For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વના સૌથી ફાસ્ટ રોડ્સઃ દમ હોય તેટલી સ્પીડે ચલાવો કાર

|
Google Oneindia Gujarati News

વિશ્વ ઓટોમોબાઇલ ક્ષેત્રમાં દરરોજ વિવિધ કાર્સ રજૂ કરવામાં આવે છે, જેમાં કેટલીક સ્પોર્ટ્સ કાર હોય છે, તો કેટલીક એસયુવી અને લક્ઝરી કાર હોય છે, જે પોતાની સ્પીડ અને માઇલેજ માટે જાણીતી હોય છે, જોકે આજે અહીં વાત સ્પીડની કરવામાં આવી રહી છે, જેને લઇને કહીં શકાય કે વાહન નિર્માણ કરતી કંપનીઓ હંમેશા એવો જ પ્રયત્ન કરતી હોય છેકે તેમની કાર હાઇવે પર સ્મૂથ ચાલે અને તેની સ્પીડ પણ સર્વાધિક હોય. જેને ધ્યાનમાં રાખીને વિવિધ કંપનીઓના એન્જીનિયર્સ દ્વારા ફાસ્ટ કાર્સ પર વધારે ધ્યાન આપવામાં આવે છે.

હાલના સમયમાં અનેક સ્પોર્ટ્સ કાર હાજર છે, જેની કિંમત પણ મોંઘી છે, લોકો એટલી બધી કિંમત ચુકવીને પણ આ કાર્સ ખરીદી છે, ત્યારે એક પ્રશ્ન એ ઉદ્ભવે છેકે આ કાર્સને તેની હાઇ સ્પીડ પર ક્યાં ચલાવવી. જો તમને પણ એ પ્રશ્ન મુંઝવતો હોય તો અમે અહીં વિશ્વના એવા જ કેટલાક રસ્તાઓ અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ, જેને વિશ્વના સૌથી ફાસ્ટેસ્ટ હાઇવે કહેવામાં આવે છે, તો ચાલો તસવીરો થકી આ હાઇવે અંગે જાણીએ.

વિશ્વના ફાસ્ટ રોડ

વિશ્વના ફાસ્ટ રોડ

વિશ્વના ફાસ્ટ રોડ અંગે જાણવા માટે તસવીરો પર ક્લિક કરો.

સ્લોવાકિયા

સ્લોવાકિયા

અહીંના હાઇવેની સ્પીડ લિમિટ 35 mph છે, તમને કદાચ થશે કે આ રોડને યાદીમાં શા માટે સમાવવામાં આવ્યો, પરંતુ આ માત્ર રાખવા ખાતર રાખવામાં આવેલી સ્પીડ લિમિટ છે, અહીં લોકો 80 mph કરતા પણ વધારે સ્પીડ પર વાહન ચલાવી શકે છે. તેમજ આ રોડ પર જ્યારે તમે ડ્રાઇવ કરો ત્યારે પોલીસ અધિકારી ક્યાં ઉભા છે તે અંગેની માહિતી રેડિયો સ્ટેશનમાં આપવામાં આવે છે, જેથી તમે તમારા વાહનની સ્પીડને ઓછી કરી શકો છો.

યુએઇ

યુએઇ

આ રોડ પર સ્પીડ લિમિટ તો 75 mph છે પરંતુ લોકો 87 mph સુધી પણ જઇ શકે છે. આ લેવિશ સ્થળ રણની સાથે સારો રોડ પણ ઓફર કરે છે. તમે અહીં આરામથી સ્પીડી રાઇડની મજા લઇ શકો છો.

ઓસ્ટ્રેલિયા

ઓસ્ટ્રેલિયા

ઓસ્ટ્રેલિયન આઉટબેક એક ઘણો જ સારો રોડ છે. આ રોડની સ્પીડ લિમિટ 81 mph છે અને ડ્રાઇવ કરવા માટે એક આઇડિયલ રોડ છે, પરંતુ જ્યાં સુધી કાંગારુઓ તમારા માર્ગમાં આડા ન ઉતરે ત્યાં સુધી.

એરિઝોના

એરિઝોના

સ્મૂથ અને સ્ટ્રેઇટ ઓપન રોડ, રૂટ 79 એક એવું સ્થળ છે, જ્યાં તમે ઘણી જ સારી સ્પીડ મેળવી શકો છો. આ રોડની સ્પીડ લિમિટ 88 mph છે, પરંતુ તમે 90-plus mphની સ્પીડ પર કાર સહેલાયથી ચલાવી શકાય છે.

ન્યુઝીલેન્ડ

ન્યુઝીલેન્ડ

આ એ દેશ છે, જેના એક રોડે સ્પીડ રેકોર્ડ નોંધાવ્યો હતો. ગૌડીઝ રોડ પર 1996માં સર્વાધિક 216 mph સ્પીડનો રેકોર્ડ નોંધાયો છે.

ઇટલી

ઇટલી

એ વન, આ એ રોડ છે જે મિલન અને રોમને જોડે છે. આ રોડ પરની સ્પીડ લિમિટ 93 mph છે. જોકે આ સ્પીડ લિમિટ બધા પર લાગુ નથી. તેથી ફેરારી અને લેમ્બોર્ગિની માટે આ એક સારો વિચાર છે.

નોર્બર્ગ્રિંગ

નોર્બર્ગ્રિંગ

જ્યારે આ લોકો માટે ખુલ્લું મુકવામાં આવે છે ત્યારે એ તમામ લોકો કે જે આ ઐતિહાસિક સ્થળ પર પોતાની કારની સ્પીડને માપવા માગે છે, તેમને અહીં આવવા માટેની ટીકિટની જરૂર રહે છે. આ જર્મન રેસ ટ્રેક હજારો લોકોને આકર્ષિત કરે છે.

આઇલ ઓફ મેન

આઇલ ઓફ મેન

આ સ્થળે સ્પીડ લીમિટ જેવું કંઇ જ નથી. તેમજ આ શહેરને એ લોકોનું હોમ ટાઉન કહેવામાં આવે છે, જે સ્પીડને પસંદ કરે છે. અહીં દર વર્ષે મોટરસાઇકલ રેસ કરવામાં આવે છે, જેની ઘણી જ માંગ આ વિસ્તારમાં હોય છે અને તે ઘણી જ લોકપ્રીય પણ છે. વિશ્વના સૌથી ટ્વિસ્ટી રોડ્સનો આનંદ અહીં લઇ શકાય છે.

પોલેન્ડ

પોલેન્ડ

પોલેન્ડનો ઓટોસ્ટ્રાડાએ કાયદાકિય રીતે ફાસ્ટેસ્ટ હાઇવે છે, જેની સ્પીડ 87 mph છે.

જર્મની

જર્મની

આ જાણીતું ઓટોબાહ્ન છે. જ્યાં લીગલ સ્પીડ લિમિટ 81 mph છે, પરંતુ જો ડ્રાઇવર વધુ સ્પીડે કાર્સ ચલાવે તો રોક નથી. લોકો વિશ્વભરમાંથી અહીં આવે છે અને અહીંની ટોપ સ્પીડ કાર ડ્રાઇવિંગનો આનંદ ઉઠાવે છે. 1968માં મર્સીડિઝ બેન્ઝ W125એ આ રોડ પર સર્વાધિક ઝડપનો રેકોર્ડ બનાવ્યો હતો. ત્યારે તેની સ્પીડ 268.8 mph હતી.

English summary
Automobile manufacturers have always tried to defy the law of physics by engineering cars that can go fast. Over the years, engineering these machines have brought us fast cars in many shapes and sizes, with speed in mind.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X