• search

ભારતના ટોપ 125સીસી સ્કૂટર્સ, જાણો કોણ કેટલું દમદાર

By Super
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ભારતીય ઓટોમોબાઇલ ક્ષેત્રમાં જેટલી ધૂમ કાર અને બાઇક મચાવી રહી છે તેટલી જ ધૂમ સ્કૂટર્સ પણ મચાવી રહ્યાં છે, હવે ખરીદદારોની નજર ઓટોમેટિક સ્કૂટર્સ પર વધારે ઠરી રહી છે. કારણ કે વિવિધ સ્કૂટર બનાવતી કંપનીઓ દ્વારા સ્કૂટર્સને સારી માઇલેજ સાથોસાથ સારી ડિઝાઇન આપવામાં આવી રહી છે, જેના કારણે અનેક યુવાનો તેના તરફ આકર્ષાઇ રહ્યાં છે.

  તેમાં પણ ખાસ કરીને જ્યારથી 125સીસી સેગ્મેન્ટમાં સ્કૂટર્સની સંખ્યામાં વધારો થયો છે, ત્યારથી તેની માંગ પણ વધી રહી છે કારણ કે આ સેગ્મેન્ટના સ્કૂટર્સ તમારી તમામ પ્રકારની જરૂરિયાત પર ખરા ઉતરી રહ્યાં છે. તાજેતરનો દાખલો એક્ટિવા 125 છે. ત્યારે આજે અમે અહીં આ સેગ્મેન્ટના કેટલાક ટોપ સ્કૂટર્સ અંગે માહિતી લઇને આવ્યા છીએ. જેમાં અમે આ સ્કૂટર્સની એવરેજ, ફીચર્સ અને અન્ય સ્પેસિફિકેશન જે કંપની દ્વારા તેમાં આપવામાં આવ્યા છે, તેની સરખામણી કરી છે. તો ચાલો તસવીરો થકી આ સ્કૂટર્સની તુલના કરીએ અને પોતાની પસંદગીમાં કયું સ્કૂટર ખરું ઉતરે છે તે જાણીએ.

  125સીસીના સ્કૂટર્સ

  125સીસીના સ્કૂટર્સ

  અહીં 125સીસીના સ્કૂટર્સની એવરેજ, ડિઝાઇન અને કિંમત અંગે સરખામણી કરીને માહિતી આપવામાં આવી છે, જેને જાણવા માટે તસવીરો પર ક્લિક કરો.

  એક્ટિવા 125

  એક્ટિવા 125

  એક્ટિવા 125એ 125સીસી સેગ્મેન્ટના સ્કૂટરમાં સૌથી મોંઘા સ્કૂટર્સમાનું એક છે. તેની ડિઝાઇન અને સ્ટાઇલ બન્ને એક્ટિવા ટ્રેડમાર્ક મોડલ જેવી છે. વેસ્પા બાદ એક્ટિવા એન્જીનના મામલે બીજા ક્રમે આવે છે.
  શા માટેઃ ડિઝાઇન અને સ્ટાઇલિશ, મેટલ બોડી, પાવરફૂલ અને રિફાઇન્ડ એન્જીન, ઓપ્શનલ ડિસ્ક બ્રેક્સ.

  એક્ટિવા 125

  એક્ટિવા 125

  એવરેજ: હોન્ડાનો દાવો છેકે આ સ્કૂટરની એવરેજ 59 કિમી પ્રતિ લિટર છે, જે નાના એક્ટિવા કરતા થોડીક જ ઓછી છે. એવી આશા રાખવામાં આવે છેકે એક્ટિવા 125 શહેરમાં 50 કિમી પ્રતિ લિટર એવરેજ આપશે.
  ફ્યુઅલ ટેન્ક: 5.3-લિટર્સ
  એન્જીન: 124.9સીસીનું સિંગલ સિલિન્ડર એન્જીન છે, જે 8.6 હોર્સપાવર 6500 આરપીએમે અને 10.12 એનએમનું ટાર્ક 5500 આરપીએમએ પ્રોડ્યુસ કરે છે.
  અન્ડર સીટ સ્ટોરેજ: 18-લિટર્સ
  વજન: એનએ
  કિંમત: 57,531 થી 63,645 રૂપિયા (ડિસ્ક બ્રેક) ઓન રોડ દિલ્હી

