• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ટોપ 5 બેસ્ટ 125સીસી ફ્યુઅલ એફિસિઅન્ટ બાઇક્સ

By Super
|

ભારતીય ઓટોમોબાઇલ બજારમાં કારની જેમ બાઇકમાં પણ સ્ટાઇલની સાથો સાથ પરફોર્મન્સ પર વધારે ધ્યાન આપવામાં આવે છે. તેમજ જે રીતે દેશમાં પેટ્રોલના ભાવ આસમાને પહોંચી રહ્યાં છે, તેને ધ્યાનમાં રાખીને બાઇક ખરીદદારો એવી બાઇક્સને વધારે પસંદ કરી રહ્યાં છે, જેમાં ફ્યુઅલ એફિસિન્સી સારી હોવાની સાથોસાથ બાઇક દેખાવમાં પણ શ્રેષ્ઠ અને સ્પોર્ટી લૂક આપતી હોય.

જેને ધ્યાનમાં રાખીને વિવિધ કંપનીઓ દ્વારા 125 સીસીની બાઇક વધારે લોન્ચ કરવામાં આવી રહી છે, જે બાઇક ખરીદદારોની ઇચ્છાઓને સંતોષી શકે છે, તેમ છતાં આ બાઇકનું ચલણ 110 સીસીના સેગ્મેન્ટ જેવું નથી. 125 સીસી બાઇકની વાત કરવામા આવે તો આ સેગ્મેન્ટની દરેક બાઇક કોઇકને કોઇક એડવાન્ટેજ અને ખાસિયત ધરાવે છે, તથા તેનો લૂક પણ તેમને આકર્ષે તેવો હોય છે, જો તમે પણ 125 સીસી સેગ્મેન્ટની બાઇક ખરીદવા માગતા હોવ તો અમે અહીં આ સેગ્મેન્ટની ટોપ પાંચ બેસ્ટ ફ્યુઅલ એફિસિએન્સી બાઇક અંગે તસવીરો થકી જાણાવી રહ્યાં છીએ, જે તમારી પંસદગી પણ ખરી ઉતરી શકે છે.

125 સીસીની શાનદાર બાઇક

125 સીસીની શાનદાર બાઇક

125 સીસીની શાનદાર બાઇક કે જે ફ્યુઅલ એફિસિએન્સીના મામલે અન્ય કરતા વધારે આગળ પડતી છે, તેમના અંગે વધુ જાણવા માટે તમે તસવીરો પર ક્લિક કરો.

હોન્ડા સીબી શાઇન

હોન્ડા સીબી શાઇન

હોન્ડાની બે શાનદાર 125 સીસી બાઇક્સ છે એક સીબી શાઇન અને બીજી સીબીએફ સ્ટનર, જોકે અમે સીબી શાઇન પસંદ કરી તેની પાછળ બે કારણ છે. એક તો સીબીએફ સ્ટનરએ કેટલાક ચોક્કસ બાઇક રાઇડરને પસંદ આવે તેવી છે. જ્યારે શાઇન દરેક રાઇડરને પસંદ આવી શકે છે. તેની ડિઝાઇન અને એન્જીન લોકોને પસંદ આવે તેવા છે અને એટલા માટે જ 30 લાખ જેટલા લોકોની તે પસંદ છે. આ હિસાબે સીબી શાઇન ભારતમાં 125 સીસી મોટરસાઇકલ માર્કેટમાં સૌથી વધુ સેલિંગ બાઇક છે.

હોન્ડા સીબી શાઇન

હોન્ડા સીબી શાઇન

એન્જીન: 124.7સીસી, એર-કૂલ્ડ, 4-સ્ટ્રોક, એસઆઇ એન્જીન

પાવર: 10.12 બીએચપીએ 7500 આરપીએમ

ટાર્ક: 10.54 એનએમે 5500 આરપીએમ

ગીયરબોક્સ: 4-સ્પીડ (એન-1-2-3-4)

ફ્યુઅલ ઇકોનોમી: 65 કિ.મી પ્રતિ લિટર

ફ્યુઅલ ટેન્ક: 10.5-લિટર

વજન: 120 કેજી

કિંમત: રૂ. 52,063 - રૂ. 59,248 (ઓન રોડ દિલ્હી)

