For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વીડિયોઃ સુઝુકીની સિલેરિયોએ પાસ કર્યો એનસીએપી ટેસ્ટ, મળ્યા 3 સ્ટાર

|
Google Oneindia Gujarati News

જાપાનીઝ ઓટોમોબાઇલ જાયન્ટ સુઝુકી દ્વારા વર્ષાંત સુધીમાં યુરોપિયન દેશોમાં પોતાની સિલેરિયો હેચબેક કાર્સને લોન્ચ કરવામાં આવી રહી છે. ત્યારે ત્યાં લોન્ચ કરવામાં આવતી તમામ કાર્સને ફરજિયાત પણે યુરો એનસીએપી ટેસ્ટ કરવાના રહે છે. યુરોપમાં લોન્ચ થતાં તમામ મોડલ્સમાં સ્ટાન્ડર્ડ સેફીટી ફીચર્સમાં એરબેગ્સ હોય છે.

ભારતની વાત કરવામાં આવે તો મારુતિ સુઝુકી સિલેરિયોમાં એરબેગ્સ માત્ર ટોપ વેરિએન્ટ્સમાં જ આપવામાં આવે છે, જ્યારે બેઝ મોડલમાં કિંમત પ્રમાણે અમુક પ્રકારના ફીચર્સ આપવામાં આવી રહ્યાં છે. તાજેતરમાં યુરો એનસીએપી દ્વારા ટેસ્ટ લેવામાં આવ્યા હતા, જેમાં ભારતમાં લોન્ચ થયેલી મારુતિ સુઝુકી સ્વિફ્ટ અને ડટ્સન ગો ફેઇલ થઇ હતી. તેમજ એનસીએપી દ્વારા નિસાનને ભારતમાં ડટ્સન ગોનું વેચાણ રોકવા માટે પણ પત્ર થકી જણાવવામાં આવ્યું હતું.

આજે સુઝુકીની સિલેરિયોનો ક્રેશ ટેસ્ટ લેવામાં આવ્યો હતો. જેમાં વિવિધ રીતે સિલેરિયોને ચકાસવામાં આવી હતી. જેમાં ફ્રન્ટ અને સાઇડ અમે બન્ને બાજુથી ટેસ્ટ લેવામાં આવ્યા હતા. ફ્રન્ટ તરફતી 64 કિ.મી પ્રતિ કલાક અને સાઇડ ઇમ્પેક્ટમાં 50 કિ.મી પ્રતિ કલાકનો ટેસ્ટ લેવામાં આવ્યો હતો. ફ્રન્ટ ઇમ્પેક્ટ ટેસ્ટમાં એ વાત ચકાસવામાં આવે છેકે ફ્રન્ટ ડોર્સ ડિફોર્મ નથીને અને ક્રમ્પલ ઝોન્સ વર્ક કરે છે કે નહીં. તેમજ એરબેગ્સ સમયાનુંસર ડિપ્લોય થાય છે અને તેમજ મુસાફરોને ગંભીર ઇજાથી બચાવે છેકે નહીં. જેમાં ડ્રાઇવર અને કો પેસેન્જરને થતી ઇજા પર વિશેષ ધ્યાન અપાય છે.

ડ્રાઇવર સાઇડ ઇમ્પેક્ટ ઘણી જ જોખમી ગણાય છે, કારણ કે એ બાજુ એરબેગ્સ હોવાની સંભવાના નહીંવત છે. જો એ તરફ અકસ્માત થાય તો કાર સવારને ઘણી ઇજા પહોંચે છે. જોકે આ તમામ આકરા ટેસ્ટ સિલેરિયોએ પાસ કર્યા છે અને યુરો એનસીએપી ટેસ્ટમાં તેણે ત્રણ સ્ટાર મેળવ્યા છે. આ તમામ ક્રેશ ટેસ્ટમાં સિલેરિયોની અંદર કોઇ મોટું નુક્સાન જોવા મળ્યું નથી. નોંધનીય છેકે, યુરો એનસીએપી એટલે કે યુરોપિયન ન્યૂ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ એક કાર સેફ્ટી એસેસમેન્ટ છે. આ ટેસ્ટ બ્રુસેલ્સ, બેલ્જીયમમાં લેવામાં આવે છે, જેની શોધ 1997માં યુકેના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના ટ્રાન્સપોર્ટ રીસર્ચ લેબોરેટરી દ્વારા કરવામાં આવી હતી. અહીં સુઝુકી સિલેરિયોના ક્રેશ ટેસ્ટનો વીડિયો આપવામાં આવ્યો છે. તો ચાલો એ નિહાળીએ.
<center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/k0AwHKJwz9Q" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
Japanese automobile giant Suzuki will be launching its Celerio hatchback in European countries by this year end. They have strict safety regulations and every vehicle has to pass their Euro NCAP test. Airbags is a standard safety feature on all the models in Europe.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X