For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2014માં ભારતમાં ધૂમ મચાવશે આ પાંચ બાઇક

|
Google Oneindia Gujarati News

તાજેતરમાં 2014 ઓટો એક્સપોનું આયોજન થયું હતું, જેમાં વિવિધ કાર નિર્માતા કંપનીઓ અને ટૂવ્હીલર કંપનીઓ દ્વારા પોતાના કોન્સેપ્ટ અને આગામી મોડલ્સને રજૂ કર્યાં હતા. જેમાં ટૂવ્હીલર કંપનીઓ દ્વારા કેટલાક બાઇક્સ રજૂ કરવામાં આવ્યા હતા, જે ચાલું વર્ષની અંદર ભારતીય બજારમાં લોન્ચ કરી દેવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઓટો એક્સપોમાં જે બાઇક્સને રજૂ કરવામાં આવ્યા હતા તે તમામ પરફોર્મન્સ ઓરિએન્ડેટ હતા. જો કે માર્કેટના ટ્રેન્ડ પર નજર ફેરવીએ તો લોકો હવે બાઇક પર વધારે ધ્યાન આપે છે અને કિંમત પર ઓછી. જો તમે પણ આ વર્ષની અંદર શાનદાર બાઇકને ખરીદવા માગતા હોવ તો અહીં નીચે તસવીરો થકી આવનારી બાઇક્સ અંગે જણાવવામાં આવ્યું છે. જે 200 સીસીથી લઇને 500 સીસી સુધી છે.

બજાજ પલ્સર 400SS

બજાજ પલ્સર 400SS

પલ્સર 400SS એ ભારતીય મેન્યુફેક્ચરર દ્વારા બનાવવમાં આવેલી મોસ્ટ પાવરફૂલ બાઇક છે. બજાજની યોજના બાઇક રસીકોના આકર્ષવાની અને આવી મોટી સસ્તી બાઇકનો અનુભવ કરાવવાની. આ બાઇક વર્ષની મધ્યમાં આવે તેવી આશા છે.

હ્યોસંગ જીડી 250 એન

હ્યોસંગ જીડી 250 એન

હ્યોસંગ દ્વારા 250 સીસીમાં બે બાઇક રજૂ કરવામાં આવ છે, પરંતુ આ તેમની પહેલી સિંગલ સિલિન્ડર મશીનવાળી બાઇક છે. હ્યોસંગની સ્ટાઇલ સાથે બાઇક ભારતીય માર્કેટમાં સારો પ્રભાવ પાડશે. આ બાઇક ચાલુ વર્ષમાં લોન્ચ થઇ શકે છે.

મહિન્દ્રા મોજો

મહિન્દ્રા મોજો

મહિન્દ્રાની આ 300 સીસીવાળી બાઇકના લોન્ચિંગની ઘણા સમયથી રાહ જોવામાં આવી રહી છે. આ બાઇકનું વેચાણ વર્ષના મધ્યમાં કરવામાં આવી શકે છે.

હાર્લે સ્ટ્રીટ 500

હાર્લે સ્ટ્રીટ 500

હાર્લેની આ બાઇક ભારતમાં વર્ષના અંત સુધીમાં લોન્ચ કરવામાં આવી શકે છે. આ બાઇક કંપનીની સસ્તી બાઇક હોવાનું માનવામાં આવે છે.

કેટીએમ આરસી 390

કેટીએમ આરસી 390

ઓસ્ટ્રિયન કંપનીની આ બાઇક શાનદાર ફીચર સાથે ભારતીય માર્કેટમાં ધૂમ મચાવવા આવવાની છે. આ બાઇકનું લોન્ચિંગ પણ વર્ષાંતે થશે તેવું માનવામાં આવી રહ્યું છે.

English summary
The 2014 Auto Expo is done with and expectations of the consumer have risen tremendously. We list for you, the top 5 bikes below, which are expected to launch in the coming year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X