For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ છે વિશ્વના 10 સૌથી ઝડપી જહાજ

|
Google Oneindia Gujarati News

એરક્રાફ્ટ, એટલે કે એક જહાજનું સ્વરૂપ જ છે, જે વ્યક્તિના દિમાગની ઉપજ છે, પરંતુ તે હંમેશાથી એક કુતુહલની જેમ આપણામાં રોમાંચ ભરતું આવ્યું છે. તેનો શાનદાર આકાર, હવાને ચીરતો અવાજ અને જોત જોતામાં વાદળોમાં ખોવાઇ જવાનો અંદાજ, દરેકના દીલને સ્પર્શી જાય છે. આપણે ભલે અનેક જહાજોમાં મુસાફરી કરી ચૂક્યા હોય પરંતુ તેને હવામાં ઉડતો જોઇને દીલમાં અનેરી ખુશી થાય છે.

હવા સાથે વાતો કરતા આ એરક્રાફ્ટ જ્યાં સુધી આપણી આંખોથી ઓઝલ ના થઇ જાય, ત્યાં સુધી આપણે તેને આંખોમાં કેદ કરવાના પ્રયાસો કરીએ છીએ. અનેકવાર લોકોના મનમાં એક પ્રશ્ન પણ ઉઠતો હોય છે, કે આખરે પ્લેનની સ્પીડ કેટલી હશે. એટલું જ નહીં, વિશ્વમાં સૌથી ઝડપી ઉડતા જહાજ કયા કયા હશે. તમારા દિમાગમાં આ પ્રશ્ન જરૂરથી ક્યારેકને ક્યારેક તો ઉઠ્યો જ હશે.

આજે અમે તમારા આ પ્રશ્નનો જવાબ લઇને જ આવ્યા છીએ. જી હાં. ચાલો તસવીરો થકી જોઇએ વિશ્વના સૌથી ઝડપી 10 જહાજોને, જેમની ગર્જના માત્રથી લોકોના રૂવાંટા ઉભા થઇ જાય છે.

સૌથી ઝડપી જહાજો

સૌથી ઝડપી જહાજો

આગળ નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને તસવીરોના માધ્યમથી જુઓ, વિશ્વના સૌથી ઝડપી 10 જહાજોને.

 એફ-15 ઇગલ

એફ-15 ઇગલ

આ છે એફ- 15 ઇગલ. નામ પ્રમાણે જ તેમાં ઇગલની શક્તિનો આભાસ થઇ રહ્યો છે. આ એરક્રાફ્ટને વર્ષ 1976માં એરફોર્સ કોમ્બેટમાં સામેલ કરવામાં આવ્યું હતું. ઘણા જ આકર્ષક લૂક અને દમદાર એન્જીન ક્ષમતાથી ભરપૂર આ એરક્રાફ્ટની સ્પીડ 1875 માઇલ પ્રતિ કલાક છે. આ અમારી યાદીમાં 10માં ક્રમાંકે છે.

આર્ડવાર્ક એફ- 111

આર્ડવાર્ક એફ- 111

આ છે આર્ડવાર્ડ એફ-111, આ એરક્રાફ્ટને વર્ષ 1967માં એરફોર્સમાં સામેલ કરવામાં આવ્યું હતું. તેને ખાસ કરીને નેવી માટે તૈયાર કરવામાં આવ્યું હતું. સૌથી પહેલા આ જહાજનો ઉપયોગ વિયેતનામ વોર દરમિયાન કરવામાં આવ્યો. આ જહાજ પર 200 એમએમના M61A1 કેનન અને લગભગ 24 પરમાણુ હથિયાર સહેલાયથી લઇ જઇ શકાય છે. આ એરક્રાફ્ટની સ્પીડ 1452 માઇલ પ્રતિકલાક છે.

મિગ-31 ફોક્સ હોંડ

મિગ-31 ફોક્સ હોંડ

મિગ-31 ફોક્સ હૌંડ એક ઘણું જ શાનદાર અને ચપળ એરક્રાફ્ટ છે. મિગ-31 ફોક્સ હૌંડ ઓલ વેધર ઇન્ટરસેપ્ટર છે. આ મિગને દરેક વાતાવરણમાં સહેલાયથી ઉડાવી શકાય છે. એટલું જ નહીં મિગ-31 ફોક્સ હૌંડની વધુમાં વધુ સ્પીડ 1865 માઇલ પ્રતિકલાક છે.