બજાજ ડિસ્કવર 125 એમ

બજાજ ડિસ્કવર 125 એમ

આ નવી ડિસ્કવર 125ને તમે અન્ય એક ડિસ્કવર મોડલ કહી શકો છો. જે સારા અને ખરાબ બન્ને તત્વો ધરાવે છે. ખરાબ બાબત એ છેકે આ બાઇકમાં અન્ય ડિસ્કવર મોડલ કરતા થોડોક જ અલગ બદલાવ કરવામાં આવ્યો છે. પરંતુ સારી બાબત એ છેકે 125 સીસીમાં તમે જો એક સ્ટાઇલિશ બાઇક શોધી રહ્યાં હોવ તો 125 એમ તમારી શોધને પૂરી કરી શકે છે. આ ઉપરાંત ફ્યુઅલ એફિસિઅન્ટના મામલે પણ આ બાઇક સારી છે.

બજાજ ડિસ્કવર 125 એમ

બજાજ ડિસ્કવર 125 એમ

એન્જીન: 124.6સીસી, સિંગલ સિલિન્ડર, 4-વાલ્વ, DTS-I with ExhausTEC

પાવર: 11.5 હોર્સપાવરે 8000 આરપીએમ

ટાર્ક: 10.8 એનએમે 6000 આરપીએમ

ગીયરબોક્સ: 4-સ્પીડ (1-એન-2-3-4)

ફ્યુઅલ ઇકોનોમી: 76 કિ.મી પ્રતિ લિટર

ફ્યુઅલ ટેન્ક: 9.5-લિટર

વજન: 118 કેજી

કિંમત: રૂ. 48,500 - રૂ. 50,499 (એક્સ શોરૂમ દિલ્હી)

હીરો ગ્લેમર એફઆઇ

હીરો ગ્લેમર એફઆઇ

આ એક સૌથી મોંઘી 125 સીસી મોટરસાઇકલ છે, પરંતુ તેની એક ખાસ વાત એ છેકે તેમાં ફ્યુઅલ ઇન્જેક્ટેડ છે, જે સૌથી વધુ ફ્યુઅલ એફિસિએન્સી આપે છે. તેમજ અન્ય ખાસ બાબતો આ બાઇકને વધુ સ્ટાઇલિશ બનાવે છે.

હીરો ગ્લેમર એફઆઇ

હીરો ગ્લેમર એફઆઇ

એન્જીન: ફ્યુઅલ ઇન્જેક્ટેડ, 124.8સીસી, એર કૂલ્ડ, 4-સ્ટ્રોક એસઓએચસી

પાવર: 9.1 હોર્સપાવરે 7000 આરપીએમ

ટાર્ક: 10.35 એનએમે 4000 આરપીએમ

ગીયરબોક્સ: 4-સ્પીડ (એન-1-2-3-4)

ફ્યુઅલ ઇકોનોમી: 81.1 કિ.મી પ્રતિ લિટર

ફ્યુઅલ ટેન્ક: 12-લિટર

વજન: 129 કેજી

કિંમત: રૂ. 58,700 - રૂ. 62,750

ટીવીએસ ફોનિક્સ 125

ટીવીએસ ફોનિક્સ 125

ટીવીએસ પોતાની આ બાઇકને પ્રિમિયમ મોટરસાઇકલ કહે છે. જેમાં અપાચેની જેમ એલઇડી ગાઇડ લેમ્પ્સ, ઓલ ડીજીટલ સ્પીડોમીટર આપવામાં આવ્યું છે, તેમ જ આ એક સ્ટાઇલિશ બાઇક પણ છે. સ્મૂથ એન્જીન અને વિશ્વસનિયતા અને માઇલેજના મામલે પણ આ બાઇક સારી છે.

