ટોપ 10: સ્પીડ રસિયાઓને દિવના બનાવી દેશા આ ફાસ્ટેસ્ટ બાઇક્સ
ઓટોમોબાઇલ સેક્ટરની વાત કરવામા આવે તો વિશ્વમાં અનેક પ્રકારની કાર અને બાઇકનું નિર્માણ કરવામાં આવે છે, જેમાં કેટલીક વૈવિધ્યતાથી ભરપૂર હોય છે, તો કેટલીકનું એન્જીન પાવરફૂલ હોય તો કેટલીક એવરેજના મામલે દમદાર હોય છે. આ પહેલા આપણે વિશ્વની ટોપ 10 ફાસ્ટેસ્ટ કાર્સ અંગે જાણ્યું હતું, ત્યારે સ્વાભાવિક છેકે આપણા મનમાં વિશ્વની ઝડપી બાઇક્સ અંગે જાણવાની ઉત્સુક્તા પણ જાગે, જો તમારા મનમાં પણ ફાસ્ટ બાઇક કઇ છે તે જાણવાની ઉત્સુકતા હોય તો અમે તમારી આ ઉત્સુકતાને સંતોષવા માટે અહીં એક યાદી લઇને આવ્યા છીએ.
જો કે આ યાદીમાં જે બાઇક્સનો સમાવેશ કરવામાં આવ્યો છે તે કોઇ સામાન્ય બાઇક્સ નથી કે પછી તેમાની કેટલીક બાઇક નિર્માણ કરતી કંપની અંગે આપણે એટલું જાણતા પણ નહીં હોઇએ. આ બાઇક્સને રફતારની રાણી કહેવામાં આવે છે, જેમાં જાપાનીઝ અને યુરોપિયન મોટરસાઇકલ્સનો સમાવેશ કરવાં આવ્યો છે. આ બાઇક્સની યાદીમાં સુઝુકી, હોન્ડા, કાવાસાકી, યામાહા, બીએમડબલ્યુ મોટોર્ડ, એમવી અગસ્ટા અને ડુકાટીની બાઇક્સ છે. તો ચાલો તસવીરો થકી ટોપ 10 બાઇક અંગે જાણીએ.

10. સુઝુકી જીએસએક્સ-આર 1000
ટોપ સ્પીડઃ- 285 કિ.મી પ્રતિ કલાક
આ યાદીમાં સુઝુકીની આ બાઇક્સને 10માં ક્રમે મુકવામાં આવી છે. તેમાં સ્મૂથ અને પાવરફૂલ એન્જીન છે. આ બાઇક્સની ટોપ સ્પીડ અંગે વાત કરીએ તો આ બાઇકની ટોપ સ્પીડ 285 કિ.મી પ્રતિ કલાક છે. જે અંગે સુઝુકી સુપર બાઇક્સ રાઇડર્સમાં ઘણી ચર્ચા થઇ હતી.

9. હોન્ડા સીબીઆર1000 આરઆર
ટોપ સ્પીડઃ- 291 કિ.મી પ્રતિ કલાક
હોન્ડાની બાઇક આ યાદીમાં નવમાં ક્રમે આવે છે. આપણે હોન્ડાના નામથી ઘણા જ અવગત છીએ, હોન્ડા એક પ્રતિષ્ઠિત અને વિશ્વાસપાત્ર બ્રાન્ડ છે. તેણે સીબીઆર બ્રાન્ડ હેઠળ સીબીઆર 150 આર, સીબીઆર 250 આર અને સીબીઆર 1000 આરઆર લોન્ચ કરી હતી. સીબીઆર 1000 આરઆરની ટોપ સ્પીડ 291 કિ.મી પ્રતિ કલાક છે.

8. યામાહા વાયઝેડએફ-આર1
ટોપ સ્પીડ 297 કિ.મી પ્રતિ કલાક
યામાહાની આ બાઇક યાદીમાં આઠમાં ક્રમે આવે છે. યામાહા પોતાની રફાતર અને પીકઅપ માટે જાણીતું નામ છે. યામાહાની આ બાઇકની સ્પીડ અંગે વાત કરવામા આવે તો આ બાઇકે 300 કિ.મી પ્રતિ કલાકનાં આંકને પાર કર્યો હતો. જોકે કંપની દ્વારા આ બાઇકની ટોપ સ્પીડ 297 કિ.મી પ્રતિ કલાક જણાવવામાં આવી છે.

