઇટ
કંપનીએ સેલિબ્રેશન એડિશનને વધુ ખાસ બનાવવા માટે, તેમાં શાનદાર હેડલાઇટ, જે સ્મોક્ડ યુક્ત છે તેનો પ્રયોગ કર્યો છે.

રેડિએટર ગ્રીલ
આ ઉપરાંત કારમાં શાનદાર રેડિએટર ગ્રીલનો પ્રયોગ કરવામાં આવ્યો છે, જે ગ્રીલ દેખાવે ઘણી સારી લાગે છે.

ઇન્ટીરિયરમાં થોડોક ફેરફાર
કારના એક્સ્ટીરિયરની સાથે જ ઇન્ટીરિયરમાં થોડાક નવા ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં નપ્પા લૈધર સીટનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

એલઇડી ઇન્ફોટેન્મેન્ટ સિસ્ટમનો પ્રયોગ
નવી સેલિબ્રેશન એડિશનમાં કંપનીએ શાનદાર 11.4 સેન્ટિમીટરની એલઇડી ઇન્ફોટેન્મેન્ટ સિસ્ટમનો પ્રયોગ કર્યો છે.

કારમાં સારી સ્પેશ
કારમાં કંપનીએ શાનદાર લુક સાથે અંદર સારી સ્પેશ પણ પ્રદાન કરી છે. જે મર્સીડિઝ બેંજની ખાસ ઓળખ કરાવે છે.

2143 સીસીની ક્ષમતાનું એન્જીન
કંપનીએ આ કારમાં 4 સિલેન્ડર યુક્ત, 2143 સીસીની ક્ષમતાના સીઆરડીઆઇ એન્જીનનો પ્રયોગ કર્યો છે, જે કારને 170 પીએસની શક્તિ પ્રદાન કરે છે.