For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હેલમેટ ખરીદતી વખતે આ વાતોનું ખાસ રાખો ધ્યાન

|
Google Oneindia Gujarati News

બાઇક રાઇડિંગ કોને પસંદ ના હોય, મુખ્ય રીતે યુવાઓમાં એક શાનદાર ફેશન તરીકે ઉભરી રહી છે અને યુવાનો ઝડપી બાઇક્સના દિવાના હોય છે, પરંતુ આ શોખ સુરક્ષિત ઢંગથી પૂરું ના કરવામા આવે તો જોખમી સાબિત થઇ શકે છે. આજ કાલ બજારોમાં એકથી એક ચઢિયાતા હેલમેટ આવી રહી છે, શાનદાર સ્ટાઇલ, રંગ, રૂપ આકાર તરફ લોકો ખેંચાયા છે અને સારા એવા પૈસા આપીને આ હેલમેટને ખરીદી રહ્યાં છે.

બજારમાં ઉપલબ્ધ આ હેલમેટમાંથી યોગ્ય હેલમેટની પસંદગી કરવી જરૂરી ગણાય છે. આજે અમે તમને જણાવીશું કે એક શાનદાર હેલમેટમાં કઇ કઇ વિશેષતા હોય છે અને તમે કેવી રીતે તેની પસંદગી કરી શકો છો. હેલમેટ મુખ્ય રીતે બધાને ખબર છે કે મજબૂત હોવું જોઇએ પરંતુ ક્યારેક ક્યારેક બારિકાઇથી તપાસ નહીં કરવાના કારણે ખરાબ હેલમેટ બજારમાંથી ખરીદી લે છે, જે ઘાતક સાબિત થઇ શકે છે. હેલમેટ જે પ્રકારે જ્યાં સુધી ચાલકના માથા પર રહે ત્યાં સુધી એક સુરક્ષા કવચ હોય છે, પરંતુ જો ગુણવત્તાની ઉણપ હોય તો તે નુક્સાન પહોંચાડી શકે છે.

આ વાતોનું ખાસ રાખવું ધ્યાન

આ વાતોનું ખાસ રાખવું ધ્યાન

આગળ નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને જાણો કે, હેલમેટ લેતી વખતે કઇ કઇ વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.

ફુલ ફેસ હેલમેટ

ફુલ ફેસ હેલમેટ

હેલમેટ હંમેશા એવું હોવું જોઇએ જે તમારા આખા ચહેરાને ઢાંકી શકે, આજકાલ બજારોમાં એવા ઘણા હેલમેટ છે જે માત્ર માથું ઢાંકે છે, આવા હેલમેટ દેખાવે લોભામણા હોય છે, પરંતુ દુર્ઘટના વખતે તે નુક્સાનકારક સાબિત થઇ શકે છે.

હેલમેટની ગુણવત્તા

હેલમેટની ગુણવત્તા

હેલમેટની ગુણવત્તામાં સૌથી પહેલી વસ્તુ તેની મજબૂતી હોય છે. જે પણ હેલમેટ ખરીદો તે આઇએસઆઇ માર્કા દ્વારા પ્રમાણિત હોય અને તેની મજબૂતીમાં કોઇ શંકા ના હોય. ખાસ કરીને ખરીદતી વખતે તેની ગેરન્ટી વગેરે અંગે પહેલાંથી જ જાણકારી મેળવી લો.

રોડ સાઇડ હેલમેટ

રોડ સાઇડ હેલમેટ

ક્યારેય પણ ઓછા પૈસા ખર્ચવાની લાલચમાં સસ્તા હેલમેટના ખરીદો, આ હરકત જીવનભર માટે મોંઘી પડી શકે છે. હેલેમેટ એક વિશ્વસનીય વસ્તુ હોય છે તો તેને ક્યારેય રસ્તા પર વેચવામાં આવતી દૂકાનેથી ના ખરીદો.

ડિટૈચબલ હેલમેટ

ડિટૈચબલ હેલમેટ

હેલમેટ એવું હોવું જોઇએ જે તમારા માથાની સાથોસાથ તમારા મોઢાને પણ સંપૂર્ણપણે ઢાંકે, અથવા તો ડિટૈચબલ હેલમેટ જે તમારી જરૂરિયાત અનુસાર અડધું ખૂલી શકે છે.

ડિઝાઇન

ડિઝાઇન

ડિઝાઇન અને રંગના ચક્કરમાં પડીને ક્યારેક યુવાનો પોતાની સુરક્ષાની અનદેખી કરે છે અને ખોટું હેલમેટ ખરીદી લે છે. આવું કરવાથી બચો.

હેલમેટના ગ્લાસની ક્વોલિટી

હેલમેટના ગ્લાસની ક્વોલિટી

હેલમેટની સૌથી મહત્વપૂર્ણ વાત તેનો કાંચ હોય છે, સારી ક્વોલિટીના હેલમેટના કાંચ સારા હોય છે અને લાંબા સમય સુધી ચાલે છે. બીજી તરફ સસ્તાં હેલમેટના કાંચ થોડાક સમયમાંથી તૂટી જાય છે અને ચાલકને બાઇક ચલાવતી વખતે સમસ્યા ઉભી થાય છે.

ડાર્ક કલર ગ્લાસ

ડાર્ક કલર ગ્લાસ

હેલમેટના કાંચ ક્યારેય પણ ડાર્ક કલરના ના હોવા જોઇએ, કાચ પારદર્શી અથવા તો હળવા કાળા રંગના હોવા જોઇએ.

સંપૂર્ણ તપાસ

સંપૂર્ણ તપાસ

હેલમેટ ખરીદતી વખતે તેની સંપૂર્ણ તપાસ કરી લો કે ક્યાંક તેમાં કોઇ ખરાબી નથીને, ખાસ કરીને માથાની અંદરના ભાગે જરૂરથી જૂઓ.

હેલમેટની અંદરનો ભાગ

હેલમેટની અંદરનો ભાગ

હેલમેટની અંદર માત્ર ડિઝાઇન જ સારી ના હોવી જોઇએ પરંતુ તેની અંદર પ્રયોગ કરવામાં આવેલા કપડાં અથવા તો મટેરિયલ પણ સારું હોવું જોઇએ. ધ્યાન રાખો કે, ખરાબ મટેરિયલના કારણે ચહેરા અને વાળને નુક્સાન થઇ શકે છે. પ્રયત્ન કરો કે, સારી ક્વોલિટીના મટેરિયલવાળું હેલમેટ ખરીદવામાં આવે.

હેલમેટની સાઇઝ

હેલમેટની સાઇઝ

હેલમેટની સાઇઝ પણ એવી હોવી જોઇએ જે તમને આરામ આપે, ક્યારેય ટાઇટ કે ઢીલું હેલમેટ ખરીદવું જોઇએ નહીં.

હેલમેટના બેલ્ટમાં લાગેલા લોક સ્વિચ

હેલમેટના બેલ્ટમાં લાગેલા લોક સ્વિચ

હેલમેટના બેલ્ટમાં લાગેલી લોક સ્વિચને ચેક કરી લેવી જોઇએ, એ ઘણી જ જરૂરી છે. લોક વ્યવસ્થિત રીતે બંધ થઇ રહ્યું છે અને ખુલી રહ્યું છે તે ચેક કરી લેવું જોઇએ. આ ઉપરાંત પહેરતી વખતે લોક અને ગળાનું અંદર જાળવી રાખો.

English summary
Wondering how to choose the best motorcycle helmet? Drivespark lists-out some tips to choose the right motorbike Helmet size.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X