For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય રસ્તાની રોનક વધારશે મર્સિડીઝની દમદાર E 36 AMG

By Super
|
Google Oneindia Gujarati News

દેશમાં એકથી એક ચઢિયાતી શાનદાર લક્ઝરી કાર્સ રજૂ કરનારી જર્મનીની પ્રમુખ કાર નિર્માતા કંપની મર્સિડીઝ બેન્ઝે દેશમાં પોતાની કારના વિશાળ રેન્જમાં વધુ એક વધારો કર્યો છે. આ વખતે કંપનીએ દેશના રસ્તાઓ પર પોતાની લક્ઝરી સિડાન કાર ઇ63 એએમજીને લોન્ચ કરી છે. ભારતીય બજારમાં કંપનીએ પોતાની આ નવી ઇ63 એએમજીની પ્રારંભિક કિંમત 1.29 કરોડ રૂપિયા નક્કી કરી છે.

મર્સિડીઝ બેન્ઝે દેશના ફોર્મ્યૂલા વન રેસિંગ ટ્રેક બુ્ધ ઇન્ટરનેશનલ સર્કિટ, નોએડામાં પોતાની આ કારને લોન્ચ કરી છે. નવી મર્સિડીઝ ઇ63 એએમજીને લોન્ચ કરતી વખતે મર્સિડીઝ બેન્ઝ ઇન્ડિયાના સીઇઓ ઇબરહૉર્ડ કર્ન પણ હાજર રહ્યાં હતા. કંપનીએ પોતાની આ કારમાં 5.5 લીટરની ક્ષમતાના દમદાર એન્જીન બીટર્બો વી8નો પ્રયોગ કર્યો છે. જે કારને 558 પીએસની દમદાર શક્તિ પ્રદાન કરે છે.

મર્સિડીઝ બેન્ઝ ઇ63 એએમજીમાં કંપનીએ 7-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન ગિયર બોક્સનો પ્રયોગ કર્યો છે. જે માત્ર 4.2 સેકન્ડની અંદર જ 100 કિમી પ્રતિકલાકની ઝડપ પકડી શકે છે. આ ઉપરાંત ઇ63 એએમજીની સૌથી વધુ ઝડપ 250 કિમી પ્રતિ કલાકની છે. આમ જોઇએ તો નવી ઇ63 એએમજી સામાન્યતઃ ઇ ક્લાસ સિડાનથી ઘણી અલગ છે.

કંપનીએ આ કારના એક્સટીરિયરને એક અલગ જ સ્પોર્ટી લૂક પ્રદાન કર્યો છે. ખાસ કરીને આકર્ષક ગ્રીલ, એએમજી સ્પોર્ટ સીટ, લેધર સ્ટીયરિગં વ્હીલ આ કારને ઇ ક્લાસથી અલગ કરે છે. કંપનીએ આ કારમાં 12 સ્પીકર્સથી સજેલી શાનદાર સરાઉન્ડ સાઉન્ડ સ્ટીરિયો સિસ્ટમનો પ્રયોગ કર્યો છે.

 દમદાર એન્જીન

દમદાર એન્જીન

કંપનીએ પોતાની આ કારમાં 5.5 લીટરની ક્ષમતાના દમદાર એન્જીન બીટર્બો વી8નો પ્રયોગ કર્યો છે. જે કારને 558 પીએસની દમદાર શક્તિ પ્રદાન કરે છે.

માત્ર 4.2 સેકન્ડની અંદર જ 100 કિમી

માત્ર 4.2 સેકન્ડની અંદર જ 100 કિમી

મર્સિડીઝ બેન્ઝ ઇ63 એએમજીમાં કંપનીએ 7-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન ગિયર બોક્સનો પ્રયોગ કર્યો છે. જે માત્ર 4.2 સેકન્ડની અંદર જ 100 કિમી પ્રતિકલાકની ઝડપ પકડી શકે છે.

 ઇ ક્લાસ સિડાનથી ઘણી અલગ

ઇ ક્લાસ સિડાનથી ઘણી અલગ

આ ઉપરાંત ઇ63 એએમજીની સૌથી વધુ ઝડપ 250 કિમી પ્રતિ કલાકની છે. આમ જોઇએ તો નવી ઇ63 એએમજી સામાન્યતઃ ઇ ક્લાસ સિડાનથી ઘણી અલગ છે.કંપનીએ આ કારના એક્સટીરિયરને એક અલગ જ સ્પોર્ટી લૂક પ્રદાન કર્યો છે.

કારનું ખાસ આકર્ષણ

કારનું ખાસ આકર્ષણ

ખાસ કરીને આકર્ષક ગ્રીલ, એએમજી સ્પોર્ટ સીટ, લેધર સ્ટીયરિગં વ્હીલ આ કારને ઇ ક્લાસથી અલગ કરે છે. કંપનીએ આ કારમાં 12 સ્પીકર્સથી સજેલી શાનદાર સરાઉન્ડ સાઉન્ડ સ્ટીરિયો સિસ્ટમનો પ્રયોગ કર્યો છે.

English summary
Mercedes Benz E 63 AMG launched in India. Mercedes Benz E 63 AMG price in India is Rs1.29 crore. Check out, Mercedes Benz E 63 AMG features, specification details here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X