7. કાવાસાકી નિંઝા ઝેડઝેડઆર 1400
ટોપ સ્પીડઃ- 299 કિ.મી પ્રતિ કલાક
કાવાસાકી નિંઝા અન્ય એક એવી બાઇક છેકે જેણે આ યાદીમાં પોતાનું નામ અંકિત કરાવ્યું છે. આ યાદીમાં નિંઝાની આ બાઇક સાતમાં ક્રમે આવે છે. આ બાઇકની ટોપ સ્પીડ 299 કિ.મી પ્રતિ કલાક છે.

6. ડુકાટી 1199 પાઇંગલ સુપરબાઇક
ટોપ સ્પીડઃ- 300 કિ.મી પ્રતિ કલાક
ડુકાટી એક જાણીતી ઇટાલિયન સુપર બાઇક નિર્માતા કંપની છે, તેની આ બાઇક યાદીમાં છઠ્ઠાં ક્રમે આવે છે. આ બાઇકની ટોપ સ્પીડ અંગે વાત કરવામાં આવે તો તેની ટોપ સ્પીડ 300 કિ.મી પ્રતિ કલાક છે.

5. બીએમડબલ્યુ એસ1000આરઆર
ટોપ સ્પીડઃ- 305 કિ.મી પ્રતિ કલાક
બીએમડબલ્યુની આ બાઇક યાદીમાં પાંચમા ક્રમે આવે છે. આ બાઇક ડુકાટીની પાઇંગલ કરતા થોડીક જ ફાસ્ટ બાઇક છે. આ બાઇકની ટોપ સ્પીડ 305 કિ.મી પ્રતિ કલાક છે. આ બાઇકમાં એબીએસ અને ઇલેક્ટ્રિક એવોલ્યુશન કન્ટ્રોલ સિસ્ટમ સુરક્ષાને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે.

4. એમવી અગસ્ટા એફ3 તામ્બુરિની
ટોપ સ્પીડઃ- 307 કિ.મી પ્રતિ કલાક
આ એક યુરોપિયન બ્રાન્ડ છે. આ યાદીમાં આ બાઇક ચોથા ક્રમે આવે છે. હાલના સમયગાળામાં આ બાઇકને એક સુંદર બાઇક પણ ગણવામાં આવે છે. આ બાઇકની ટોપ સ્પીડ અંગે વાત કરવામાં આવે તો તેની ટોપ સ્પીડ 307 કિ.મી પ્રતિ કલાક છે.

3. એમવી અગસ્ટા એફ4 આર312
ટોપ સ્પીડઃ- 314 કિ.મી પ્રતિ કલાક
એમવી અગસ્ટાની આ બાઇક યાદીમાં ત્રીજા ક્રમે આવે છે. આ બાઇકની ટોપ સ્પીડ 314 કિ.મી પ્રતિ કલાક છે.

2. સુઝુકી હાયાબુસા
ટોપ સ્પીડ 320 કિ.મી પ્રતિ કલાક
સુઝુકીની હાયાબુસા વિશ્વની સૌથી ઝડપી બાઇક્સમાની એક છે અને આ યાદીમાં તે બીજા ક્રમે આવે છે. આ બાઇકની ટોપ સ્પીડ 320 કિ.મી પ્રતિ કલાક છે. જ્હોન અબ્રાહમ સહિતના બૉલીવુડના એ લિસ્ટર અભિનેતાઓની આ મનપસંદ બાઇક છે.

1. એમટીટી ટર્બાઇન સુપરબાઇક વાય2કે
ટોપ સ્પીડઃ- 370 કિ.મી પ્રતિ કલાક
આ યાદીમાં આ સુપરબાઇક પ્રથમ ક્રમે આવે છે. આ વિશ્વની સૌથી ફાસ્ટેસ્ટ બાઇક છે. આ બાઇકમાં રોલ્સ રોય્સ હેલિકોપ્ટર એન્જીન આપવામાં આવ્યું છે, જે 300 બીએચપી પ્રોડ્યુસ કરે છે. આ બાઇકની ટોપ સ્પીડ 370 કિ.મી પ્રતિ કલાક છે.