For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રેનોલ્ટ લાવશે કોમ્પેક્ટ સેડાન કાર, મારુતિ સુઝુકી ડિઝાયર અને હોન્ડા એમેઝને આપશે ટક્કર

રેનોલ્ટ લાવશે કોમ્પેક્ટ સેડાન કાર, મારુતિ સુઝુકી ડિઝાયર અને હોન્ડા એમેઝને આપશે ટક્કર

|
Google Oneindia Gujarati News

રેનોલ્ટ ટૂંક સમયમાં ભારતીય માર્કેટમાં નવી કોમ્પેક્ટ સેડાન કાર લાવી શકે છે. ભારતીય માર્કેટમાં કોમ્પેક્ટ સેડાન કારની વધતી માગને જોતા કંપની આ સેગમેન્ટમાં કારના વિકાસ પર કામ કરી રહી છે. કોમ્પેક્ટ સેડાન સેગમેન્ટમાં રેનોલ્ડની કારની હરિફાઈ હાલ માર્કેટમાં રહેલી અન્ય કોમ્પેક્ટ કાર બનાવતી કંપનીઓ સાથે થશે. હાલ માર્કેટમાં મારુતિ સુઝુકી, ટાટા, હ્યુન્ડાઈ અને ફોર્ડ જેવી કંપનીઓ આવી કાર બનાવે છે.

રોનાલ્ટની સેડાન

રોનાલ્ટની સેડાન

હાલ તો કંપની વિચારી રહી છે કે ભારતમાં કોમ્પેક્ટ સેડાન કાર મૂકવામાં ફાયદો થશે કે નહીં? કંપની કોમ્પેક્ટ કારને ભારતીય માર્કેટ પ્રમાણે ડિઝાઈન કરશે. આ કારને અન્ય દેશોમાં પણ એક્સપોર્ટ કરવામાં આવશે.

અહીં સફળ સાબિત થઈ

અહીં સફળ સાબિત થઈ

મારુતી સુઝુકી ડિઝાયર 4 મીટર સેડાન કાર છે. આ કાર ભારતીય માર્કેટ સહિત દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં સફળ સાબિત થઈ છે.

2021માં લોન્ચ કરવાની યોજના

2021માં લોન્ચ કરવાની યોજના

કોમ્પેક્ટ સેડાનની સફળતા જોતા કંપની આ સેગમેન્ટમાં નવી કાર લોન્ચ કરવા ઈચ્છે છે. રેનોલ્ટ 2021માં નવી કોમ્પેક્ટ સેડાન કાર લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે.

ડિઝાઈન

ડિઝાઈન

આ પહેલા રેનોલ્ટે જે કોમ્પેક્ટ સેડાન કાર વેચી છે તે બી0/એમ0 પ્લેટફોર્મ પર આધારિત છે. આ કારની ડિઝાઈન દાસિયા લોગન કાર પરથી પ્રેરિત હતી. જો કે હવે કંપની જે કાર લોન્ચ કરવા જઈ રહી છે, તેની ડિઝાઈન કંપનીની ટ્રાઈબર એમપીવી પરથી લેવામાં આવશે અને સીએમએ+ પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવશે.

રેડી ગો બનાવવાશે

રેડી ગો બનાવવાશે

સીએમએ+ પ્લેટફોર્મ કંપનીની HBS કોમ્પેક્ટ એસયુવીમાં પણ ચેન્જિસ કરવામાં આવશે. સીએમએ+ પ્લેટફોર્મ સીએમએ પ્લેટફોર્મનું અપગ્રેડેડ સ્વરૂપ છે, જેના પરથી રેનોલ્ટ ક્વિડ અને ડેટ્સન રેડી ગો બનાવવામાં આવી છે.

સ્પેસ મેનેજમેન્ટ

સ્પેસ મેનેજમેન્ટ

ટ્રાઈબર એમપીવીને અપગ્રેડ કરવા દરમિયાન કંપનીએ સ્પેસ મેનેજમેન્ટમાં સારુ કામ કર્યું છે. કંપની આ ઉપલબ્ધિનો ઉપયોગ આગામી કારમાં કરવા ઈચ્છે છે.

સેડાન કાર સેગમેન્ટમાં 12 ટકાનો વધારો

સેડાન કાર સેગમેન્ટમાં 12 ટકાનો વધારો

ચાલુ વર્ષે ભારતના કોમ્પેક્ટ સેડાન કાર સેગમેન્ટમાં 12 ટકાનો વધારો થયો છે. ગત વર્ષે દેશમાં લગભગ 4.6 લાખ કોમ્પેક્ટ સેડાન કારનું વેચાણ થયું હતું, અને ભવિષ્યમાં તે હજી વધે તેવી શક્યતા છે. હાલ દેશમાં કોમ્પેક્ટ સેડાન ઉપરાંત કોમ્પેક્ટ એસયુવીની માગમાં પણ વધારો થયો છે.

ભારતીય ગ્રાહકો પાસે ઘણા સારા વિકલ્પ

ભારતીય ગ્રાહકો પાસે ઘણા સારા વિકલ્પ

ભારતીય ગ્રાહકો પાસે હાલ માર્કેટમાં ઘણા સારા વિકલ્પ છે, જેમાં મારુતિ સુઝુકી ડિઝાયર, હોન્ડા અમેઝ, ફોર્ડ એસ્પાયર, હ્યુન્ડાઈ એક્સેન્ટ, ટાટા ટીગોર, ફૉક્સવેગન એમીગો જેવી કાર સામેલ છે. કંપનીનું માનવું છે કે આગામી કાર માર્કેટમાં ડિઝાયર અને અમેઝ જેવી કારને ટક્કર આપી શકે છે.

અમારો વિચાર

અમારો વિચાર

દેશમાં કોમ્પેક્ટ સેડાન કારની માગ વધી છે. આ કાર વ્યક્તિગત ઉપયોગની સાથે કેબ કંપનીઓ માટે પર્ફેક્ટ સાબિત થઈ રહી છે. જો કે રેનોલ્ટ કંપનીએ આ સેગમેન્ટમાં ઘણું કામ કરવાનું છે. કંપનીએ આ કારને વ્યવહારિક બનાવવાની સાથે કિંમત પણ વ્યાજબી રાખવી પડશે.

IRCTC: જાણો કેવી રીતે બની શકાય એજન્ટ, છે સારી કમાણીની તકIRCTC: જાણો કેવી રીતે બની શકાય એજન્ટ, છે સારી કમાણીની તક

English summary
renault will soon launch compact sedan car in indian market
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X