For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધૂમ મચાવવા આવી રહી છે સ્કોડાની ઓક્ટિવા સ્પોર્ટ્સ કાર

|
Google Oneindia Gujarati News

સ્કોડા દ્વારા ન્યુ ઓક્ટિવા આરએસના રહસ્ય પરછી પડદો ઉઠાવ્યો છે, જેને કંપની દ્વારા પ્રોડક્શન કરવામાં આવેલી સૌથી ફાસ્ટેસ્ટ ઓક્ટિવા તરીકે ઓળખવામાં આવી રહી છે. જુલાઇમાં યોજાનારા ગુડવુડ ફેસ્ટિવલ ઓફ સ્પીડમાં સ્કોડા દ્વારા આ કારને પહેલા રજૂ કરવામા આવશે અને ત્યાર બાદ આ સ્પોર્ટી સડાન યુરોપ અને યુકેમાં પોતાની ધૂમ મચાવશે.

સ્કોડાના સીઇઓ પ્રોફેસર ડો એચ સી વિનફ્રિડ વાહલેન્ડનું કહેવું છે કે, નવી સ્કોડા ઓક્ટિવા આરએસ પોતાનામાંજ એક સ્પોર્ટ્સ લીગ છે. અમારું નવું મોડલ હોર્સપાવર અને ફ્યુએલ એફિશિએન્સીને ધ્યાનમાં રાખીને છે. તેમણે વધુમાં કહ્યું કે સ્કોડા ઓક્ટિવા આરએસ પહેલા વધુ ફાસ્ટ, ડાયનેમિક અને સ્પેસિઅસ,સ કોન્વેનિએન્ટ, સેફ અને કમ્ફર્ટેબલ અમારી કોમ્પેક્ટ સ્પોર્ટ કારમાં જોવા મળતું ન હતું.

ન્યુ ઓક્ટિવા આરએસ અને ઓક્ટિવા કોમ્બિ આરએસ સ્પોર્ટી કોમ્પેક્ટ ક્લાસમાં નવું સ્ટાન્ડર્ડ ઉભૂ કરશે અને રસ્તા પર બ્રાન્ડના સ્પોર્ટી લૂકને દોડાવશે. તેમના કહેવા પ્રમાણે આ કાર ફ્રી ટાઇમ અને દરરોજના ઉપયોગ માટે પરફેક્ટ કાર છે, મેક્સિમમ પાવર, લેટેસ્ટ ટેક્નોલોજી અને પૈસાની ખરા અર્થમાં વેલ્યુ સમાન છે.

બે એન્જીન

બે એન્જીન

સ્કોડા ઓક્ટિવા આરએસમાં બે નવા એન્જીન છે, 2ય0 લિટર ટીએસઆઇ પેટ્રોલ એન્જીન જે 220 એચપીનું છે અને 2.0 ટીડીઆઇ ડીઝલ એન્જીન જે 184 એચપીનું છે.

ટ્રાન્સમિશન

ટ્રાન્સમિશન

બન્ને એન્જીનમાં છ સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન્સ આપવામાં આવશે.

પરફોર્મન્સ

પરફોર્મન્સ

મેન્યુઅલ ગીઅરબોક્સ અને પેટ્રોલ એન્જીન સાથે ઓક્ટિવા આરએસ 6.8 સેકન્ડમાં 100 કિમી પ્રતિ કલાકે પહોંચી શકે છે અને તે 248 કિમી પ્રતિકલાકની વધુમાં વધુ ઝડપે દોડી શકે છે. વાત ડીઝલ એન્જીનની કરવામાં આવે તો તે 8.1 સેકન્ડમાં 100 કિમી પ્રતિ કલાક અને વધુમાં વધુ 232 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.

ફ્યુએલ એફિસિઅન્સી

ફ્યુએલ એફિસિઅન્સી

સ્કોડા દ્વારા હજુ સુધી ફ્યુએલ ઇકોનોમી ફિગર બહાર પાડવામાં આવ્યો નથી, પરંતુ એવું કહેવામાં આવે છે કે નવું એન્જીન 19 ટકા ઓછા ફ્યુએલમાં પોતાનું પરફોર્મન્સ આપી શકવા સક્ષમ છે.

પરફોર્મન્સ અપગ્રેડ

પરફોર્મન્સ અપગ્રેડ

સ્પોર્ટી ન્યુ ઓક્ટિવા આરએસમાં હવે સ્પોર્ટ્સ સ્ટાન્ડર્ડ સસ્પેન્શન આપવામાં આવ્યું છે. એક્સડીએસ ઇલેક્ટ્રોનિક લોક, ઇએસસી પણ સ્ટાન્ડર્ડ છે.

ડિમેન્શન

ડિમેન્શન

નવી ઓક્ટિવા આરએસ માત્ર સારુ પરફોર્મ જ નહીં કરે પરંતુ તેનો લૂક પણ એગ્રેસિવ છે, નવી સડાન 12 એમએમ લોઅર, 88 એમએમ લોન્ગર અને 45 એમએમ વાઇડર છે.

એક્સટર્નલ અપગ્રેડ

એક્સટર્નલ અપગ્રેડ

નવી ઓક્ટિવા આરએસ સ્પોર્ટી સ્ટાઇલના આગળના બમ્પર લાર્જ છે, એલઇડી બ્રેક લાઇટ આપવામાં આવી છે.

નવી સ્ટાઇલ

નવી સ્ટાઇલ

ફોગ લાઇટ્સ, બીઆઇ એક્સનોન હેડલાઇટ એલઇડી ડેટાઇમ રનિંગ લાઇટ, હનીકોમ્બ એર આપવામાં આવી છે.

ઇન્ટિરિયર

ઇન્ટિરિયર

ફ્રન્ટ ડોરમાં લાઇટિંગ, સ્પોર્ટ્સ સ્ટીયરીંગ વ્હીલ, ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, સ્ટેનલેસ સ્ટીલ પેડલ, સિલ પ્લેટ્સ, સ્પોર્ટ સીટ આપવામાં આવ્યું છે.

ક્યારે થશે રજુ

ક્યારે થશે રજુ

ભારતમાં આ કાર ચાલુ વર્ષના અંત ભાગ સુધીમાં લોન્ચ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

English summary
Skoda has revealed the all new Octavia RS, what it calls the fastest production Octavia ever.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X