લોંગ ડ્રાઇવ નહીં હોય કંટાળાજનક, મોદી સરકાર આપશે આ સુવિધાઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કર્યું છેકે, ભારતીય હાઇવેને ડ્રાઇવિંગ માટે વધુ આરામદાયક અને આનંદદાયક બનાવવાની જરૂર છે, જેથી લાંબી મુસાફરી દરમિયાન ડ્રાઇવ કરવામાં મુશ્કેલી ન નડે. મોદીએ હાઇવે ઓથોરિટીને કહ્યું છેકે, હાઇવે પર વધુ રોડસાઇડ સુવિધાઓ પૂરી પાડવામાં આવે.

narendra-modi-highways
તેમણે અધિકારીઓને જણાવ્યું છેકે, ભારતીય હાઇવે પર વધુ સુવિધાઓ પૂરી પાડો, તેમજ તેમાં ગુણવત્તાને લઇને કોઇપણ પ્રકારની બાંધછોડ કરવામાં ન આવવી જોઇએ. તેમણે કહ્યું કે, રોકાવા માટેના સારા સ્થળો, ખાવાની સુવિધાઓ હોવી જોઇએ જેથી, યાત્રા સુખદ રહે અને ઓછી ત્રાસદાયક લાગે.

એનએચઆઇ દ્વારા એવા વિસ્તારો શોધ્યા છે, જ્યાં વિકાસની જરૂર હતી, પરંતુ હજુ સુધી ત્યાં કોઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું નથી. ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છેકે, તેઓ રોડની આસપાસના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વિકસાવશે અને તેનો ફાયદો ભારતના જીડીપીના વિકાસમાં થશે.

આ પણ વાંચોઃ- બીએમડબલ્યુની ભારતમાં ટોપ 11 કાર્સ
આ પણ વાંચોઃ- ભારતમાં રોડ ટ્રિપ દરમિયાન યાદ રાખવા જેવી 11 બાબતો

આ વર્ષે હાઇવે મંત્રાલય દ્વારા 6500 કિ.મી રોડ પર કામ હાથ ધરવામાં આવશે. મોદીએ નાણા મંત્રાલયને કહ્યું છેકે, હાઇવે મંત્રાલયને વધુ શક્તિ આપવામાં આવે જેથી તે પેન્ડિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી શકે અને તેમાં વધારે રોકાણ કરી શકે. હાલ મંત્રાલય એવા પ્રોજેક્ટ્સને મંજૂરી આપે છે,જેમાં 500 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ- ગિક્સર, એફઝેડ, સીબી ટ્રિગર કે એક્સ્ટ્રીમઃ કોના પર ઠરશે નજર

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X