For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ દેશોમાં કાર ડ્રાઇવ કરતી વેળા જીવ મુકાય જાય છે જોખમમા

|
Google Oneindia Gujarati News

આપણે જીવનમાં એક પ્રશ્ન અવાર નવાર વિચારતા હોઇએ છીએ કે વિશ્વમાં કયા દેશો સુરક્ષિત છે અને કયા દેશો જોખમી છે, તેમાં પણ આ પ્રશ્ન સૌથી વધુ એ સમયે ઉદ્ભવે છે, જ્યારે આપણે ડ્રાઇવિંગ કરી રહ્યાં હોઇએ છીએ. ધ યુનિવર્સિટી ઓફ મિચિગન ટ્રાન્સપોર્ટ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આ અંગે એક તારણ કાઢવામાં આવ્યું છે. આ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે રીસર્ચ પેપરને પ્રકાશિત કરવામાં આવ્યા છે તે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ડેટા ઉપર છે, જેમાં 193 દેશોના મૃતકોનો આંકડો આપવામાં આવ્યો છે, જે માર્ગ અકસ્માત અને કેન્સર તથા હૃદયરોગ પર આધારિત છે.

જે રીસર્ચ કરવામાં આવ્યું છે, તેમાં રસપ્રદ આંકડાઓ બહાર આવ્યા છે. જે અનુસાર વિશ્વ ભરમાં અકસ્માતોમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા લાખે 18 છે. જેમાં નામિબિયા સૌથી જોખમી દેશ છે, જ્યાં દર એક લાખ લોકોએ 45 લોકોના મોત નીપજે છે, જ્યારે સૌથી સુરક્ષિત દેશ માલદિવ છે, જેમાં એક લાખે બે લોકોના અકસ્માતે મોત નીપજે છે.

રસપ્રદ વાત એ છે કે જ્યારે માર્ગ અકસ્માતના આંકડાઓને ટકાવારીમાં માપવામાં આવે તો યુએઇ આ યાદીમાં ટોચ પર આવે છે, જ્યાં કાર અકસ્માતમાં મોતની સંખ્યા 15.9 ટકા છે, જ્યારે વિશ્વમાં એવરેજ કેસ 2.1 ટકા છે. તો ચાલો તસવીરો થકી જાણીએ આ રસપ્રદ આંકડાઓને.

નામિબિયા

નામિબિયા

નામિબિયામાં એક લાખે 45 મોત માર્ગ અકસ્માતના કારણે થાય છે.

થાઇલેન્ડ

થાઇલેન્ડ

થાઇલેન્ડમાં એક લાખે 44 મોત માર્ગ અકસ્માતમાં

ઇરાન

ઇરાન

ઇરાનમાં એક લાખે 38 લોકોના મોત માર્ગ અકસ્માતમાં

સ્વિત્ઝરલેન્ડ

સ્વિત્ઝરલેન્ડ

સ્વિત્ઝરલેન્ડમાં એક લાખે 36 લોકોના મોત માર્ગ અકસ્માતમાં

ચીન

ચીન

ચીનમાં એક લાખે 22 લોકોના મોત માર્ગ અકસ્માતમાં

ભારત

ભારત

ભારતમાં એક લાખે 17 લોકોના મોત માર્ગ અકસ્માતમાં

યુનાઇટેડ સ્ટેટ્સ

યુનાઇટેડ સ્ટેટ્સ

યુનાઇટેડ સ્ટેટ્સમાં એક લાખે 14 લોકોના મોત માર્ગ અકસ્માતમાં

યુનાઇટેડ કિંગડમ

યુનાઇટેડ કિંગડમ

યુનાઇટેડ કિંગડમમાં એક લાખ લોકોએ પાંચના મોત માર્ગ અકસ્માતમાં

સુરક્ષિત અને જોખમી દેશો

સુરક્ષિત અને જોખમી દેશો

આ ઇમેજમાં કાર ડ્રાઇવિંગ માટે 25 સૌથી જોખમી(લાલ) અને સૌથી સુરક્ષિત(લીલા) દેશો જણાવવામાં આવ્યા છે.

English summary
I am sure each of us have wondered at some point in our life as to which country is the safest or the most dangerous in the world when it comes to driving on the road. The university of Michigan Transportation Research Institute now has clear answers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X