For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વ ચેમ્પિયન રેસરના દિલ પર આનુ છે રાજ

|
Google Oneindia Gujarati News

સબેસ્ટિયન વેટ્ટલ સતત ચોથી વખત ચેમ્પિયન બન્યા બાદ 2013 ફોર્મુલા 1 રેસ પૂર્ણ થઇ છે. આ જર્મન રેસ ડ્રાઇવરે આ સાથે જ ઇતિહાસમાં પોતાનું નામ અંકિત કારવી દીધું છે. તે વિશ્વનો ત્રીજો રેસર બન્યો છે કે જેણે આ સિદ્ધિ હાસલ કરી છે.

ફાસ્ટ ટ્રેકથી દૂર રહીને હવે તે થોડોક સમય આરામ કરશે અને રજાઓ ગાળશે. જો કે, આ ફાજલ સમયમાં તે ફાસ્ટ કાર સિવાયના તેના બીજા પ્રેમ સાથે વિતાવશે, અને તેનો આ બીજો પ્રેમ છે, બાઇક. આ એફ 1 વિશ્વ ચેમ્પિયન પાસે પોતાની માલિકીની એક કસ્ટમ બાઇક છે. આ શાનદાર કસ્ટમ બાઇકનું નિર્માણ વોલ્ઝ હાર્ડકોર સાયકલ્સ દ્વારા કરવામાં આવ્યું છે. તો ચાલો તસવીરો થકી જોઇએ આ કસ્ટમ બાઇકને અને જાણીએ તેની ખાસિયત.

આ બાઇકને ડ્રેગ સ્ટાઇલ પણ કહેવામાં આવે છે

આ બાઇકને ડ્રેગ સ્ટાઇલ પણ કહેવામાં આવે છે

વોલ્ઝ હાર્ડકોર સાઇકલ્સએ જર્મની સ્થિત હોકેન્હિઅમ ખાતેની માર્કસ વોલ્ઝ દ્વારા બનાવયેલી છે. જેને ડ્રગ સ્ટાઇલ, ફ્લેટ અને વાઇડ બાઇક પણ કહેવામાં આવે છે. આ બાઇકની સ્ટાઇલ માર્કસ વોલ્ઝ દ્વારા તૈયાર કરવામાં આવી છે.

હાઇ પ્રોફાઇલ કસ્ટમર્સ

હાઇ પ્રોફાઇલ કસ્ટમર્સ

વોલ્ઝ પાસે અનેક હાઇ પ્રોફાઇલ કસ્ટમર્સ છે. સબેસ્ટિયન વેટ્ટલ ઉપરાંત વોલ્ઝની બાઇક અન્ય એફ 1 વિશ્વ ચેમ્પિયન કિમિ રાઇક્કોનેન પાસે પણ છે.

અવાલાન્ચને મળતી આવે છે આ બાઇક

અવાલાન્ચને મળતી આવે છે આ બાઇક

સબેસ્ટિયન વોલ્ઝ દ્વારા જે બાઇકને કસ્ટમ કરવામાં આવી છે તે બાઇક વોલ્ઝ હાર્ડકોર સાઇકલ્સે બનાવેલી અવાલાન્ચને મળતી આવે છે.

વેટ્ટલની એફ 1 કાર જેવો પેઇન્ટ

વેટ્ટલની એફ 1 કાર જેવો પેઇન્ટ

પોતાની રેસિંગ લાઇફ આ બાઇક સાથે જીવંત રહે તે માટે તેણે પોતાની આ કસ્ટમ બાઇકના ટેન્ક પર રેડબુલ લોગો લગાવ્યો છે, ઉપરાંત પોતાની રેડબુલ એફ 1 કારને જેવો બ્લુ રંગ છે એ જ રંગ આ બાઇકને પણ કરાવ્યો છે.

બાઇકના વ્હીલ

બાઇકના વ્હીલ

બાઇકના રીયર વ્હીલની વાત કરવામાં આવે તો તે 280mm ME880 XXLના છે, જે વોલ્ઝ હાર્ડકોર સાઇકલ્સ દ્વારા બનાવવામાં આવતી તમામ બાઇકમાં એક સરખા હોય છે.

અલ્ટ્રા લો સીટ

અલ્ટ્રા લો સીટ

બાઇકની સીટ અંગે વાત કરવામાં આવે તો વોલ્ઝ ડિઝાઇન ફીચરનો આ એક વધુ ટ્રેડમાર્ક છે કે તેની સીટની હાઇટ જમીનથી માત્ર 470 એમએમ જ હોય છે.

પહેલીવાર ચેમ્પિયન બન્યો ત્યારે મળી

પહેલીવાર ચેમ્પિયન બન્યો ત્યારે મળી

આ બાઇક વેટ્ટલે પોતાને ત્યારે ભેટમાં આપી હતી, જ્યારે તે 2010માં પહેલીવાર એફ 1 વિશ્વ ચેમ્પિયન બન્યો હતો. આ બાઇક તેને 2011માં ઇટાલિયન ગ્રાંડ પ્રિક્સમાં આપવામાં આવી હતી.

વોલ્ઝ હાર્ડકોરનો યુવા ગ્રાહક

વોલ્ઝ હાર્ડકોરનો યુવા ગ્રાહક

એક રસપ્રદ વાત એ પણ છે કે, જે રીતે એફ 1 વિશ્વ ચેમ્પિયનની યાદીમાં તે સૌથી યુવા છે, તેવી જ રીતે વોલ્ઝ હાર્ડકોર સાઇકલ્સની બાઇક ખરીદનાર પણ તે યુવા ગ્રાહક છે.

English summary
F1 World Champion Sebastian Vettel owns one of the best looking custom choppers from the best custom motorcycle builder from Germany Walz Hardcore Cycles.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X