બેલ એક્સ-2 સ્ટારબસ્ટર

બેલ એક્સ-2 સ્ટારબસ્ટર

નાસા અનુસાર, બેલ એક્સ-2 સ્ટારબસ્ટર એક રોકેટ પોવર્ડ એરક્રાફ્ટ છે. તેનું નિર્માણ વાયુગતિકીય હીટિંગ સાથે જ ઉચ્ચ ગતિ અને ઉંચાઇ પર સ્થિરતા અને નિયંત્રણ પ્રભાવશીલતા માપવા માટે કરવામાં આવ્યું હતું. 27 નવેમ્બર 1965માં કોપ્ટન મિલબર્ન જી પહેલા પાયલોટ હતા, જેમણે બેલ એક્સ-2 સ્ટારબસ્ટરને ચલાવ્યું હતું. જણાવવામાં આવી રહ્યું હતું કે, આ દરમિયાન તેની સ્પીડ ધ્વની કરતા ત્રણ ગણી વધારે હતી. એટલે કે લગભગ 2094 માઇલ પ્રતિકલાક.

એક્સબી-70 વોલકીરી

એક્સબી-70 વોલકીરી

એક્સબી-70 વોલકીરીનું નિર્માણ ઉત્તરીય અમેરિકા એવિએશન કર્યું હતું. તેનું નિર્માણ મુખ્ય રીતે અમેરિકા એરફોર્સ માટે કરવામાં આવ્યું હતું. આ એક મોટા રોકાણવારો પ્રોજેક્ટ હતો, જેના કારણે ફંડની ઉણપ ઉભી થઇ હતી. જેના કારણે માત્ર એક્સબી-70 વોલકીરી એરક્રાફ્ટનું નિર્માણ થઇ શક્યું હતું. એક્સબી-70 વોલકીરીની સૌથી વધુ સ્પીડ 2056 માઇલ પ્રતિકલાક હતી.

મિગ-25 ફોક્સબે

મિગ-25 ફોક્સબે

આ એક બીજુ માઇકોયાન ગુરેવિશ ઓલ વેધર એરક્રાફ્ટ છે, તેને પણ દરેક વાતાવરણમાં ઉડાવી શકાય છે. મિગ-25 ફોક્સબેટ અત્યારસુધીનું એકમાત્ર સૌથી ઝડપી કોમ્બેટ એરક્રાફ્ટ છે. મિગ-25 ફોક્સબેટની સૌથી વધુ સ્પીડ 2.83 મેક એટલે કે અંદાજે 2152 માઇલ પ્રતિકલાક છે.

એસઆર-71 બ્લેકબર્ડ

એસઆર-71 બ્લેકબર્ડ

એસઆર-71 બ્લેકબર્ડ, તે પોતાના શાનદાર શાર્પ લૂકથી દરેકનું મન મોહી લે છે, આ એરક્રાફ્ટને સૌથી પહેલીવાર વર્ષ 1950માં બનાવવાનું શરૂ કરાયું હતું, જે વર્ષ 1964માં પૂર્ણ થયું હતું. આ એરક્રાફ્ટને બનાવવામાં આટલો બધો સમય લાગવા પાછળનું કારણ એ હતું કે તેમાં એ તમામ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેની હવામાં જરૂર રહે છે. સંપૂર્ણપણે આધુનિક ટેક્નોલોજીથી ભરપૂર, બ્લેકબર્ડની સ્પીડ 2200 માઇલ પ્રતિકલાક છે.

એક્સ-15

એક્સ-15

એક્સ-15 સંપૂર્ણપણે રોકેટયુક્ત એરક્રાફ્ટ છે. ઉત્તરીય અમેરિકામાં કેલિફોર્નિયા સ્થિત સંયંત્રમાં આ એરક્રાફ્ટનું નિર્માણ કરવામાં આવ્યું હતું. એક્સ-15 મુખ્ય રીતે મિલિટ્રી પ્રયોગ માટે કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઇએ કે, એક્સ-15ની સ્પીડ ઘણી જ વધારે છે. તે 4000 માઇલ પ્રતિકલાકની ઝડપે ઉડી શકે છે.

એક્સ-43 એ

એક્સ-43 એ

નાસા દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર એક્સ-43 એ એક શાનદાર હાઇપરસોનિક, સ્ક્રીમજેટ એરક્રાફ્ટ છે. એટલું જ નહીં, તાજેતરમાં એક્સ-43એ પોતાનો જ રેકોર્ડ તોડી નાંખ્યો છે. એક્સ-43ની સૌથી વધુ ઝડપ સાત હજાર માઇલ પ્રતિકલાક નોંધાઇ છે.

સ્પેશ શટલ

સ્પેશ શટલ

સ્પેશ શટલ એટલે કે અંતરિક્ષનું પક્ષી. સ્પેશ શટલનું નિર્માણ નાસા દ્વારા કરવામાં આવ્યું છે. સ્પેશ શટલ વિશ્વનું સૌથી ઝડપી ઉડતું એરક્રાફ્ટ છે. તેને પહેલીવાર 1981માં બનાવવામાં આવ્યું હતું. નાસા પોતાના અંતરિક્ષ પ્રોજેક્ટમાં સ્પેશ શટલનો ઉપયોગ કરે છે.

English summary
Ever wondered about, which are the fastest Aircraft in the world? Here we are giving a list of top 10 fastest aircraft in the world, through pictures.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X