સ્ટેલા, વિશ્વની પહેલી સોલાર સંચાલિત ફેમેલી કાર

Posted By:
Subscribe to Oneindia News

સોલાર પાવર કોન્સેપ્ટથી ચાલતા વ્હીકલ્સ નાના હોય છે અને તે માત્ર ડ્રાઇવર થવા તો ડ્રાઇવર ઉપરાંત અન્ય એક વ્યક્તિનું વહન કરી શકે છે. જેટલા પણ સોલાર આધારિત વાહન બનાવવામાં આવ્યા છે, તે આ સિદ્ધાંત પર બનેલા છે અને ટૂંકા અંતરની મુસાફરીમાં ઉપયોગમાં લઇ શકાય તેવા હોય છે, તેમજ તે અન્ય વ્હીકલ જેવા નથી હોતા. જો કે, ટૂંક સમયમાં વિશ્વમાં એક એવી કાર આવી રહી છે, જે અત્યાર સુધી તૈયાર કરવામાં આવેલા સોલાર વ્હીકલ કરતા વિપરીત હશે. જોકે આ એક કોન્સેપ્ટ કાર છે.

નેધરલેન્ડ્સની ઇન્ધોવેન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના સમૂહ સોલાર ટીમ ઇન્ધોવેન દ્વારા બનાવવામાં આવેલી કારને સ્ટેલા નામ આપવામાં આવ્યું છે. સ્ટેલાની વિશ્વની પહેલી સોલાર સંચાલિત ફેમેલી કાર છે, જે ચાર વ્યક્તિનું વહન કરવાની ક્ષમતા ધરાવે છે, તેવું જણાવવામાં આવ્યું છે. ગત વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાયેલા વર્લ્ડ સોલાર ચેલેન્જ 2013માં આ કારે ક્રુઝીયર ક્લાસમાં વિજય મેળવ્યો હતો. તો ચાલો તસવીરો થકી જાણીએ આ કાર અંગે.

All Images © bart van overbeeke / Solar Team Eindhoven

કારનું નિર્માણ

કારનું નિર્માણ

નેધરલેન્ડ્સની ઇન્ધોવેન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના સમૂહ સોલાર ટીમ ઇન્ધોવેન દ્વારા બનાવવામાં આવેલી કારને સ્ટેલા નામ આપવામાં આવ્યું છે. સ્ટેલાની વિશ્વની પહેલી સોલાર સંચાલિત ફેમેલી કાર છે.

એનર્જી પોઝિટિવ વ્હીકલ

એનર્જી પોઝિટિવ વ્હીકલ

સ્ટેલા અંગે એ વાત યુનિક છે કે, આ એક એનર્જી પોઝિટિવ વ્હીકલ છે. સોનાલ પેનલ દ્વારા જેટલી એનર્જી મેળવવામાં આવે છે તેના કરતા ઓછી એનર્જીનો ઉપયોગ આ કાર કરે છે.

વધુ એનર્જી

વધુ એનર્જી

બેટરીમાં લગાવવામા આવેલી ફોટો વોલ્ટિઆક પેનલ્સમાંથી તે વધારાની એનર્જી મેળવે છે, જેને પાવર ગ્રીડમાં છોડવામાં આવે છે.

સ્ટ્રેન્જ ડિઝાઇન

સ્ટ્રેન્જ ડિઝાઇન

સ્ટેલાની ડિઝાઇન સ્ટ્રેન્જ છે, તેની એરોડાનેમિક ડિઝાઇનના કારણે તેમા રૂફ માઉન્ટેડ સોલાર પેનલ્સને સમાવવામાં આવી છે. તેમજ આ કારની બનાવટમાં હળવા વજનની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમ કે, કાર્બન ફાઇબર, એલ્યુમિનિયમ. જેથી આ કાર ઉચ્ચ એનર્જી આપવામાં સમર્થતા દર્શાવે.

600 કિમીની રેન્જ

600 કિમીની રેન્જ

સ્ટેલાની રેન્જ 600 કિમી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કારની લંબાઇ 4.5 મીટર, પહોળાઇ 1.65 મીટર અને તેનો વજન 380 કેજી છે. સ્ટેલા ઘણી જ હળવી છે, તેમ છતાં તે ચાર વ્યક્તિ અને સામાનું વહન કરી શકે છે.

કારની સ્પીડ

કારની સ્પીડ

કારની સ્પીડની વાત કરવામાં આવે તો કારની એવરેજ સ્પીડ 67 કિમી પ્રતિ કલાક છે જ્યારે તેને 120 કિમી પ્રતિ કલાકની ઝડપ સુધી દોડાવી શકાય છે.

સ્ટેલા કારના ફીચર

સ્ટેલા કારના ફીચર

સ્ટેલા કારના ફીચર પર નજર ફેરવવામાં આવે તો યુનિવર્સિટીના વિદ્યાર્થી કોકપીટમાં ટ્રેડિશનલ ફિઝિકલ બટન્સ, એલઇડી ઇન્ડિકેટર્સ, ટચ સ્ક્રીન ડિસપ્લે યુનિટ્સ, ઇનોવેટિવ સ્ટીયરિંગ વ્હીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

શા માટે તેને સમાવાઇ ક્રુઝીયર ક્લાસમાં

શા માટે તેને સમાવાઇ ક્રુઝીયર ક્લાસમાં

તેની યુનિક ડિઝાઇન અને ફોર્મ ફેક્ટરને ધ્યાનમાં રાખીને તેનો સમાવેશ ક્રુઝીયર ક્લાસમાં કરવામાં આવ્યો છે. ક્રુઝીયર ક્લાસના પાર્ટીસિપેન્ટને તેમની સ્પીડના આધારે નહીં પરંતુ તેમના વ્હીકલ કેટલા પ્રેક્ટિકલ અને એનર્જી એફિશન્ટ છે તેના આધારે નક્કી કરવામાં આવ્યા છે. આ રેસ ઓસ્ટ્રેલિયાના એડિલેડથી શરૂ થઇ હતી અને પૂર્ણ ડાર્વિનમાંથઇ હતી. જેમાં 3 હજાર કિમીના અંતરને કવર કરવામાં આવ્યું હતું.

English summary
Solar powered concept vehicles usually have been small, able to carry only the driver and at most a co-passenger. This is natural since solar powered vehicles development nascent. Also, most of these concept vehicles are developed with the ability to travel only short distances. This particular solar power driven concept vehicle is not like others though.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.