2015 સુધીમાં આ છ નવી હેચબેક કાર્સ મચાવશે ધૂમ
ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરની વાત કરવામાં આવે તો જેટલી લોકપ્રિયતા સેડાન કાર અને એસયુવી ધરાવે છે તેના કરતા વધારે લોકપ્રિય હેચબેક કાર હશે. જેથી વિવિધ કાર નિર્માતા કંપનીઓ દ્વારા સૌથી વધારે ધ્યાન પોતાની હેચબેક કાર્સમાં આપવામાં આવે છે. હુન્ડાઇ હોય કે પછી મારુતિ સુઝુકી, હોન્ડા અથવા તો પછી ટાટા અને શેરવોલે,વિગેરે કંપનીઓ ખાસ સુવિધા સાથે પોતાની હેચબેક કાર્સને બજારમાં લોન્ચ કરતી હોય છે અને ભારતીય ગ્રાહકોને આકર્ષવાનો પ્રયાસ કરતી હોય છે.
2014માં પણ વિવિધ કંપનીઓ દ્વારા હેચબેક કાર્સ લોંચ કરવામાં આવી રહી છે અને આવતા વર્ષે એટલે કે 2015માં પણ વિવિધ કંપનીઓ દ્વારા પોતાની ખાસ હેચબેક કાર્સને બજારમાં ઉતારવાની તૈયારી કરી લીધી છે, તો ચાલો તસવીરો થકી જાણીએ કે કઇ હેચબેક કાર્સ ભારતમાં 2015 સુધીમાં લોન્ચ થવાની છે.

મિત્સુબિસી મિરાજ
મિત્સુબિસી કંપની પોતાની નવી હેચબેક અને અન્ય બે નવી કાર્સ સાથે ભારતીય માર્કેટમાં રીએન્ટ્રી કરી રહી છે. આ જાપાનિઝ કાર કંપની 2015 સુધીમાં ભારતમાં મિરાજ કારને લોન્ચ કરવી છે. જેમાં 1 લિટર, 3 સિલિન્ડર પેટ્રોલ એન્જીન છે, આ કાર એક એફોર્ડેબલ અને ફ્યુઅલ એફિસિએન્ટ કાર હશે. આ કારમાં ઓટોમેટિક સ્ટાર્ટ સ્ટોપ, બ્રેક એન્રજી રિજનરેશન સિસ્ટમ સહિતના ફીચર, સીવીટી અને મેન્યુઅલ ટ્રાન્સમિશન આપવામાં આવશે.

ટાટા બોલ્ટ
ટાટા પોતાની બોલ્ટ હેચબેક દ્વારા એક નવું પેટ્રોલ એન્જીન વર્ઝન, નવી ડિઝાઇન અને સારા ફીચર્સ વાળી કાર લોન્ચ કરવા જઇ રહી છે. આ કારમાં ઓલ ન્યુ ટર્બો ચાર્જ્ડ પેટ્રોલ એન્જીન હશે, જે 84 બીએચપી અને 140 એનએમનું ટાર્ક પ્રોડ્યુસ કરશે, તેમજ 1.3 લિટર ડીઝલ મોટર 89 બીએચપી અને 200 એનએમનું ટાર્ક પ્રોડ્યુસ કરશે. તેમાં પાંચ ઇંચ ટચ સ્ક્રિન ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ હશે, નેવિગેશન સિસ્ટમ હશે. આ કંપની 2014ના અંતમાં અથવા તો 2015ની શરૂઆતમાં લોન્ચ થઇ શકે છે, આ કારની કિંમત 6.78 લાખ રૂપિયાની આસપાસ હશે.

હોન્ડા Jazz
હોન્ડાની નવી Jazz આ વર્ષે અથવા તો 2015માં લોન્ચ થશે તેવી આશા છે, જોકે ભારતીય માર્કેટમાં આ કારને કઇ કિંમતમાં લોન્ચ કરવામાં આવશે તે સૌથી મહત્વનું છે. આ પહેલા જ્યારે આ મોડલને લોન્ચ કરવામાં આવ્યું હતું ત્યારે તે તેની સૌથી વધુ કિંમતના ટેગના કારણે નિષ્ફળ ગયું હતું. આ કારની પ્રાઇસ ટેગ 7 લાખ રૂપિયા અને સ્ટાર્ટિંગ મોડલની કિંમત 5.50 લાખ રૂપિયાની આસપાસ હશે તેવી આશા રાખવામાં આવી રહી છે.

હુન્ડાઇ આઇ20 2015
હાલના સમયે ભારતીય માર્કેટમાં હુન્ડાઇની આઇ20 ધૂમ મચાવી રહી છે. તેથી કંપનીને આશા છેકે નેક્સ્ટ જનરેશનની આઇ20 પણ ભારતીય માર્કેટમાં એવી જ ધૂમ મચાવશે. આ કારમાં કેટલાક ખાસ ફેરફાર કરવામાં આવશે જેમાં નવી લાઇટ, ઓવર ડિઝાઇનમાં ફેરબદલ જોવા મળશે, ભારતમાં આ કારની કિંમત 8 લાખ રૂપિયાની આસપાસ હશે તેવી આશા છે.

ફિઆટ પુન્ટો ઇવો
ફિઆટની આ કારને તેના સેગ્મેન્ટમાં ટ્રેન્ડી કાર્સ તરીકે જોવામાં આવે છે, આ વખતે ફિઆટ તેની આ કારને નવા રંગરૂપ સાથે ઉતારવાની તૈયારીમાં છે. નવી પુન્ટો ઇવોમાં ઇન્ટેરિયર અને એક્સ્ટેરિયરમાં અનેક ફેરફાર જોવા મળશે. આ કારમાં 1.2 લિટર, 1.4 લિટર પેટ્રોલ એન્જીન અને ડિઝલ વર્ઝનમાં 1.3 લિટર એન્જીન હશે, જે 75 બીએચપી અને 90 બીએચપી પાવર પ્રોડ્યુસ કરશે. આ કારની કિંમત 7 લાખ રૂપિયાની આસપાસ હશે તેવી આશા રાખવામાં આવી રહી છે.

ટાટા કાઇટ
ટાટાની આ એક એન્ટ્રી લેવલની કાર હેચબેક કાર હશે, તેને મારુતિ સેલેરિયોની જેમ ડેવલોપ કરવામાં આવશે. એએમટી ગીયરબોક્સ હશે. એવી ધારણા પણ છેકે આ કારને પેટ્રોલ અને ડીઝલ વર્ઝનમાં લોન્ચ કરવામાં આવશે. આ કારમાં 1.2 લિટર પેટ્રોલ અને 1.4 લિટર ડીઝલ એન્જીન હશે.