ટીવીએસ ફોનિક્સ 125

ટીવીએસ ફોનિક્સ 125

એન્જીન: 124.5સીસી ઇકો થ્રસ્ટ એન્જીન

પાવર: 11 હોર્સપાવરે 8000 આરપીએમ

ટાર્ક: 10.8 એનએમે 6000 આરપીએમ

ગીયરબોક્સ: 4-સ્પીડ (એન-1-2-3-4)

ફ્યુઅલ ઇકોનોમી: 67 કિ.મી પ્રતિ લિટર

ફ્યુઅલ ટેન્ક: 12-લિટર

વજન: 116 કેજી

કિંમત: રૂ. 49,850 - રૂ. 52,190

યામાહા એસએસ 125

યામાહા એસએસ 125

ભૂતકાળમાં આરએક્સ શ્રેણીની બાઇક ધરાવનારા ઘણા યામાહાના ગ્રાહકો હવે એસએસ 125ને અપનાવી રહ્યાં છે. યામાહાની દરેક બાઇકને લોકો વધારે પ્રેમ એટલા માટે કરે છે, કારણ કે તે સ્પોર્ટી પરફોર્મન્સ આપવા માટે જાણીતી છે અને એસએસ 125માં પણ આ જ ખાસિયત જોવા મળે છે. એ 5- સ્પીડ ગીયરબોક્સ અને શોર્ટ ગીયર રેટિયો ઝડપથી પીક અપ પકડી લે છે. તમે ફ્યુઅલ એફિસિઅન્સી સાથે કોઇપણ પ્રકારના બાંધછોડ વગર આ બાઇકને શહેરમાં ફેરવી શકો છો.

યામાહા એસએસ 125

યામાહા એસએસ 125

એન્જીન: 123સીસી, એર કૂલ્ડ, 4-સ્ટ્રોક, એસઓએચસી

પાવર: 11 હોર્સપાવરે 7500 આરપીએમ

ટાર્ક: 10.4 એનએમે 6500 આરપીએમ

ગીયરબોક્સ: 5-સ્પીડ (1-એન-2-3-4-5)

ફ્યુઅલ ઇકોનોમી: 75 કિ.મી પ્રતિ લિટર

ફ્યુઅલ ટેન્ક: 13.6-લિટર

વજન: 125 કેજી

કિંમત: રૂ. 54,642

સુઝુકી સિંગલશોટ પ્લસ 125

સુઝુકી સિંગલશોટ પ્લસ 125

125 સીસી સેગ્મેન્ટમાં સુઝુકી જોઇએ તેવું પરફોર્મન્સ કરી રહી નથી. જોકે આ વખતે સુઝુકીએ સિંગલશોટ પ્લસ 125ને લોન્ચ કરીને આ સેગ્મેન્ટમાં પોતાની હાજરીને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે. આ બાઇકમાં એન્જીનને રિફાઇન્ડ કરવામાં આવ્યું છે, તેમજ તેની ગીયર શિફ્ટ સ્મૂથ છે. તે સ્ટાઇલિશ લાગે છે અને સ્પોર્ટી લૂક આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

સુઝુકી સિંગલશોટ પ્લસ 125

સુઝુકી સિંગલશોટ પ્લસ 125

એન્જીન: 124સીસી, એર-કૂલ્ડ, 4-સ્ટ્રોક, એસઓએચસી

પાવર: 8.8 હોર્સપાવરે 7,000આરપીએમ

ટાર્ક: 10 એનએમ

ગીયરબોક્સ: 5-સ્પીડ (1-એન-2-3-4-5)

ફ્યુઅલ ઇકોનોમી: 75 કિ.મી પ્રતિ લિટર

ફ્યુઅલ ટેન્ક: 12-લિટર

વજન: 129 કેજી

કિંમત: રૂ. 56,352 - રૂ. 58,077

મત

મત

અમે અહી કેટલાક સુંદર ઉદાહરણો આપ્યા છે, જે ટૂંક સમયમાં ટૂ વ્હીલર માર્કેટમાં પોતાનું સ્થાન અંકિત કરાવી લેશે. આ બાઇક સારી એવરેજ આપવાની સાથોસાથ સારો દેખાવ પણ ધરાવે છે, જોકે બધી જ બાઇકમાં જો કોઇ બાઇકને વિજેતા ગણાવી શકાય તો એ બજાજની ડિસ્કવર 125 એમ છે, કારણ કે આ બાઇક તમારા પૈસાનું મુલ્ય વધારે છે.

English summary
These are two-wheelers. which are neither purely mileage oriented and neither are they considered premium. Motorcycles belonging to the 125cc segment cater to those who want to strike a balance between fuel economy, style and decent performance.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more