પાંચ સૌથી મોંઘી મેયબેક કાર્સ, કિંમત સાંભળીને ચોંકી જશો
વિશ્વ ઓટોમોબાઇલ સેક્ટરમાં અનેક કંપનીઓ દ્વારા વૈભવતા અને સ્પીડ ધારવતી કાર્સ લોન્ચ કરવામાં આવે છે, પરંતુ તેમાની કેટલીક કાર નિર્માતા કંપનીઓ એવી હોય છે, જેમણે નિર્માણ કરેલી કાર્સની કિંમત ઘણી જ વધારે હોય છે અને તેને ખરીદવી દરેકના બસની વાત હોતી નથી.
આ પહેલા અમે પોર્શેની સૌથી મોંઘી કાર્સ અંગે તમને માહિતી આપી હતી, આ વખતે અમે મેબેક કાર નિર્માતા કંપની દ્વારા અત્યારસુધીમાં નિર્માણ કરવામાં આવેલી કાર્સમાંની ટોપ પાંચ સૌથી મોંઘી કાર અંગે જણાવી રહ્યાં છીએ. મેબેક કાર્સ લેઆઉટના મામલે ક્લાસિકલ હોય છે અને હાઇ સ્પીડ ઓટોમેશન ધરાવતી હોય છે અને આ કંપની દ્વારા અનેકવિધ પ્રકારના મોડલ્સમાં પોતાની મોંઘી કાર્સ લોન્ચ કરી છે, તો ચાલો તસવીરો થકી મેબેક કાર્સની પાંચ સૌથી મોંઘી કાર અંગે જાણીએ.
આ પણ વાંચોઃ- સિંઘમ વિ. સિંઘમ રિટર્નઃ કોણ છે માચો SUV સફારી સ્ટ્રોમ કે સ્કોર્પિયો
આ પણ વાંચોઃ- હુન્ડાઇની ટોપ 7 કાર્સ, કિંમત 5 લાખની અંદર
આ પણ વાંચોઃ- વિશ્વની સૌથી મોંઘી ટોપ 10 સ્પીડ બોટ્સ

મેબેક એક્સલેરો
કિંમતઃ- આઠ મિલિયન ડોલર્સ
મેબેક એક્સલેરો ટૂ સીટર કાર છે અને તેમાં ટ્વિન ટર્બો વી12 એન્જીન છે, જે 700 એચપી સુધીનું પાવર જનરેટ કરી શકે છે, કારની સ્પીડ અંગે વાત કરવામાં આવે તો કાર 4.5 સેકન્ડમાં 100 કિ.મી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. તેની ટોપ સ્પીડ 351 કિ.મી પ્રત કલાક છે.

મેબેક 57 એસ એક્સનાટેક કૂપ
કિંમતઃ- 1 560 000 ડોલર
આ કારમાં 5.5 લિટર રીયર વ્હીલ ડ્રાઇવ લેઆઉટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કારની ડિઝાઇન પણ સારી છે. આ કારની ટોપ સ્પીડ 275 કિ.મી પ્રતિ કલાક છે.

મેબેક 62 એલ લેન્ડૉલેટ
કિંમતઃ- 1 400 000 ડોલર
આ કારમાં 456 કેડબલ્યુબિટર્બો વી12 એન્જીન છે, જે 612 હોર્સપાવર જરનેટ કરી રહ્યાં છે. આ કારની ટોપ સ્પીડ 250 કિ.મી પ્રતિ કલાક છે. કાર 5.3 સેકન્ડમાં 100 કિ.મી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.

મેબેક 62 ઝેપ્પલિન
કિંમતઃ- 1 360 000 ડોલર
આ કાર મેબેકની સૌથી ગ્લેમરસ કાર માનવામાં આવે છે. આ મેબેકની ચોથી સૌથી મોંઘી કાર છે. આ કારને 2009માં લોન્ચ કરવામા આવી હતી. આ કારમાં 6 લિટર એન્જીન છે, જે 640 એચપી પ્રોડ્યુસ કરી શકે છે. આ કારની ટોપ સ્પીડ 250 કિ.મી પ્રતિ કલાક છે અને તે 100 કિ.મી પ્રતિ કલાકની ઝડપ 5.2 સેકન્ડમાં પકડી શકે છે.

મેબેક બ્રાબસએસવી 12 બિટુર્બો
કિંમતઃ- 1 330 000 ડોલર
મેબેકની આ લક્ઝરીયસ કાર પાંચમી સૌથી મોંઘી મેબેક કાર છે. આ કારમાં 12 બિટુર્બો એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે 640 એચપી પાવર જનરેટ કરે છે. આ કારની ટોપ સ્પીડ 314 કિ.મી પ્રતિ કલાક છે અને આ કાર 100 કિ.મી પ્રતિ કલાકની ઝડપ 5 સેકન્ડમાં હાંસલ કરી શકે છે.












Click it and Unblock the Notifications
