ડેર ડેવિલઃ 114 કિ.મી ઝડપે 374 ફૂટ પરથી લગાવ્યો જમ્પ
રોબી મેડ્ડિસનને હાલના સમયના ‘એવલ નિએવલ' તરીકે ઓળખવામાં આવે છે. તે છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ પ્રકારના સ્ટંટ કરી રહ્યો છે અને તેના નામે અનેકવિધ રેકોર્ડ પણ બોલે છે. તાજેતરમાં જ આ ઓસ્ટ્રેલિયન રાઇડરે આર્ક ડી ત્રિઓમ્ફે પરથી જમ્પ લગાવ્યો હતો.
આ ઉપરાંત તે એફએમએક્સ ઇવેન્ટ્સ અને રેડ બુલ એક્સ ફાઇટર્સ જેવી ઇવેન્ટ્સમાં પણ સતત પરફોર્મ કરે છે. રોબી મેડ્ડિસનનો ઉદ્દેશ્ય છેકે ‘ તમારા ભયનો સામનો કરો- તમારા સ્વપ્નને જીવો'. તે છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રકારે પરફોર્મ કરી રહ્યો છે અને ફ્રીસ્ટાઇલ ઇવેન્ટ્સને જીતવા માટેની નવી નવી ટ્રિકની શોધ કરી રહ્યો છે.
આજે અમે અહીં એવો જ એક વીડિયો દર્શાવી રહ્યાં છીએ જેમાં આ ઓસ્ટ્રેલિયન રાઇડરે 114 કિ.મી પ્રતિ કલાકની ઝડપે 374 ફૂટ ઉંચા અંતરથી જમ્પ લગાવ્યો હતો. આ સાથે જ તેણે 185 ફૂટના વર્ટિકલ ડ્રોપનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. રોબી મેડ્ડિસન પોતાના કેટીએમ મશીનને ચલાવી રહ્યો હતો. આ વીડિયોને ઉત્હના પાર્ક સિટીમાં શૂટ કરવામાં આવ્યો હતો. તો ચાલી અહીં નીચે આપવામાં આવેલા વીડિયોમાં આ ડેર ડેવિલ એક્ટને નિહાળીએ.
<center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/lwaJwaTyOB4" frameborder="0" allowfullscreen></iframe></center>