For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જોઇ છે ક્યારેય આ રીતે સજેલી કાર, કિંમત આઠ કરોડ રૂપિયા

|
Google Oneindia Gujarati News

ઓટો વિશ્વ અંગે વાત કરવામાં આવે કે આ અનોખી દુનિયાના અનોખા સર્જકોની તો તમને એકથી એક એવી શાનદાર અને અજીબોગરીબ કાર જોવા મળશે કે જે અંગે તમે સ્વપ્નમાં પણ ક્યારેય વિચાર્યું નહીં. વિશ્વ ક્રિએટિવિટીનો ખજાનો છે અને દરેક ખુણે દરેક પળે આપણને આવા ક્રિએટીવ લોકોનો સામનો થઇ જતો હોય છે. જેમાં કેટલાક લોકો અધધધ રૂપિયા ખર્ચીને ખરીદેલી કારને અન્યોથી અલગ દર્શાવવા માટે નીતનવા ગતડકાં કરતા રહે છે અને તેની પાછળ અનેકગણો ખર્ચ પણ કરે છે.

આ વખતે અમે અહીં એવી જ એક કાર અંગે જણાવી રહ્યાં છીએ કે જેને સંપૂર્ણપણે લેધરથી સજાવવામાં આવી છે. આ કારને એક રશિયન વ્યક્તિ દ્વારા આ પ્રકારે તૈયાર કરવામાં આવી છે અને એટલું પણ નહીં તેણે આ કારને લેધરયુક્ત કાર બનાવવામા માટે મિલિયન ડોલરનો ખર્ચ કર્યો છે. આ કારના ફીચર્સ પણ શાનદાર છે. તો ચાલો તસવીરો થકી આ કાર અંગે જાણીએ.

હેવિલી મોડીફાઇડ વ્હીકલ

હેવિલી મોડીફાઇડ વ્હીકલ

આ કારને કેવી રીતે બિલ્ડ કરવામાં આવી છે તે જાણી શકાયું નથી પરંતુ પિઝોટની આ કાર હેવિલી મોડિફાઇડ વ્હીકલ બની ગઇ છે. તેમજ તેમા ફાઇબરગ્લાસનો પણ ઉપયોગ થયો છે તે જાણી શકાયું છે.

કેનેડાની ભેંસના લેધરનો ઉપયોગ

કેનેડાની ભેંસના લેધરનો ઉપયોગ

આ કારમાં જે લેધરનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે કેનેડાની ભેંસનું છે.

કારના ઇન્ટિરિયરમાં પણ લેધર

કારના ઇન્ટિરિયરમાં પણ લેધર

માત્ર કારની બોડી જ નહીં પરંતુ કારના ઇન્ટિરિયરમાં પણ એ જ લેધરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ લેધર કોઇ અજાણ્યા એનિમલ ડોનર દ્વારા આપવામાં આવ્યું છે.

આખું એન્જીન કરાયું લેધરથી કવર

આખું એન્જીન કરાયું લેધરથી કવર

માત્ર ઇન્ટિરિયર અને બોડી જ નહીં પરંતુ કારનું એન્જીન પણ આ લેધરથી કવર કરવામાં આવ્યું છે.

ડેકીમાં પણ લેધર

ડેકીમાં પણ લેધર

કારની ડેકીમાં પણ શાનદાર રીતે આ લેધરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

મીડલ ઇસ્ટના એક્સપર્ટ દ્વારા તૈયાર કરાઇ કાર

મીડલ ઇસ્ટના એક્સપર્ટ દ્વારા તૈયાર કરાઇ કાર

આ કારની આખી બોડીને લેધરથી સજાવવાનો શ્રેય એક મીડલ ઇસ્ટના એક્પર્ટના ફાળે જાય છે.

અસહ્ય ગરમી કરી શકે છે સહન

અસહ્ય ગરમી કરી શકે છે સહન

આ લેધર અસહ્ય ગરમી સહન કરી શકે છે તેથી તે એન્જીનની અંદરના ઉચ્ચ તાપમાનને પણ સહી શકે છે. તેમજ આ કારને સાદી પેઇન્ટેડ કારની જેમ ધોઇ શકાય છે.

કારનું એન્જીન

કારનું એન્જીન

આ કારમાં 2.5 લિટર પેટ્રોલ એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કારનું સ્ટીયરિંગ વ્હીલ રાઇટ સાઇડમાં આપવામાં આવ્યું છે.

કારની કિંમત

કારની કિંમત

આ કારની કિંમત પર ધ્યાન આપવામાં આવે તો તે 40 મિલિયન રુબલ્સ એટલે કે 1.2 મિલિયન ડોલર અથવા તો 8.11 કરોડ રૂપિયા થાય છે.

English summary
Car wraps are popular as they lend a unique style and makes the stand apart in the crowd or even win you a prize, like the woolen sweater wrapped Beetle from Germany. But we would say wrapping an entire car in leather is not just strange, but also obnoxious.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X