For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્માર્ટફોનની મદદથી ઉડતું સ્માર્ટપ્લેન

|
Google Oneindia Gujarati News

આજે વિશ્વ ઘણું સ્માર્ટ બની ગયું છે. સ્માર્ટફોનની મદદથી કારને પાર્ક કરવા સહિતની ખુબીઓ હવે સ્માર્ટ વિશ્વમાં ઓટોમોબાઇલ ક્ષેત્રે પણ આવી રહી છે. આવું જ કંઇ બ્રીમેન સ્થિત જર્મન કંપની ટોબી રિચ બજારમાં લઇને આવી રહી છે. તેણે સ્માર્ટફોનની મદદથી ઉડનારું એરક્રાફ્ટ સ્માર્ટપ્લેન બનાવ્યું છે.

સ્માર્ટફોન ગેજેટ બનાવવામાં માટે આ કંપની જાણીતી છે અને આ કંપનીએ પોતાના આ પ્લેને બનાવવા માટે ઇઇપી મટેરિયલનો ઉપયોગ કર્યો છે. આ ઉત્પાદ મજબૂત હોવાની સાથોસાથ ઘણું લચીલું પણ છે. તો ચાલો તસવીરો થકી જાણીએ અને જોઇએ સ્માર્ટફોનની મદદથી ઉડનારા સ્માર્ટપ્લેનને.

સ્માર્ટપ્લેન

સ્માર્ટપ્લેન

સ્માર્ટફોન અંગે જાણવા માટે તસવીરો પર ક્લિક કરો.

200 ફૂટ ઉંચે ઉડી શકે છે

200 ફૂટ ઉંચે ઉડી શકે છે

આ સ્માર્ટપ્લેનનું વજન 0.4 ઔંસ છે. આ પ્લેન અંદાજે 15 મિનિટ સુધી ઉડી શકે છે. અને તે 200 ફૂટની ઉંચાઇ સુધી ઉંડી શકે છે, ત્યારબાદ તેની બેટરી સમાપ્ત થઇ જાય છે. જોકે માત્ર 13 મિનિટમાં તેની બેટરીને ફરીથી ચાર્જ કરી શકાય છે.

આંગળીઓના ઇશારે ઉડશે પ્લેન

આંગળીઓના ઇશારે ઉડશે પ્લેન

આ પ્લેનને તમે તમારા સ્માર્ટફોન સાથે બ્લૂટૂથ થકી જોડી શકો છો. એકવાર સ્માર્ટફોન સાથે જોડ્યા બાદ તમે તેને જોડી શકો છો, વાલી શકો છો તેમજ તેની રફ્તારને વધારી શકો છો. આ બધુ માત્ર તમારી આંગળીઓના ઇશારે કરી શકાય છે. આ એરક્રાફ્ટને તમે તમારી આંગળીઓના ઇશારે નિયંત્રિત પણ કરી શકો છો, કારણ કે પ્લેન ઉડાડવું હમેશા આપણા બધાના સ્વપ્નનો એક ભાગ રહ્યું છે. તેથી આ પ્લેન ઉડાડવું એ ઘણો રસપ્રદ અનુભવ રહી શકે છે.

કઇ કઇ ડિવાઇઝ સાથે કરી શકાય છે કનેક્ટ

કઇ કઇ ડિવાઇઝ સાથે કરી શકાય છે કનેક્ટ

આ સ્માર્ટફોન ઘણો હળવો છે અને તેને બહાર ઉડાડવાના હેતુસર તૈયાર કરવામાં આવ્યું નથી. પરંતુ, શાંત વાતાવરણમાં તે કારગર સાબિત થઇ શકે છે. આ પ્લેન એન્ડ્રોઇડ પર ચાલતા કોઇપણ ઉપકરણ, જે 4.3 અથવા તેનાથી સારા બ્લુટૂથની સુવિધા ધરાવે છે, તેની સાથે જોડી શકાય છે. તેની સાથે જ આઇફોન 4 એસ અને ત્યારપછીના ફોન, પાંચમી પેઢીનો આઇપેડ ટચ અથવા તેનાથી ઉપર અને ત્રીજી પેઢી અને ત્યારપછીના આઇ પેડ સાથે પણ આ પ્લેનને કનેક્ટ કરી શકાય છે.

ફ્લાઇટ એસિસ્ટ મોડ

ફ્લાઇટ એસિસ્ટ મોડ

આ સ્માર્ટપ્લેનમાં ફ્લાઇટ એસિસ્ટ મોડ પણ છે, જે લગભગ ઓટો પાયલોટ મોડ જેવું જ છે. પ્લેનમાં પતવાર પણ છે, જે તેના વળાંકને સ્મૂથ અને નિયંત્રિત બનાવે છે. તેને કનેક્ટ થવામાં ઘણો ઓછો સમય લાગે છે. ફોનને પ્લેનની નજીક લઇ જાઓ અને તે કનેક્ટ થઇ જાય છે.

ફોનની કિંમત

ફોનની કિંમત

આ તમામ ખૂબીઓ વાળા આ પ્લેનની કિંમત માત્ર 49 અમેરિકન ડોલર છે અને સાથે જ આ પ્લેન ટૂંક સમય માટે જ ઉપલબ્ધ છે.

સ્માર્ટપ્લેનનો વીડિયો

સ્માર્ટપ્લેનનો વીડિયો અહીં આપવામાં આવ્યો છે.

English summary
Toby Rich has created a SmartPlane that can be operated through a smart phone. The SmartPlane is designed for indoor use, and can fly for 15 minutes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X