  સુઝુકી એક્સેસ

  સુઝુકી એક્સેસ

  હાલની તુલનામાં સૌથી વધું વેચાતું સ્કૂટર જો કોઇ હોય તો તે સુઝુકી એક્સેસ છે. એક્સેસને એક ફેમેલી સ્કૂટર કહેવામાં આવે છે. તેની સાદી ડિઝાઇન અને બલ્કી લૂક તેને એક સ્પષ્ટ સ્કૂટર સાબિત કરે છે.
  શા માટેઃ રિફાઇન્ડ અને પાવરફૂલ એન્જીન. ઓછી કિંમતમાં એક્ટિવા 125 જેવું પરફોર્મન્સ, મેટલ બોડી, સ્ટાઇલિશ લૂક.

  સુઝુકી એક્સેસ

  સુઝુકી એક્સેસ

  એવરેજ: 57 કિમી પ્રતિ લિટર. તેમજ ડ્રાઇવિંગ કન્ડિશન અનુસાર 45-50 કિમી પ્રતિ લિટર.
  ફ્યુઅલ ટેન્ક: 6.0-લિટર્સ
  એન્જીન: 124સીસી, સિંગલ સિલિન્ડર એન્જીન જે 8.58 હોર્સપાવર 7,000 આરપીએમે અને 9.8એનએમનો ટાર્ક 5000 આરપીએમએ પ્રોડ્યુસ કરે છે.
  અન્ડર સીટ સ્ટોરેજ: 20-લિટર્સ
  વજન: 112 કેજી
  કિંમત: 51,611થી 53,350 રૂપિયા(સ્પેશિયલ એડિશન) ઓન રોડ દિલ્હી

  સુઝુકી સ્વિશ

  સુઝુકી સ્વિશ

  આ સ્ટૂટર એ લોકો માટે લોન્ચ કરવામાં આવ્યું છે, જે લોકો ભારે ભરખમ એક્સેસને ચલાવવા માગતા નથી.
  શા માટેઃ મેકેનિકલી એક્સેસ જેવુ, સ્લીકર ડિઝાઇન

  સુઝુકી સ્વિશ

  સુઝુકી સ્વિશ

  એવરેજ: એક્સેસ અનુસાર
  ફ્યુઅલ ટેન્ક: 6.0-લિટર્સ
  એન્જીન: 124સીસી, સિંગલ સિલિન્ડર એન્જીન, જે 8.58 હોર્સપાવર 7,000 આરપીએમે અને 9.8 એનએમનું ટાર્ક 5000 આરપીએમે પ્રોડ્યુસ કરે છે.
  અન્ડર સીટ સ્ટોરેજ: 20-લિટર્સ
  વજન: 110 કેજી
  કિંમત: 52,671 રૂપિયા ઓન રોડ દિલ્હી

  મહિન્દ્રા ડ્યુરો ડીઝેડ

  મહિન્દ્રા ડ્યુરો ડીઝેડ

  તમે કદાચ રોડ પર આ સ્કૂટરને મોટી માત્રમાં નહીં જોતા હોવ તેની પાછળનું કારણ એક તેનું માઇલેજ ઓછું છે અને તેનું એન્જીન જોઇએ તેટલું પાવરફૂલ નથી.
  શા માટેઃ આ સ્કૂટર ખરીદવાનું એકમાત્ર કારણ એ છેકે તે 110 સીસીના સ્કૂટરની કિંમતમાં મળતું 125 સીસીનું સ્કૂટર છે.

  મહિન્દ્રા ડ્યુરો ડીઝેડ

  મહિન્દ્રા ડ્યુરો ડીઝેડ

  એવરેજ: એઆરઆઇ અનુસાર તેની એવરેજ 56.25 કિમી પ્રતિ લિટર છે, પરંતુ ખરા અર્થમાં તેની એવરેજ 45-50 કિમી પ્રતિ લિટર નોંધાઇ છે.
  ફ્યુઅલ ટેન્ક: 6.5-લિટર્સ
  એન્જીન: 124.6સીસી, સિંગલ સિલિન્ડર એન્જીન છે, જે 8 હોર્સપાવર 7000 આરપીએમે અને 9 એનએમનું ટાર્ક 5500 આરપીએમે પ્રોડ્યુસ કરે છે.
  અન્ડર સીટ સ્ટોરેજ: 20-લિટર્સ; આ સાથે ફ્રન્ટ ગ્લવ્સ બોક્સ સ્ટાન્ડર્ડ છે.
  વજન: 114 કેજી
  કિંમત: 43,788 રૂપિયા એક્સ શોરૂમ દિલ્હી.

  વેસ્પા એલએક્સ 125

  વેસ્પા એલએક્સ 125

  વેસ્પા એક સ્ટાઇલિશ અને લાઇફસ્ટાઇલ સ્કૂટર છે, તેથી તેને ખરીદવા માટે તમારે થોડીક વધારે કિંમત ચૂકવવી પડે છે.
  શા માટેઃ આ વેસ્પાનું પોસાય તેવું મોડલ છે. એવરેજ સાથે કોઇપણ પ્રકારની બાંધછોડ વગરનું સૌથી પાવરફૂલ 125 સીસી સ્કૂટર, ક્લાસિક રેટ્રો લૂક, સ્ટ્રોંગ મેટાલઇક મોનોકોપ બોડી, કમ્ફર્ટેબલ સીટ્સ.

  વેસ્પા એલએક્સ 125

  વેસ્પા એલએક્સ 125

  એવરેજ: કંપનીનો દાવો છેકે આ સ્કૂટરની એવરેજ 60 કિમી પ્રતિ લિટર છે જોકે આ સ્કૂટર 55 કિમી પ્રતિ લિટરની એવરેજ આપે છે.
  ફ્યુઅલ ટેન્ક: 8.5-લિટર્સ
  એન્જીન: 125સીસી, સિંગલ સિલિન્ડર એન્જીન છે, જે 10.06 હોર્સપાવર 7,500 આરપીએમે અને 10.60 એનએમનું ટાર્ક 7500 આરપીએમે પ્રોડ્યુસ કરે છે.
  અન્ડર સીટ સ્ટોરેજ: 16.5-લિટર્સ
  વજન: 114 કેજી
  કિંમત: 59,996 રૂપિયા એક્સ શોરૂમ દિલ્હી.

  વેસ્પા એસ

  વેસ્પા એસ

  આ ભારતનું સૌથી મોંઘુ સ્કૂટર છે. આ સ્કૂટર તમે ચોક્કસપણે ખરીદી શકો છો જો તમે સ્કૂટર ચલાવતી વખતે અન્યોની સરખામણી વધારે દમદાર દેખાવા માંગતા હોવ તો.
  શા માટેઃ સ્ટાન્ડર્ડ ડિસ્ક બ્રેક્સ, સ્પોર્ટી હેડલેમ્પ, મિરર ડિઝાઇન, રેટ્રો લૂક.

  વેસ્પા એસ

  વેસ્પા એસ

  એવરેજ: એલએક્સ 125 જેટલી.
  ફ્યુઅલ ટેન્ક: 8.5-લિટર્સ
  એન્જીન: 125સીસી, સિંગલ સિલિન્ડર એન્જીન છે, જે 10.06 હોર્સપાવર 7,500 આરપીએમે અને 10.60 એનએમનું ટાર્ક 7500 આરપીએમે પ્રોડ્યુસ કરે છે.
  અન્ડર સીટ સ્ટોરેજ: 16.5-લિટર્સ
  વજન: 114 કેજી
  કિંમત: 75,424 રૂપિયા એક્સ શોરૂમ દિલ્હી

  સ્કૂટર ખરીદવામાં મદદરૂપ

  સ્કૂટર ખરીદવામાં મદદરૂપ

  અમે આશા રાખીએ છીએ કે અહીં જે યાદીમાં આપવામાં આવી છે તે તેમને તમારી પસંદગીનું સ્કૂટર ખરીદવામાં મદદરૂપ થશે.

  English summary
  The Indian scooter scene is bustling with activity. Realising the appetite of buyers for these convenient automatic scooter, manufacturers are coming out with new models constantly, each with their own unique offering.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more